જલદી જાઓ આ મંદિરમાં, પ્રસાદમાં મળશે આ પીણું

અનોખી છે આ મંદિરની પરંપરા, પ્રસાદ તરીકે ભક્તોને આપવામાં આવે છે ચા… જાણો કયું છે આ મંદિર

image source

આપણા દેશમાં એવા અનેક મંદિર આવેલા છે જેની સાથે જોડાયેલી પરંપરા અન્ય મંદિરો કરતા અલગ હોય છે. જ્યારે પણ આપણે કોઈ મંદિરમાં ભગવાનના દર્શન કરવા જઈએ છીએ ત્યારે ત્યાંથી પ્રસાદ જરૂર મળે છે.

આ પ્રસાદમાં મીઠાઈ, સાકર, સૂકામેવા જેવી વસ્તુઓ હોય છે. આ પ્રસાદ સ્વાદિષ્ટ હોય છે અને તે ભગવાનના આશીર્વાદ તરીકે આપવામાં આવે છે તેથી તેને ગ્રહણ કરવાની લાલસા પણ મનમાં હોય છે.

image source

આપણા દેશમાં એવા પણ અનેક મંદિર છે જ્યાં પ્રસાદ તરીકે ચોકલેટ, બાળકોના પ્રિય નૂડલ્સ જેવી વસ્તુઓ આપવામાં આવે છે. પરંતુ આજે તમને એવા મંદિર વિશે જાણવા મળશે કે જ્યાં પ્રસાદ તરીકે મીઠાઈ, ડ્રાયફ્રૂટ જેવી વસ્તુઓ નહીં પરંતુ ચા આપવામાં આવે છે.

આ મંદિર કેરળમાં આવેલું છે. કેરળના કણ્પૂરમાં આ મંદિર આવેલું છે. આ મંદિરને મુથપ્પન મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરમાં પ્રસાદ તરીકે ગરમા ગરમ ચા આપવામાં આવે છે.

image source

મુથપ્પન મંદિર કેરળ કન્નૂર જિલ્લાના તલિપ્પરમ્બાથી અંદાજે 10 કિમી દૂર આવેલું છે. કેરળના કણ્પૂરમાં મુથપ્પન નામનું મંદિર ખૂબ પ્રસિદ્ધ છે અને આ મંદિર વલપટ્ટણમ નદી કિનારે આવેલું છે.

આ મંદિર સુંદર નજારા અને અનોખી પરંપરા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. સ્થાનિક માન્યતા અનુસાર અહીં શ્રી મુથપ્પનની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં ઔપની પૂજા કરવામાં આવે છે.

image source

તેમને ભગવાન વિષ્ણુ અને શિવજીનો અવતાર માનવામાં આવે છે. અહીં પ્રસાદ તરીકે આખા મગની દાળ અને સાથે ચા આપવામાં આવે છે. આ પ્રસાદને અહીં પ્રસાદમ કહેવામાં આવે છે.

આ મંદિરની અન્ય એક ખાસિયત એ પણ છે કે અહીં દર્શન માટે આવનાર દરેક વ્યક્તિ માટે ભોજન અને રહેવાની ફ્રી વ્યવસ્થા કરાય છે. તેની પાછળ એવી માન્યતા છે કે મુથપ્પન દેવતા હંમેશા જરૂરીયાતમંદ લોકોની રક્ષા અને તેમના હિતને જાળવતા હતા.

image source

તેથી આજે પણ અહીંયા દરેક ભક્તને ફ્રીમાં ભોજન અને રહેવાની સુવિધા આપવામાં આવે છે. અહીંની અન્ય એક ખાસિયત એ પણ છે કે અહીં શ્વાન એટલે કે કુતરાઓને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. કારણ કે કૂતરાઓ ભગવાન મુથપ્પનનું વાહન છે.

image source

મુથપ્પન મંદિર અન્ય એક ખાસિયત માટે પણ પ્રખ્યાત છે. આ ખાસિયત છે થીયમ. મંદિરનું થીયમ ખૂબ પ્રસિદ્ધ છે. થીયમ એક લોક નૃત્ય છે જે કથકલી જેવું જ હોય છે અને દક્ષિણ ભારતમાં પ્રખ્યાત છે.

image source

આ લોક નૃત્ય કરનાર કલાકારો વિવિધ પૌરાણિક પાત્રોની કથાઓને પ્રસ્તુત કરે છે. આ મંદિરમાં અન્ય મંદિરોની જેમ સાત્વિક ઉપાસના કરવામાં આવતી નથી. મંદિરમાં ભગવાનને માછલીનો ભોગ પણ ધરાવાય છે.

આ મંદિરનો મુખ્ય તહેવાર મુથપ્પન તિરુવપ્પન મહોત્સવ છે. જે દર ત્રણ વર્ષે ત્રણ દિવસ માટે ભરાય છે. આ મેળો સામાન્ય રીતે માર્ચમાં ભરાતો હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ