મુંબઈના વિદ્યાર્થીઓએ ફ્લશિંગ વખતે પાણીના બગાડને રોકવા શોધી કાઢયો જોરદાર ઉપાય

કેટલીકવાર, કોઈ મોટામાં મોટી સમસ્યાનો ઉકેલ એકદમ સરળ હોય છે પણ આપણે એ શોધી નથી શકતા. દાખલા તરીકે, ઘરમાં પાણી કેવી રીતે બચાવું તેવો પ્રશ્ન થતો હશે. પણ પછી તમે એવું વિચારીને વિચારને પડતો મુકો છો અને આનું કઈ ના થાય અથવા આ પ્રશ્ન જ નકામો છે.

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે બચાવેલું પાણીનુ એક ટીપું પણ પાણી સાચવવાની પ્રક્રિયાને વધારે અને વધારે મજબુત કરતી શકે છે.? એવું સાંભળ્યું તો હશે જ ને કે ‘ટીપે ટીપે જ સરોવર ભરાય.’

ઉદાહરણ તરીકે, દરરોજ, વ્યક્તિગત રીતે, આપણે 5 થી 6 લિટર પાણી ઉપયોગ કરતા વધુ વાપરીએ છીએ. ટાઈમ્સ ઑફ ઈન્ડિયા દ્વારા જણાવાયું છે કે, દરેક ફ્લશ લગભગ દસ લિટર પાણી લે છે, પણ એજ કામ માત્ર 500 મિલિગ્રામમાં થઈ શકે છે.

મુંબઇના યુવાન વિદ્યાર્થીઓના એક ગ્રુપે પાણીનો બગાડ રોકવા માટેનો એક નવો ઉકેલ શોધ્યો જે શૌચાલયોમાં જોવા મળે છે. આ માટે તમારે ઘરમાં થોડા થોડા ફેરફાર કરવાનાં રહેશે અને બીજો એક પ્રોટોટાઈપ સેન્સર છે જે તમારા શૌચાલયને સ્થાપિત કરે છે.

ધ્રુવીય ઐય્યર, રોહન શેનેય, સિદક અરોરા, ચૈતન્ય રાઘવન, શામ્મીક કેળકર અને ધ્રુવા જૈન ટીમ લાઇવ વાયર બનાવે છે અને બધાને સલાહ આપે છે કે તમે તમારી ફ્લશ ટેંકમાં બે 500 મિલીની બોટલ ફિક્સ કરી દો. જેથી ફરી વખત ફ્લશ ટેંક પૂરે પૂરી ભરાશે નહીં અને જ્યારે તમે ફ્લશ કરશો ત્યારે તમને યોગ્ય માત્રાજ પાણી ફ્લશમાં વપરાશે. બસ, આજ હતું પાણીનો બગાડ રોકવા માટેનો સરળ ઉપાય.

તેમજ તમે વિચારો કે આ પદ્ધતિનો માત્ર એક જ મહિનામાં ઉપયોગ કરવામાં આવે તો તમે મહિનામાં કેટલું બધુ પાણી બચાવી શકો છો.

“Every flush saves” નામની ટેગલાઇનનો ઉપયોગ કરીને મુંબઈના છોકરાઓ એક સેન્સર વિકસાવી રહ્યા છે, જે પાણીની રકમનો એક અંદાજ કાઢશે કે કમોડમાં કેટલા પાણીનો નિકાલ કરવો …. અને તે એટલુ જ પાણી ફ્લશ કરશે.

ડીએનએ સાથે વાતચીત કરતા ધ્રુવે જણાવ્યું હતું કે, ફ્લશિંગ ઘરેલુ સ્તર પર મોટા પ્રમાણમાં પાણી બગાડે છે. અમારું લક્ષ્ય આ પ્રક્રિયામાં વેડફેલા પાણીને બચાવવા તરફ છે. સેન્સર, જો એ સેન્સર કોમોડમાં ફીટ થાય તો, પાણીની યોગ્ય માત્રામાં વપરાશ કરી શકાય છે. જો દરેક ભારતીય નાગરિક પોતાની ફરજ સમજીને આ પહેલને સાથ આપે તો ચોક્કસપણે પાણીનું સંરક્ષણ કરી શકાય છે અને લાંબા ગાળે પર્યાવરણને પણ લાભ થશે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી