જલ્સા કરોને જેંતીલાલ

મુંબેઈની ફાઈવ સ્ટાર હોટેલ તાજ મહેલ પેલેસની ચાના એક કપની કીંમત જાણી તમે ચા પીવાનું ભુલી જશો

દેશવિદેશમાં ગુજરાતી ટુરીસ્ટનું પ્રમાણ વર્ષે-વર્ષે વધતું જઈ રહ્યું છે. આપણે આજે નાનકડો એવો બે દિવસનો વિકેન્ડ પણ મળી જાય તો તરત જ ક્યાંક બે દિવસના પ્રવાસનો કાર્યક્રમ ગોઠવી નાખતા હોઈએ છીએ. અને વેકેશનની તો વાત જ શું કરવી. ગુજરાતનો મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ આજે એટલો સદ્ધર થઈ ગયો છે કે હવે નાની-નાની વિદેશી ટુઅર પણ કરવા લાગ્યો છે.


તમે પણ અવારનવાર તમારા પરિવાર તેમજ મિત્રો સાથે સુંદર મજાના સ્થળોએ ફરવા જતા હશો અને રાત્રી રોકાણ પણ કરતા હશો. હોટેલ ઘણા પ્રકારની હોય છે. દરેક વ્યક્તિની આર્થિક સદ્ધરતા પ્રમાણે આજે પ્રવાસીઓ માટે હોટેલ ઉપલબ્ધ હોય છે. જો તમે લિમિટેડ બજેટમાં પ્રવાસ કરતા હોવ તો તમારા માટે ધર્મશાળા, ડોર્મેટરી કે પછી નાની હોટલો અવેલેબલ હોય છે અને તમે જો લક્ઝરીયસલી રહેવા માગતા હોવ તો તે પ્રમાણેની હોટેલ પણ અવેલેબલ હોય છે.


આ હોટેલમાં કુલ 560 ઓરડા છે અને 44 સ્યુટ્સ છે. આ ઉપરાંત હોટેલનો સ્ટાફ જ 1600 માણસોનો છે. જે 24 કલાક ખડા પગે તમારી સેવા માટે ઉપલબ્ધ રહે છે.

ભારતની મોંઘામાં મોંઘી હોટેલમાં મુંબઈની હોટેલ તાજ મહેલ પેલેસ નો સમાવેશ થાય છે. અહીં તમારી પાસે એક રાત્રીના રોકાણ માટે લાખો રૂપિયા વસુલવામાં આવે છે જો કે તમને તે પ્રમાણેની સુવિધાઓ પણ મળે છે. મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા ખાતેની આ હોટેલ તાજ મહેલ પેલેસ જાણે મુંબઈના કોઈ મોન્યુમેન્ટથી ઓછી નથી. તે જેટલી બહારથી ભવ્ય છે તેટલી જ અંદરથી પણ ભવ્ય છે.


જો તમારે આ હોટેલમાં એક રાતનું રોકાણ કરવું હોય તો તે માટે તમારે 6 લાખ રૂપિયાની ચૂકવણી કરવી પડશે. હા, તેના માટે તમારે ચોક્કસ કરોડપતિ તો હોવું જ જોઈએ. અહીં તો 6 લાખમાં તો હોમલોનના દસ ટકા હપ્તા ભરાઈ જાય. માટે આપણા માટે તો જાણકારી જ પુરતી છે. રોકાવાની તો વાત જ નથી આવતી. આ ઉપરાંત અહીં જો તમારે ચા પીવી હોય તો તમારે એક કપના ઓછામાં ઓછા 700 રૂપિયા ખર્ચવા પડશે.


દીલ્લી ભલે ભારતની રાજધાની હોય પણ આર્થિક રાજધાની તો મુંબઈ જ છે. આજે મુંબઈમાં અબજો રૂપિયાના વ્યવહારો થાય છે. દેશ-વિદેશથી લોકો અહીં ધંધાઅર્થે આવે છે તો વળી કેટલાક ફરવા આવતા હોય છે. અહીં દેશ વિદેશની પ્રખ્યાત સેલિબ્રિટી રાત્રી રોકાણ કરે છે.

અહી મહમ્મદ અલી જીણાની બીજી પત્ની રતનબાઈ પેતીત 1929 દરમિયાન પોતાના છેલ્લા દિવસો રહ્યા હતા. આ ઉપરાંત અહીં યુ.એસ હોમ સેક્રેટરી હિલેરી ક્લીન્ટન અને યુ.એસ પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ પણ રોકાણ કર્યું હતું.


આ હોટેલમાં રવિ શંકરજીએ 1968માં જ્યોર્જ હેરીસનને સિતાર શિખવ્યું હતું. આ ઉપરાંત અહીં જ્યોર્ડ બરનાર્ડ શો, પ્રિન્સ ચાર્લ્સ, બ્રેડ પિટ્ટ, એન્જેલિના જોલી, માર્ગારેટ થેચર પણ રોકાયા હતા. આવા મોંઘેરા મહેમાનોના નામ વાંચી હવે તો તમને આશ્ચર્ય નહીં થાય અહીંના રૂમનું ભાડું જાણીને કે પછી ચાના કપનો ભાવ જાણીને. આ હોટેલ માત્ર ચાર જ કલાકની નોટીસ પર એક પ્રાઇવેટ જેટ પણ બુક કરાવી આપે છે અને લક્ઝરી યાટ પણ.


આ હોટેલને જ્યારે પહેલીવાર 1903માં ખુલી મુકવામાં આવી ત્યારે આ ભારતની એવી પ્રથમ હોટેલ હતી જ્યાં ઇલેક્ટ્રીસીટી, અમેરિકન ફેન, જર્મન રેસ્ટોરન્ટ અને ભારતનું પહેલું ડીસ્કોથેક હતું. હોટેલ જ્યારે ખુલ્લી મુકવામાં આવી તે વખતે તે પંખા અને એટેચ બાથરૂમ સાથેના ઓરડાના એક દિવસના 13 રૂપિયા ચાર્જ કરતી હતી. પ્રથમ વિશ્વ યુદ્ધમાં આ હોટેલને હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવી અને અહીં લગભગ 600 પથારીઓ રાખવામાં આવી હતી.


2008ના મુંબઈ એટેકમાં તાજ મહેલ હોટેલને પણ શિકાર બનાવવામાં આવી હતી. આ હૂમલામાં 167 લોકો માર્યા ગયા હતા જેમાં ઘણા બધા વિદેશીઓ હતા. આ હૂમલો ત્રણ દિવસ ચાલ્યો હતો. આ હૂમલો થયો તે વખતે લગભગ 450 લોકો તે હોટેલમાં રોકાયા હતા અને સ્ટાફ તો અલગ. અને તેમ છતાં થોડા જ મહિનાઓમાં ફરી હોટેલ બેઠી થઈ ગઈ. અને ત્યાર બાદ 2009માં જ બરાક ઓબામા અને હિલેરી ક્લીન્ટને અહીં રોકારણ કરીને આતંકવાદીઓને આડકતરે મેસેજ આપ્યો હતો કે હોટેલ પહેલા જેટલી જ સુરક્ષિત છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version