હવે સારું મુહૂર્ત જોવું હોય તો તમે જાતે ફો​પણ જોઈ શકશો…

હિંદૂ ધર્મમાં કોઈપણ કામની શરૂઆત ગણેશ પૂજાથી કરવામાં આવે છે. પરંતુ આ ગણેશ પૂજા કરવા માટે પણ સૌથી પહેલા શુભ મુહૂર્ત જોવામાં આવે છે. આ શુભ સમય દિવસ અને રાત્રિના ચોઘડિયાં પરથી નક્કી કરવામાં આવે છે. ચોઘડિયાં વિશે આમ તો સાંભળ્યું જ હશે. તો આજે જાણો ચોઘડિયાં કેવી રીતે જોવામાં આવે છે અને ચોઘડિયાં જોવાની શરૂઆત ક્યારથી થઈ હતી.

ચોઘડિયાં એટલે શું ?

ચોઘડિયાં શબ્દ ચો-ઘડિયાં શબ્દનો અપભ્રંશ શબ્દ છે. દિવસની શરૂઆતથી ચોઘડિયાંનો સમય શરૂ થાય છે. દિવસમાં બે વખત ચોઘડિયા ગણવામાં આવે છે. સૂર્યોદયથી શરૂ થતાં ચોઘડિયાં દિવસના અને સૂર્યાસ્તથી શરૂ થતાં ચોઘડિયાં રાત્રિના કહેવાય છે. ચોઘડિયાં ત્રણ પ્રકારના હોય છે. શુભ, મધ્યમ અને અશુભ. ચોઘડિયાંને કેટલાક વિસ્તારોમાં ‘હોરા’ શબ્દથી પણ સંબોધવામાં આવે છે. દિવસ અને રાત્રિમાં કુલ આઠ-આઠ ચોઘડિયાં હોય છે. હવે જાણીએ ચોઘડિયાં જોવાની રીત વિશે.

દિવસના ચોઘડિયાં

રાત્રિના ચોઘડિયાં

કેવી રીતે જોવા ચોઘડિયાં

સૂર્યોદય સાથે દિવસના પહેલાં ચોઘડિયાંની શરૂઆત થાય છે. સપ્તાહના દરેક દિવસના ચોઘડિયાં અલગ હોય છે. દરેક ચોઘડિયાંનો સમય દોઢ કલાકનો હોય છે. સામાન્ય રીતે ચોઘડિયાંની શરૂઆત સવારે 6 વાગ્યાથી ગણવામાં આવે છે. એટલે પહેલાં ચોઘડિયાંનો સમય 6થી 7:30 કલાક સુધીનો હોય છે. સવારની જેમ જ રાત્રિના ચોઘડિયાંની શરૂઆત સાંજના 6 કલાકથી ગણવામાં આવે છે. દરેક દિવસના ચોઘડિયાંની શરૂઆત તે વારના સ્વામી અનુસાર થાય છે. જેમકે રવિવારના સ્વામી ઉદ્વેગ છે તો રવિવારનું પહેલું ચોઘડિયું ઉદ્વેગ હોય. આ જ રીતે સોમવારના સ્વામી અમૃત છે, મંગળવારના સ્વામી રોગ, બુધવારમાં લાભ, ગુરુવાર, શુભ, શુક્રવારે ચલ અને શનિવારે કાળ. સામાન્ય ભાષામાં કહીએ તો સપ્તાહમાં સોમવાર, બુધવાર અને ગુરુવારે સવારના સમયમાં કોઈપણ સારું કામ કરી શકાય છે.

ચોઘડિયાંની શરૂઆત

જ્યારે ઘડિયાળ ન હતી લોકો પાસે સમય જોવા માટે ત્યારે ચોઘડિયાંના ગણિત પર કામ કરવામાં આવતાં. ચોઘડિયાં શબ્દમાં ઘડી શબ્દનો સમાવેશ થાય છે. 1 ઘડી એટલે 24 મિનિટ જેટલો સમય. આ ગણતરની આધારે દિવસ અને રાત્રિના ચોઘડિયાંની રચના કરવામાં આવી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી