બબીતા અને શાહરુખનો આ વિડીયો જોઇને ચોંકી જશો તમે પણ…

દરેક કલાકાર પોતાના કામની શરુઆત ક્યાંક ને ક્યાંકથી કરે જ છે ત્યારે આજે અમે આપને ટીવીના પ્રસિદ્ધ કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બંગાળી યુવતી બબીતાનું પાત્ર નિભાવી રહેલ મુનમુન દત્તા વિષે એવી કેટલીક વાતો જણાવીશું જેને જાણીને આપને ખુબ નવાઈ લાગશે. દર્શકોને પોતાના અભિનયથી હસાવનાર દિલીપ જોશીની સાથે જ બબીતાનું પાત્ર નિભાવી રહેલ મુનમુન દત્તાના પાત્રની એટલી જ પ્રસંશા કરવામાં આવી રહી છે.

image source

મુનમુન દત્તાએ પોતાના એક્ટિંગ કરિયરની શરુઆતમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. આ દરમિયાન મુનમુન દત્તાએ પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત વર્ષ ૨૦૦૪માં આવેલ ટીવી સીરીયલ ‘હમ સબ બારાતી’થી પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી. ત્યાર પછી મુનમુન દત્તાએ વર્ષ ૨૦૦૫માં આવેલ ફિલ્મ ‘મુંબઈ એક્સપ્રેસ’માં જોવા મળી હતી. ત્યાર પછી મુનમુન દત્તાએ વર્ષ ૨૦૦૬માં રીલીઝ કરવામાં આવેલ ફિલ્મ ‘હોલીડે’માં પણ કામ કરવાની તક મળી હતી.

image source

મુનમુન દત્તાએ શાહરૂખ ખાન સાથે લીંક પેનની જાહેરાતમાં કામ કરવાની તક મળી હતી. આ જાહેરાતમાં શાહરૂખ ખાન એક પેનની જરૂરિયાત અલગ અલગ પ્રકારથી જીવનમાં ઉપયોગી હોય છે તેમ સમજાવે છે. જેમાં જયારે શાહરૂખ ખાનનો પગ ભાંગી ગયો હોય છે અને પગમાં પ્લાસ્ટર આવી જાય છે ત્યારે આ સીનમાં મુનમુન દત્તાની એન્ટ્રી એક નર્સ તરીકે થાય છે.

image source

ત્યારે મુનમુન દત્તા રૂમમાં આવીને શાહરૂખ ખાનના પ્લાસ્ટર ચડાવેલ પગ પર સાઈન કરે છે. જેમાં ફ્રેન્ડશીપ માટે પેનની જરૂરિયાત બતાવવામાં આવી છે. જયારે આ એડ ટીવી પર પ્રસારિત કરવામાં આવી હતી ત્યારે કદાચ મુનમુન દત્તાની ખાસ નોંધ લેવામાં આવી હતી નહી પણ હવે જયારે દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કારણે દેશવ્યાપી લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે મુનમુન દત્તાની આ જાહેરાત હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. આ સાથે જ મુનમુન દત્તા પોતાની કેટલીક થ્રોબેક ફોટોઝને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહી છે.

.
image source

મુનમુન દત્તા ફિલ્મ અને ટીવી એક્ટ્રેસ ઉપરાંત એક મોડલ પણ છે. મુનમુન દત્તાએ વર્ષ ૨૦૦૪થી પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કરી છે. મુનમુન દત્તાને પોતાની અલગ ઓળખ ટીવીના પ્રસિદ્ધ કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી મેળવી છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં મુનમુન દત્તા એક વૈજ્ઞાનિકની પત્ની તરીકે અને એક બંગાળી યુવતી બબિતા ક્રિશ્નન ઐય્યરનું પાત્ર નિભાવી રહી છે.

image source

મુનમુન દત્તાનો જન્મ અને બાળપણ કાનપૂરમાં વિતાવ્યા છે. ત્યાર પછી કાનપુરમાં અભ્યાસ કરી લીધા પછી મુનમુન દત્તા મુંબઈ આવી અને મુંબઈની યુનીવર્સીટી માંથી અંગ્રેજી સબ્જેક્ટમાં એમ.એ. નો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ