24 કલાક ધમધમતુ મુંબઇ આજે બની ગયુ છે સાવ શાંત, જોઇ લો ડ્રોન વ્યુનો આ સુંદર નજારો

ધમણની જેમ અવિરત – નોનસ્ટોપ ચાલતું મુંબઈ આજે નીરાતનો શ્વાસ લઈ રહ્યું છે – જુઓ લોકડાઉન થયેલા મુંબઈનો સુંદર ડ્રોન વ્યૂ

image source

મુંબઈને દેશનો કોઈ પણ નાગરીક ભલે તે મુંબઈમાં ન રહેતો હોય તો પણ, તે એ સારી રીતે જાણતો હશે કે મુંબઈ એક દીવસરાત ચોવીસે કલાક ધમધોકાર જરા પણ નિરાંત લીધા વગર ચાલુ રહેતું મહાનગર છે. પણ હાલ સમગ્ર દેશમાં કોરોના વાયસના ચેપને ફેલાતો અટકાવવા માટે લોકડાઉન ચાલી રહ્યું છે.

ચોક્કસ તેનાથી ધંધારોજગારને કરોડોનું નુકસાન પહોંચી રહ્યું છે પણ મુંબઈ જેવા મોટા શહેરને નીરાંતનો દમ લેવાનો અવસર મળ્યો છે. નિષ્ણાતોનું તો એવું પણ કહેવું છે કે કોવિડ – 19થી માનવજાતીને અપાર નુકસાન થયું છે પણ બીજીબાજુ ધરતી માતાના વર્ષો જૂના ઘા રુઝાઈ રહ્યા છે. મુંબઈમાં પણ તેવું જ કંઈક થઈ રહ્યું છે. પ્રદૂષણ સાવ જ નહીંવત છે અને આકાશ એકદમ ચોખ્ખું છે. મુંબઈગરાઓએ આવું મુંબઈ ક્યારેય નહીં જોયું હોય.

image source

આ મહાનગરીના રહેવાસીઓને અત્યાર સુધી માત્ર ટ્રાફીકના અવાજો, માણસોના અવાજો, ટ્રેન તેમજ બસો અને ટ્કસીના અવાજો સંભળાઈ રહ્યા હતા તેમને આજે મુંબઈની ખરી કૂદરતોના પણ અવાજો સંભળાઈ રહ્યા છે. આજે લોકોના અપાર્ટમેન્ટ્સમાં આંગણામાં આવેલા વૃક્ષોમાં ચકલીઓ, કબૂતરો તેમજ પોપટનો કલબલાટ સાંભળવા મળ્યો છે. મુંબઈના કીનારે ક્યારેય નહીં જોવા મળતી ડોલ્ફીન માછલીઓ રમત કરતી જોવા મળી રહી છે. અત્યાર સુધી મુંબઈ પ્રદૂષણયુક્ત શ્વાસ લઈ રહ્યું છે અને હાલ મુંબઈ સ્વચ્છ કુદરતી શ્વાસ લઈ રહ્યું છે. તો ચાલો જોઈએ મુંબઈના ક્યારેય નહીં જોયેલા આ નઝારાને વિડિયો દ્વારા.

image source

આ વિડિયો યુ ટ્યૂબ ચેનલ મુંબઈ લાઈવ પરથી શેર કરવામાં આવ્યો છે. લોકોને મુંબઈનું આ નવું જ સ્વરૂપ ખૂબ ગમી રહ્યું છે. આ વિડિયોને ડ્રોનથી લેવામાં આવ્યો છે. વિડિયોમાં તમે જોશો કે થોડા દિવસો પહેલાં જે ચાર રસ્તાઓ, જે ટ્રાફીક સિગ્નલો વાહનો તેમજ માણસોથી ઉભરાતા હતા તે આજે સાવ જ નિર્જન દેખાઈ રહ્યા છે. જો કે આ વિડિયો જોતાં તમને ઉદાસી તો નહીં જ વર્તાય પણ એક શાંતિ એક સ્વસ્થ શાંતિ અનુભવાશે.

વિડિયોની શરૂઆત થાય છે. મુંબઈના સદાયે ધમધમતા રહેતા ચર્ચગેટ સ્ટેશનથી. જે આજે સાવજ શાંત છે. ત્યાર બાદ ફ્લોરા ફાઉન્ટેન બતાવવામાં આવ્યું છે. ગણીને ત્રણ-ચાર ગાડીઓ ત્યાંથી પસાર થઈ રહી છે અને એકલ દોકલ માણસો રસ્તા પર જોઈ શકાય છે.

ત્યાર બાદ બતાવવામાં આવ્યું છે સિદ્ધિવિનાયક મંદીર. તમને ખ્યાલ જ હશે કે સમગ્ર ભારતમાં મોટા મોટા મંદીઓને ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા છે જોકે નિયત પુજારી દ્વારા ત્યાં નીયમીત આરતી તેમજ પુજા યથાવત છે. સિદ્ધિવિનાયક મંદીરમાં માત્ર મુંબઈથી જ નહીં પણ સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી લોકો દર્શનાર્થે હજારોની સંખ્યામાં ઉપટી પડે છે. હાલ અહીં પણ શાંતિ છવાયેલી છે.

ત્યારબાદ બતાવવામાં આવ્યું છે શિવસેના ભવન, ત્યાર બાદ તિલક બ્રીજ બતાવવામાં આવ્યો છે. સામાન્ય દિવસોમાં આ બ્રીજ નીચેથી દર મિનિટે મુંબઈની જીવાદોરી સમાન લોકલ ટ્રેન પસાર થતી રહે છે ત્યાં આજે કોઈ જ હલચલ નથી. ત્યાર બાદ બતાવવામાં આવ્યું છે દાદરનું ટીટી સર્કલ ત્યાર બાદ બાન્દ્રાનો ફૂટબ્રીજ તમે જોઈ શકો છો. મુંબઈનો આ રિક્લેમેશન એરિયા પણ વેરાન જોઈ શકાય છે.

image source

ત્યાર બાદ જે.જે ફ્લાય ઓવરનો વિસ્તાર બતાવવામાં આવ્યો છે. ઢગલા બંધ બહુમાળી ઇમારતો તમે જોઈ શકો છો ઘરમાં કરોડો લોકો પુરાઈ રહ્યા છે પણ રસ્તા પર એક પણ નથી જોઈ શકાતા. ત્યાર બાદ કમીશ્નરની કચેરી, કીંગ્સ સર્કલ ફ્લાય ઓવર, અને ત્યાર બાદ જ્યાં મુંબઈગરાઓ સાંજની મજા માણવા જાય છે. ચોમાસામાં ઉછળતા મોજાઓની છાલકો લેવા જાય છે તે મરીન ડ્રાઈવ એરિયા પણ તમે જોઈ શકો છો. અહીં પણ સૂનકાર છે. ત્યાર બાદ ગીરગામની ચોપાટી, શિવાજી પાર્ક,દાદર સ્ટેશન બતાવવામાં આવ્યા છે.

image source

અને છેલ્લે તમે મુંબઈની સ્કાઇલાઇન જોઈ શકો છો, બહુમાળી ઇમારતો અને ડૂબતો સૂરજ. સીલીંક બ્રીજનું સૌંદર્ય પણ જાણે ખીલી ઉઠ્યું છે. બ્રીજ પરથી એકલદોકલ કાર પસાર થઈ રહી છે. નીચે મોજાં ઉછળી રહ્યા છે. અને છેવટે સુરજ આથમી જાય છે અને જગમગતું મુંબઈ દૂર દૂર સુધી ફેલાયેલું જોઈ શકાય છે.

image source

આ વિડિયો નેટીઝન્સને ખૂબ પસંદ આવ્યો છે. 19 લાખ લોકોએ આ વિડિયો અત્યાર સુધીમાં જોઈ લીધો છે. અને હજારો લોકોએ તેને લાઇક કર્યો છે. તમને પણ આ વિડિયો વારંવાર જોવાનું મન થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ