જલ્સા કરોને જેંતીલાલ

કુદરતના સૌંદર્યથી લબાલબ છે દક્ષિણ ભારતનું આ પ્રખ્યાત હિલ સ્ટેશન, એક વાર જશો તો વારંવાર થશે જવાનું મન

પ્રકૃતિના ખોળે આવેલા અને ભારતના પ્રમુખ રાજ્યો પૈકી એક એવા કેરળની ગણના ભારતના સૌથી સુંદર રાજ્યો પૈકી થાય છે. કેરળ દેશના સૌથી સાક્ષર રાજ્યો પૈકી એક હોવાની સાથે જ તે કુદરતી સૌંદર્યનું ભાથું પણ ધરાવે છે. કેરળની રાજધાની તિરૂવનંતપુરમ છે અને મલયાલમ અહીંની પ્રમુખ અને સૌથી વધુ બોલાતી સ્થાનિક ભાષા છે. ભૌગોલિક રીતે કેરળ ભારતની દક્ષિણ પશ્ચિમ સરહદે અરબ સાગર અને સહયાદિ પર્વત શૃંખલા મધ્યે આવેલું રાજ્ય છે અને તેના પાડોશી રાજ્યો તામિલનાડુ અને કર્ણાટક છે. આજના આ યાત્રા વિભાગના આર્ટિકલમાં અમે આપને કેરળ રાજ્યના એક પ્રમુખ શહેર મુન્નાર વિષે જણાવવાના છીએ જે પોતાની અદભુત કુદરતી સુંદરતાને કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

મુન્નાર

image source

મુન્નાર કેરળ રાજ્યમાં આવેલી એક બેહદ સુંદર અને રમણીય જગ્યા છે. મુન્નાર એક શાનદાર હિલ સ્ટેશન પણ છે. અનેક પ્રવાસીઓની પહેલી પસંદ એવું મુન્નારને કાશ્મીર બાદ ભારતનું બીજું સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળ પણ ગણવામાં આવે છે. અહીંના તાજા અને હર્યાભર્યા વાતાવરણમાં સુંદર બગીચાઓ પ્રવાસીઓના દિલ ખુશ કરી દે છે. મુન્નારની સુંદરતા કેટલી છે તેનો અંદાજ તમે એ વાતથી જ લગાવી શકો છો કે આ જગ્યા પર અંગ્રેજોએ પોતાના વેકેશન ગાળવા માટેનું રિઝોર્ટ બનાવ્યું હતું. મુન્નાર સમુદ્ર તળથી 1700 મીટરની ઊંચાઈ પર સ્થિત છે અને આ શહેર પોતાના અતિ વિશિષ્ટ ડેરી ફાર્મ માટે પણ એટલું જ જાણીતું છે.

એક શાનદાર હિલ સ્ટેશન

image source

કેરટલના ઇડુક્કી જિલ્લામાં આવેલા મુન્નાર શહેરની એક ઓળખ શાનદાર હિલ સ્ટેશન તરીકેની પણ છે. સુંદર નજારાઓ, શાંત પ્રાકૃતિક વાતાવરણ, ઝરણાઓ, પહાડો, બગીચાઓ અને પક્ષીઓ અહીંની ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવી દે છે.

ટાટા ટી મ્યુઝિયમ

image source

ટાટા ટી મ્યુઝિયમની સુંદરતા તો ખાસ જોવા જેવી છે. આ મ્યુઝિયમની ખાસ વાત અહીંની ભવ્યતા, અને ખાસ રીતે ચા ની પત્તીઓની પ્રોસેસિંગ સિસ્ટમ છે. ચા ની પત્તીઓને વિવિધ સ્વરૂપમાં ફેરવી ફક્ત ભારતના અન્ય રાજ્યોમાં જ નહિ પણ વિદેશના રસોડા સુધી પહોંચાડાય છે.

એક જ જગ્યાએ ત્રણ નદીઓનો સંગમ

image source

તમને જાણીને નવાઈ લાગશે કે મુન્નારમાં ત્રણ નદીઓ મધુરપુજહા, નલ્લાથન્ની અને કુંડાળીનો એક જગ્યાએ જ સંગમ થાય છે. નદીઓનો આ ત્રિવેણી સંગમ જોતા જ ગમી જાય તેવું દ્રશ્ય ખડું કરે છે. મુન્નારમાં ચા ના બગીચાઓની સાથે સાથે બંગલાઓ, સુંદર ઘરો, નાની નદીઓના દ્રશ્યો અહીં આવનારા પર્યટકો માટે કાયમીનું સંભારણું બનીને રહી જાય તેવા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version