ફિલ્મ નથી હકીકત છે આ, ૨૭ વર્ષ બાદ દિકરાનો અવાજ સાંભળીને કોમાથી બહાર આવી

જ્યાં લાગણીના અને લોહીના સંબંધોની વાત આવે ત્યાં કુદરત અને વિજ્ઞાન પણ ટૂંકું પડે છે. આપણે ઈતિહાસમાં પણ એવા ઘણા કિસ્સા જોયા છે જ્યાં પ્રેમ અને લાગણીના કારણે મરેલા વ્યક્તિને પણ જીવીત કર્યા છે. પ્રેમ અને લાગણીના સંબંધોમા જે શક્તિ રહેલી છે એવી શક્તિ કોઈ જગ્યાએ જોવા નહી મળે. આપણા ધર્મગ્રંથોમાં સાવિત્રી નું ઉદાહરણ જ જોઈ લો તમે, પોતાના પતિને એ એટલો બધો પ્રેમ કરતી હતી કે પોતાના પતિના આત્માને ખુદ યમ પાસેથી લાવી પોતાના મૃત પતિને સજીવન કરે છે. આ તો થઈ શાસ્ત્રોની વાત. પરંતુ  હાલમાં જ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક માં દીકરાના પ્રેમની વાત આવી જ હકીકત છે.

તો ચાલો આજે આ લેખમાં આપણે જોઈએ એ સત્ય કહાનીને. અરબ અમીરાતમાં ૨૭ વર્ષથી કોમામાં રહેલી એક માતા પોતાના દિકરાનો અવાજ સાંભળીને ભાનમાં આવી ગઈ. સાંભળવામાં આ કહાની ફિલ્મી લાગી શકે છે પરંતુ આ એકદમ સત્ય છે. મુનીરા અબ્દુલ્લા જ્યારે ૩૨ વર્ષની હતી ત્યારે તે એક રોડ દુર્ઘટનાનો શિકાર બની ગઇ હતી. મુનીરાની કારને એક સ્કુલબસે ટક્કર મારી દીધી હતી.

જે સમયે આ દુર્ઘટના થઈ એ સમયે મુનીરાની સાથે ચાર વર્ષનો દિકરો પણ હતો. તેને બચાવવાનાં પ્રયાસમાં તે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. મુનીરાનાં માથાનાં ભાગમાં ઈજા થવાને કારણે તે કોમામાં સરી પડી હતી. આ ઘટના ૧૯૯૧ની છે. મુનીરાનો ઘણી સારવાર કરાવવામાં આવી પરંતુ કોઈ ફાયદો ન થયો.

સારવાર માટે તેને લંડન પણ લઈ જવામાં આવી. ફાયદો ન થવા પર તેને પરત અમીરાત લાવવામાં આવી. ૨૦૧૭માં શાહ શેખ મોહમ્મદ બિન જાયેદને મુનીરા અબ્દુલ્લા વિશે ખબર પડી, તો તેમને પરિવારને આર્થિક સહાયતા આપીને જર્મનીમાં ઈલાજ માટે મોકલ્યા. જર્મનીમાં ડોક્ટરો એ મુનીરાની માંસપેશીઓનું ઓપરેશન કર્યુ. ત્યારબાદ તેમનાં સ્વાસ્થયમાં થોડો સુધાર આવ્યો.

આ વચ્ચે એકવાર હોસ્પિટલોનાં એક રૂમમાં તેનો દિકરો ઉમર કંઈક વાતો કરી રહ્યો હતો. દિકરાનો અવાજ સાંભળીને માતા ભાનમાં આવી અને તેને ઓળખી લીધો. ત્યારબાદ તેની હાલત સુધરતી ગઈ અને હવે તે પોતાના પરિવાર અને નજીકનાં લોકોને ઓળખી શકે છે અને તેમના સાથે વાત કરી શકે છે.જ્યાં લાગણીના અને લોહીના સંબંધોની વાત આવે ત્યાં કુદરત અને વિજ્ઞાન પણ ટૂંકું પડે છે. આપણે ઈતિહાસમાં પણ એવા ઘણા કિસ્સા જોયા છે જ્યાં પ્રેમ અને લાગણીના કારણે મરેલા વ્યક્તિને પણ જીવીત કર્યા છે. પ્રેમ અને લાગણીના સંબંધોમા જે શક્તિ રહેલી છે એવી શક્તિ કોઈ જગ્યાએ જોવા નહી મળે. આપણા ધર્મગ્રંથોમાં સાવિત્રી નું ઉદાહરણ જ જોઈ લો તમે, પોતાના પતિને એ એટલો બધો પ્રેમ કરતી હતી કે પોતાના પતિના આત્માને ખુદ યમ પાસેથી લાવી પોતાના મૃત પતિને સજીવન કરે છે. આ તો થઈ શાસ્ત્રોની વાત. પરંતુ  હાલમાં જ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક માં દીકરાના પ્રેમની વાત આવી જ હકીકત છે.તો ચાલો આજે આ લેખમાં આપણે જોઈએ એ સત્ય કહાનીને. અરબ અમીરાતમાં ૨૭ વર્ષથી કોમામાં રહેલી એક માતા પોતાના દિકરાનો અવાજ સાંભળીને ભાનમાં આવી ગઈ. સાંભળવામાં આ કહાની ફિલ્મી લાગી શકે છે પરંતુ આ એકદમ સત્ય છે. મુનીરા અબ્દુલ્લા જ્યારે ૩૨ વર્ષની હતી ત્યારે તે એક રોડ દુર્ઘટનાનો શિકાર બની ગઇ હતી. મુનીરાની કારને એક સ્કુલબસે ટક્કર મારી દીધી હતી.જે સમયે આ દુર્ઘટના થઈ એ સમયે મુનીરાની સાથે ચાર વર્ષનો દિકરો પણ હતો. તેને બચાવવાનાં પ્રયાસમાં તે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. મુનીરાનાં માથાનાં ભાગમાં ઈજા થવાને કારણે તે કોમામાં સરી પડી હતી. આ ઘટના ૧૯૯૧ની છે. મુનીરાનો ઘણી સારવાર કરાવવામાં આવી પરંતુ કોઈ ફાયદો ન થયો.સારવાર માટે તેને લંડન પણ લઈ જવામાં આવી. ફાયદો ન થવા પર તેને પરત અમીરાત લાવવામાં આવી. ૨૦૧૭માં શાહ શેખ મોહમ્મદ બિન જાયેદને મુનીરા અબ્દુલ્લા વિશે ખબર પડી, તો તેમને પરિવારને આર્થિક સહાયતા આપીને જર્મનીમાં ઈલાજ માટે મોકલ્યા. જર્મનીમાં ડોક્ટરો એ મુનીરાની માંસપેશીઓનું ઓપરેશન કર્યુ. ત્યારબાદ તેમનાં સ્વાસ્થયમાં થોડો સુધાર આવ્યો.આ વચ્ચે એકવાર હોસ્પિટલોનાં એક રૂમમાં તેનો દિકરો ઉમર કંઈક વાતો કરી રહ્યો હતો. દિકરાનો અવાજ સાંભળીને માતા ભાનમાં આવી અને તેને ઓળખી લીધો. ત્યારબાદ તેની હાલત સુધરતી ગઈ અને હવે તે પોતાના પરિવાર અને નજીકનાં લોકોને ઓળખી શકે છે અને તેમના સાથે વાત કરી શકે છે.


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ