મૂંગી ગાંડી – એક સ્ત્રી જે બની ભોગ અમુક લોકોની હેવાનીયતનો, વાંચો લાગણીસભર વાર્તા…

આ એક એવી સ્ત્રીની વાત છે જે અસ્થિર મગજની અને બોલતી નથી પણ બધું ઈશારા થી સમજે અને રસ્તામાં જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય અને કપડાં પણ જે કોઈ આપે તો ઉપર છાપરી બધા એકસાથે પહેરી ફરે અને ખાવાનું પણ જ્યાં બધા લારી ગલ્લા હોય ત્યાં ઉભી રહે અને બધાને ઈશારા કરે એટલ કોઈને કોઈ જમવાનું આપે ..મૂંગી ગાંડી એનું નામ જમાના એ આપ્યું છે કોણ છે ક્યાંથી આવી છે કોઈને ખબર નથી.


મૂંગી જ્યાં ફરતી અને સાંજે સુઈ જતી એ જગ્યા હતી બ્રિજ નીચે ત્યાં કદાચ એ પોતાને સલામત સમજતી હશે એ જે બ્રિજ નીચે સૂતી તેની સામે થોડેક દૂર ઝૂંપડ પટ્ટી હતી જ્યાં થોડા લોકો ઝુંપડા બાંધી રહેતા હતા મૂંગી ને આજુ બાજુ વાળા બધા ઓળખે એ ફરતી ના દેખાય તો ત્યાંના લોકોને એમ થતું ક્યાં ગઈ??? આજે સવારથી દેખાતી નથી!!!અને ખાસ બહેનો એની ચિંતા કરે બિચારી ક્યાંથી આવી છે ??? કોણ મૂકી ગયું છે કશી ખબર નથી પણ મૂંગી મસ્તી થી ફરતી અને એક દિવસ મારી ફિલ્ડ વિઝીટ હતી એજ બ્રિજ નીચે જ્યાં મારી બાલવાડી ચાલે હું ત્યાં વિઝીટ માં ગઈ એટલે મેં એને જોઈ અને મેં મારી સહ કર્મચારી ને કહ્યું આ કોણ છે અને આવી કેમ ફરે છે ત્યાંજ મારા બાલવાડી વાળા બેન બોલ્યા કે મેડમ એ મૂંગી ગાંડી છે અને ખબર નહીં ક્યાંથી આવી છે પણ અહીજ પડી રહી છે એ બોલતી નથી એટલે બધાએ મૂંગી ગાડી કહે છે.


મેં કહ્યું આપડે એને નારી સંરક્ષણ ગૃહ માં મોકલી આપીએ અને એને સુરક્ષિત જગ્યાએ મોકલી આપીએ આ મૂંગી દેખાવમાં પણ સારી છે અને બોલી નથી શકતી એટલે આપણે એને કાલે મોકલી આપીશું હું આજે બધી તપાસ કરી લાવું છુ અને હું ત્યાંથી વિઝીટ પતાવી ઓફિસ ગઈ પણ મને પેલી મુંગી ગાંડી જ દેખાય આટલી રૂપાળી કેવીરીતે શુ મજબૂરી હશે કે એને આવું ભટકવું પડે છે અને એનો કોઈ દૂર ઉપયોગ કરશે તો ??? અને એ બધા વિચારોએ મને ઘરે પણ ઊંઘવા ના દીધી અને બીજા દિવસે હું પાછી મારી આંગણવાડીમાં ગઈ તો મને મૂંગી ત્યાં ક્યાંય ના દેખાય એટલે મેં મારા બેનને પૂછ્યું મૂંગી ક્યાં ગઈ અને તરતજ પેલી બેન બોલી બેન જે વાતનો ડર હતો એજ થયું !!!!એટલે મને ધરસ્કો પડ્યો!!!!શુ થયું અને એને કીધું મેડમ કાલે રાતે 3 ચાર પુરુષો દારૂડિયા આવ્યતા અને રાતના લગભગ બે વાગે મૂંગી ને ઉચકી લઇ ગયા છે કોણ છે એ ખબર નથી પણ મૂંગી ના ઘરના તો ન જ હોય નહીતો એને આવી ઉઠાવીને રિક્ષામાં નાખી ના લઈ જાય અને હું એની ચિંતા કરવા લાગી શુ થયું હશે???


હું મારી ઓફિસ માં આવી અને એ વાત ભૂલવાનો પ્રયત્ન કરવા લાગી અને ધીરે ધીરે હું ભૂલી પણ ગઈ પણ એ વાત ભૂલતા મને 6 મહિના થયા અને એક દિવસ અચાનક મારા આંગણવાડી વાર બેનનો ફોન આવ્યો બેન પેલી મૂંગી ગાંડી પાછી આવી અને જેવા બધા પુરુષોને જોવે છે તેવા પથ્થર મારે છે અને એને મહિના છે અને કોઈને પણ નજીક આવવા દેતી નથી અને હું બીજે દિવસે એને જોવા ગઈ ઘરેથી કપડાં અને એક ગોદડી લઇ ગઈ અને જેવી તેની નજીક ગઈ ત્યાંજ એ પથ્થર મૂકી મને જોઈ રહી અને કપડાં લઇ લીધા અને ગોદડી લઈ તેની ઉપર બેસી ગઈ.


હું એના વિશે વિચારું ત્યારે એવું થાય શુ સ્ત્રી હજુ પણ આવી લાચાર છે એને પુરા મહિના જતા હતા અને કશી ખબર પડતી નથી આ કોનું બાળક પેટમાં છે એને એટલી ખબર છે આ પુરુષ કરે આવું એટલે પુરુષ ને જોવે ત્યારથી પથ્થર મારે છે શું એને એટલી તો ખબર પડી ને કે પુરુષ મને હેરાન કરે છે અને એક દિવસ આખો દિવસ બ્રિજ નીચે સુઈ રહી અને રડતી હતી કદાચ એને દુખાવો ઉપડ્યો હોય અને ડિલિવરી થવાની હશે અને આજુ બાજુ વાળા એ એ નોંધ કરી કે એ રડે છે પણ હવે કોઈ મદદે આવતું નથી અને સામેના ઝુંપડા માંથી એક બાને એની દયા આવે છે અને બા તેની મદદ કરવા જાય છે અને મૂંગી ને ખરેખર દર્દ ઉપડુંયુ છે.


બા બીજા બેંનોને બોલાવી લાવે છે અને એની ડિલિવરી કરાવે છે અને મૂંગી ને દીકરો થાય છે અને જેવો દીકરાનો રડવાનો અવાજ આવે છે એવીજ એ બધું દર્દ ભૂલી હસવા માંડે છે અને બાળક ને છાતીએ લપેટી એને જોયાજ કરે છે કદાચ એ ભલે અસ્થિર મગજની હતી પણ એટલી તો ખબર પડતી હશે કે હું માં બની છું અને આ બાળક મારુ છે ઝુંપડા માંથી એક બે બહેનો એને જમવાનું આપી જાય છે અને બધાને એજ ચિંતા છે કે આ બાળકને કેમનું મોટું કરશે કોનું પાપ હશે ??? જયારે તમે આ બાળકને પાપ ગણો છો તો તમે એ પુરુષોને કેમ દોષ નથી આપતા કે જે આને માટે જવાબદાર હોય છે


શુ પુરુષ નશાની હાલત મા પોતાની હવસ શંતોષવા કોઈ અસ્થિર મગજની સ્ત્રી નો ઉપયોગ કરે એ કેટલી શરમ જનક વાત કહેવાય !!!! શુ આ પાપ નથી????અને આજુ બાજુ વાળા પોલીસ ને જાણ કરે છે અને પોલિસ આવે છે અને મૂંગી ગાડી અને એના છોકરાને પોલિસ વાન માં બેસાડી લઇ જાય છે અને પોલીસ એને નારી સંરક્ષણ ગૃહ માં મોકલી આપે છે ..મને મૂંગી ને જોઈ એકજ વિચાર આવે છે સ્ત્રી જ્યારે માં બને છે ત્યારે એનામાં માતૃત્વ જાગ્રત થાય છે અને એ ગાંડી હોય તો પણ પોતાના બાળકને ઓળખવા ભૂલ કયારેય ના કરે અને મૂંગી બ્રિજ નીચેથી કાયમ માટે જતી રહી.

લેખક : નયના નરેશ પટેલ

ખરેખર આપણા ગામ અને શહેરમાં આવી કેટલીય ગાંડી મૂંગી સ્ત્રીઓ હશે જેમની સાથે આવું થયું હશે… આપના પ્રતિભાવ કોમેન્ટમાં જણાવો, દરરોજ અવનવી વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.