સાવ સામાન્ય ઝઘડામાં યુવકની કરી દીધી હત્યા, બહેનોએ ગુમાવ્યો વ્હાલસોયો ભાઈ, પૂરી ઘટના વાંચીને રડી પડશો તમે પણ

હજી તો ભાઈબીજની ઉજવણી પુરી જ થઈ હતી ને સુરત શહેરમાં એક એવી ઘટના સામે આવી છે કે જે સાંભળીને કોઈ પણ વ્યક્તિનું કાળજું કંપી ઉઠે. એક બાજુ સુરતના આહીર સમાજના કેટલાક લોકો પાવાગઢ જતા હતા ત્યારે તેમને વડોદરા પાસે અકસ્માત નડ્યો તો બીજી બાજુ સુરતમાં ચાર બહેનોના એકના એક ભાઈની ખૂબ જ કરુણ રીતે હત્યા થઈ ગઈ.

image source

સુરતના ઉધના ત્રણ રસ્તા મસ્તાન નગર નજીક દિવાળીની રાત્રે સચિન પાલી ગામના યુવકને ચપ્પુ અને કોઈતાના ઘા મારી ફેંકી દેવામાં આવ્યો હતો ત્યારબાદ આ યુવકને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

image source

આ ઘટનામાં મૃત્યુ પામેલા ગોવિંદ ઉર્ફે અન્ના વેંકેટેશ વાલ્મિકી ઉપર 20 દિવસ પહેલા થયેલા એક સામાન્ય ઝઘડાના કારણે હુમલો કરાયો હતો. સમાધાન માટે ફોન કરી ગોવિંદ ઉર્ફે અન્નાને ઉધના બોલાવવામાં આવ્યો હતો અને ત્યાં એની હત્યા કરી હોવાનું હાલ બહાર આવ્યું છે. તમને જણાવી દઈએ કે અન્ના વાલ્મિકી પરીવારનો એકનો એક દીકરો હતો. અન્નાના મોતથી એની ચાર બહેનોએ પોતાનો એકનો એક ભાઈ ગુમાવ્યો છે.

image source

સમગ્ર ગુજરાત રાજ્યમાં સતત હત્યાની ઘટના વધી રહી છે એવામાં સુરત ના સચિન વિસ્તાર રહેલા ગોવિદ ઉર્ફે અન્ના જેની ઉંમર 18 વર્ષની છે તેના પર એક ફોન આવ્યો હતો. જેમાં તેના મિત્રો તેને ઉધના બોલાવી રહ્યા હતા. પૂછપરછમાં ખબર પડી હતી કે, 20 દિવસ પહેલા અન્નાએ ઉધનામાં અકસ્માત કર્યો હતો. જેમાં કોઈ એક વ્યક્તિની બાઇકને નુકશાન થયું હતું. જેના ખર્ચને લઈને સામેવાળી વ્યક્તિ અન્નાને વારંવાર દબાણ કરી રહી હતી.

image source

અગાઉ તમે જાણ્યું એમ સમાધાન કરવા માટે અન્ના ઉધના ગયો હતો. ત્યારબાદ તેના મિત્રએ ફોન કરી જાણ કરી હતી કે, અન્નાને કેટલાક લોકો મારી રહ્યા છે. જેથી દોડીને ઘટના સ્થળે ગયા તો અન્નાને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો.

image source

અન્નાના મિત્ર પંકજ સિંગદાને એ જણાવ્યું હતું કે મને ખબર પડતાં જ હું ઉધના રોડ નંબર 9 થી દોડીને મસ્તાન નગર ગયો હતો. જ્યાં આસિફ, રોશન, સાબિર સહિત 6-7 જણા અન્નાને લાફા મારી ગલીમાં લઈ ગયા હતા. જ્યાં આસિફે ચપ્પુ અને કોઈતા વડે માથામાં અને રોશને પગ અને હાથ પર ઘા માર્યા હતા. મેં દોડીને હુમલાખોરોને ધક્કો મારી ગોવિંદ ઉર્ફે અન્નાને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. એ પહેલાં જ બીજા કેટલાક લોકો ફટકા વડે અન્ના પર તૂટી પડ્યા હતા. અન્નાને લોહી-લુહાણ હાલતમાં હું બાઇક પર જ સિવિલ લઈ આવ્યો હતો. ત્યારબાદ તેના પિતાને જાણ કરી હતી.”

image source

આજે સવારે લગભગ 3 વાગ્યે જ આ યુવક એટલે કે અન્નાનું સુરત સિવિલ હોસ્પિટલમાંમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે ઉધના પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ