ગ્રિડ ફેલ થવાને કારણે મુંબઈ, થાણે, પનવેલ સહિતના અનેક વિસ્તારોમાં લાઇટ ગુલ, ટાટાનો વીજપુરવઠો ફેલ

ભારતના સામાન્ય ગામડાઓમાં દિવસમાં બે-ત્રણ વાર વીજળી ડૂલ થવી ઘણું સામાન્ય છે પણ જ્યારે મોટા શહેરોમાં આવી ઘટના ઘટે ત્યારે તે મોટી ઘટના ગણી શકાય.

image source

તાજેતરમાં મુંબઈમાં ગ્રિડ ફેલ થવાથી આખા મુંબઈ રિજન એટલે કે મુંબઈ, પનવેલ, નવી મુંબઈ તેમજ થાણે વિસ્તારમાં આવેલા ઘણા બધા વિસ્તારોમાં વિજળી ડૂલ થઈ ગઈ છે, અને તેની પાછળ ટાટાનો વિજપૂરઠો જવબાદાર હોવાનુ ગણવામાં આવી રહ્યું છે. બીજી બાજુ વિજળી પાછી ક્યારે નિયમિત થશે તે વિષે પણ કોઈ જ માહિતી આપવામા આવી નથી. આ વાતની પુષ્ટિ બૃહદ મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાઇ એન્ડ ટ્રાન્સપોર્ટના પ્રવકત્તાએ કરી છે, તેમણે જણાવ્યું કે ગ્રિડમાં સમસ્યા સર્જાતા શહેરમાં વીજપુરઠો ઠપ્પ થયો છે.

બેસ્ટ ઇલેક્ટ્રિસીટીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી નિવેદન આપ્યું છે કે ટાટા ઇલેક્ટ્રીક સપ્લાય ફેલ્યોરથી મુંબઈમાં વીજપુરવઠો ખોરવાયો છે. જેના માટે ખેદ છે. જોકે આ ઉપરાંત વીજળી ક્યારે પાછી આવશે તે બાબતે બેસ્ટ દ્વારા કોઈ જ માહિતી આપવામાં નથી આવી. તમને જણાવી દઈએ કે મુંબઈના બાંદ્રા, માહિમ તેમજ કોલાબા વિસ્તારોમાં સવારના 10 વાગ્યાથી જ વીજળી નથી.

મળેલા અહેવાલ પ્રમાણે, 400 KVની લાઈનમાં કોઈક સમસ્યા સર્જાઈ છે. તેના કારણે MIDC, દહાનુ તેમજ પાલઘર વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો છે. આ સમસ્યાના કારણે મુંબઈની લોકટ્રેનને પણ અસર થઈ છે. સેન્ટ્રલ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી એટલે કે CPRO દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગ્રિડમાં ખામી સર્જાતા તેની અસર ઉપનગરીય ટ્રેનોની સેવા પર પણ પડી છે. માટે જ ચર્ચગેટ અને વસઈ વચ્ચેની લોકલ ટ્રેનોની સેવાઓ પણ ખોરવાઈ છે. ટ્રેન મુસાફરો અહીં ફસાઈ ગયા છે.

આ બાબતે નિવેદન આપતા મહારાષ્ટ્રના ઉર્જા મંત્રી નીતિશ રાઉતે જણાવ્યું છે કે મુંબઈ તેમજ તેની આસપાસના વિસ્તારોમાં વીજળીનો પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે કામ ચાલી રહ્યું છે. અને એકાદ કલાકમાં વીજ પુરવઠો પાછો રાબેતામુજબ થઈ જશે. જો કે તેની અસર નેશનલ સ્ટોક એક્સજચેન્જ પર નથી થઈ NSI એ પોતાના ટ્વીટર અકાઉટ પરથી જણાવ્યું હતું કે તેમના કામને કોઈ જ અસર નથી થઈ અને તેમનું કામ સામાન્ય રીતે ચાલી રહ્યું છે.

ભારતના સામાન્ય ગામડાઓમાં આવી રીતે વિજપુરવઠો ખોરવાવો સામાન્ય છે. ઘણીવાર ગામડાઓમાં કલાકોના કલાકો સુધી વિજળી ડૂલ રહે છે. તો વળી ઘણી જગ્યાઓએ તો કાયદેસર રીતે આખોને આખો દિવસ વિજળીનો પુરવઠો બંધ રાખવામા આવે છે. જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ