તારક મહેતાની બબીતાજીને શુટિંગમાં આ વાતથી છે મોટો વાંધો, જો કોઈ આવું કરે તો મુનમુનનો પિત્તો જાય, એકવાર તો…

તારક મહેતાની બબીતાજીને શુટિંગમાં આ વાતથી છે મોટો વાંધો, જો કોઈ આવું કરે તો મુનમુનનો પિત્તો જાય, એકવાર તો…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબીતાજી ઉર્ફ મુનમુન દત્તા હાલમાં એક વાતને લઈ ચર્ચાઈ રહી છે. શો વિશે વાત કરીએ તો બબીતાજી સૌથી ચર્ચિત એક્ટ્રેસમાં સામેલ છે. જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીની સાથે બબીતાજીના મીઠા સંવાદ લોકોને ઘણા પસંદ આવે છે. મુનમુન દત્તા દિલીપ જોશીને ખાસ દોસ્ત માને છે. તો તેમના ઓનસ્ક્રીન દીકરા ટપ્પુને ભાઈનો દરજ્જો આપે છે.

image source

ફિઝીકલ ટચ બિલકુલ પસંદ નથી

પરંતુ શું તમે એ વાત જાણો છો કે ઘણીવાર થયું છે કે શુટિંગ દરમિયાન તેમને મેકર્સ સાથે વિવાદ થઇ ચુક્યા છે. મીડિયા રીપોર્ટસ અનુસાર મુનમુનની સાથે એક વિવાદ પણ જોડાયેલો છે. કહેવામાં આવે છે કે તેમને ફિઝીકલ ટચ બિલકુલ પસંદ નથી. શુટિંગમાં જો કોઈ આવો શોટ આવે, જ્યાં તેમને કોઈ ટચ કરે તો મુનમુનનો પિત્તો જાય છે અને એ આવા સીન કરવાની ના પાડી દે છે. વાત તો ત્યાં સુધી કરવામાં આવે રે, તેમની આ આદતના કારણે ડાયરેક્ટર તેમને ઘણા એપિસોડથી આઉટ પણ કરી ચુક્યા છે, પરંતુ મુનમુન પોતાની વાત પર અડગ રહે છે.

image source

તારક મહેતા શોનાં મેકર્સ સાથે ઘણીવાર વિવાદ

મુનમુન દત્તા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં અગાઉ પણ તેઓ ઘણા શો માં કામ કરી ચુકી છે પરંતુ તેમને કોઇપણ કલાકારને અડવું પસંદ નથી. આ કારણ રહ્યું છે કે તેમને તારક મહેતા શોનાં મેકર્સ સાથે ઘણીવાર વિવાદ થઇ ચુક્યા છે. જેના લીધે તેમને ઘણીવાર શો થી બહાર પણ રહેવું પડ્યું છે. બબીતા અને જેઠાલાલ એકબીજાને 16 વર્ષ પહેલાથી ઓળખે છે. વર્ષ 2004માં ઝીટીવી પર પ્રસારિત શો ‘હમ સબ બારાતી’ માં દિલીપ જોશી મુનમુન દત્તાની સાથે કામ કરી ચુક્યા છે.

image source

કોણ છે મુનમુન દત્તા

ઉલ્લેખનીય છે કે મુનમુન દત્તાનો જન્મ 28 સપ્ટેમ્બર 1987ના રોજ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં થયો હતો. વર્ષ 20041માં સીરીયલ હમ સબ બારાતીથી એક્ટિંગમાં ડેબ્યું કર્યું હતું. આ શો કરતા પહેલા મુનમુને ઘણા ફેશન શોઝમાં પણ કામ કર્યું હતું. જો કે મુનમુન ડોક્ટર બનવા માંગતી હતી. પુણેમાં રહીને તેમણે અંગ્રેજીમાં સ્નાતકોતરની ડીગ્રી મેળવી અને ત્યારબાદ મુંબઈ આવી ગઈ. મુનમુનને ફિલ્મોમાં પહેલો બ્રેક કમલ હાસનની ફિલ્મ ‘મુંબઈ એક્સપ્રેસ’માં મળ્યો હતો. તેની સાથે જ વર્ષ 2006માં ફિલ્મ ‘હોલીડે’ માં પણ જોવા મળ્યા હતા. તારક મહેતા કા ઉલટા ચશ્માં સિરીયલથી પ્રખ્યાત થયેલા બબિતાજીને આજકાલ કોણ નથી ઓળખતું. તેમના માત્ર જેઠાલાલ જ નહીં કરોડો લોકો ચાહકો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ