જલ્સા કરોને જેંતીલાલ

મુંબઈ ફેમસ પુરી ભાજી – હવે તમે પણ બનાવી શકશો ઘરે જ, શીખો સ્ટેપ બાય સ્ટેપ ફોટો સાથે…

હેલો ફ્રેન્ડઝ હું અલ્કા જોષી આજ એક એવી રેસીપી લાવી છું જે મુંબઈ ની એકદમ પ્રખ્યાત વાનગી છે.મુંબ્ઇ ની દરેક હોટલ મા અને ખાઉગલી મા આ પુરીભાજી મળે છે,ઘણી બધી જગ્યાએ જરૂરિયાત મંદ મહિલાઓ સવાર સવારમાં ઘરે થી આ પુરીભાજી બનાવી ને વેચે છે અને તેમનુ ગુજરાન ચલાવે છે, નોકરી કરતા ઘણા લોકો આ પુરીભાજી ખાઇ છે,

નાના મોટા દરેકને ભાવતી આઈટમ એટલે મુંબઈ સ્ટાઈલ પુરી ભાજી આપણા દરેક ગુજરાતી ઓ ના ઘરો મા પુરી અને બટાકા નુ શાક તો બનતુ જ હોય છે પણ એકવાર આ મુંબઈ નુ મહારાષ્ટ્રીયન સ્ટાઈલ ની બટાકા ની ભાજી બનાવશો તો આંગળા ચાટતા રહી જશો. મુંબઈ ના વડાપાવ જેટલી જ પ્રખ્યાત આ પુરીભાજી છે. તો ચાલો નોંધી લો સામગ્રી…

સામગ્રી —

500ગ્રામ બટાકા

3-4 લવીંગયા મરચા

8-10પાન મીઠો લીમડો

1ટીસ્પુન રાય

1-ટેબલસ્પુન અડદ ની દાળ

1/2હળદર

ચપટી હીંગ

સ્વાદ અનુસાર મીઠું

3-ટેબલ સ્પુન તેલ

ગારનીશ કરવા માટે —

લીલા કોપરા નુ ખમણ

કોથમીર

રીત —


1– સૌ પ્રથમ બટાકા ને પ્રેશરકુકર મા બાફી લો, ઠંડા પડે એટલે છાલ ઉતારી ને નાના નાના ટુકડાઓ કરી લો,સાથે સાથે લીલા મરચાં અને લીમડા ના પાન ને એકદમ બારિક સમારેલી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં રાય અને અડદ ની દાળ નાખો રાય તતડી જાય અને અડદ ની દાળ બદામી રંગ ની થઈ જાય એટલે તેમા લીલા મરચાં અને લીમડો નાખી સાથે ચપટી હીંગ અને હળદર નાખો


2– હળદર નાખી ને તુરંત જ સમારેલા બટાકા નાખીને સ્વાદ અનુસાર મીઠું નાખીને તેને બરાબર મિક્સ કરી લો 3-5 મિનિટ સુધી સાંતળી લો ગેસ ની ફ્લેમ ધીમી જ રાખવી. હવે મસાલો બરાબર ભળી જાય એટલે ગેસ બંધ કરી દો,

ત્યાર બાદ તેને લીલા કોપરા ના ખમણ અને કોથમીર થી ગારનીશ કરી ને ગરમા ગરમ પુરી સાથે પીરસી દો તમે લીંબુનો રસ પણ નાંખી શકો છો.

**આ ભાજી પીળા રંગની જ હોય છે તેમા લાલ મરચાંનો નો ઉપયોગ કરવામાં નથી આવતો તેથી તીખાશ માટે લવીંગયા મરચા નો ઉપયોગ કરવામાં આવે છે તેમ જો તીખુ ના ખાઈ શકતા હોય તો મોળા મરચાં પણ લઈ શકો છો

**જૈન લોકો બટાકા ની બદલે કાચા કેળા ની ભાજી બનાવી શકે છે

મે આ ભાજી મા કાંદા નથી નાંખ્યા પણ તમે નાખવા હોય તો નાખી શકો છો, કાંદા નાખવા હોય તો બટાકા નાખતા પહેલા કાંદા સાંતળો ત્યાર બાદ બટાકા નાખવાના.

**પુરી બનાવવાની રીત —

3-કપઘ્ઉ નો લોટ

2-ટેબલ સ્પુન તેલ

1 ટી સ્પૂન મીઠુ

લોટ બાંધવા માટે પાણી

તળવા માટે તેલ

રીત —


પાણી સિવાય ની બધી સામગ્રી મિક્સ કરીને ને તેમા થોડુ થોડુ પાણી ઉમેરીને કડક લોટ બાંધી લો, ત્યારબાદ તેના નાના નાના લુઆ તૈયાર કરી લો અને એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો અને સાઈડ પર નાની નાની પુરી વણી લો અને તેલ ગરમ થાય એટલે તેમાં તળી ને ટિશ્યૂ પેપર કાઢતા જાવ જેથી તેમા રહેલૂ તેલ નીકળી જાય, આવી રીતે બધી પૂરી તળી લેવી ને ગરમા ગરમ બટાકા ની ભાજી સાથે પીરસવી.

તો ચાલો આજ તમે બનાવો આ સ્વાદિષ્ટ મુંબઈ ફેમસ પુરી ભાજી અને હુ કરુ બીજી રેસીપી ની તૈયારી અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહી હો… બાય….

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)

Exit mobile version