“મલ્ટીગ્રેઇન મેથી તિલ વડા” – સવારે નાસ્તામાં બનાવો ટેસ્ટી અને હેલ્ધી વડા…

“મલ્ટીગ્રેઇન મેથી તિલ વડા”

સામ્રગી..

1કપ.બાજરી ના લોટ,
1/4કપમકઇ ના લોટ,
1/4 કપ ઘંઉ ના લોટ,
1/4 કપ જવાર ના લોટ,
1/4 કપ રાગી ના લોટ,
1કપ મેથી ની ભાજી,
1 ચમચી આદુ મરચા ની પેસ્ટ,
1 કપ દહી,
1 કપ ગોળ,
1/2 ચમચી ફૂટ સાલ્ટ,
મીઠુ.સ્વાદ પ્રમાળે,
તેલ.મોયન, તળવા માટે,

રીત…

બધા લોટ મિક્સ કરી મેથી ની ભાજી ,આદુ મરચા ની પેસ્ટ, દહી,ગોળ, તેલ, મીઠુ નાંખી લોટ બાંધી લો ,1/2 કલાક રેસ્ટ આપી નાના નાના ગોલા વાળી તલ માં રગડોરી હથેલી પર થેપી વડા ના શેપ આપી ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન તળી લો. ..તૈયાર છે મલ્ટી ગ્રેઇન મેથી તલ વડા .
નોંધ..ઠંડા કરી 3,4 દિવસ સ્ટોર કરી શકાય
ચાય ,કાફી સાથે નાસ્તા માં લઇ શકાય.
લંચબાક્સ માં બાલકો ને આપી શકાય..

રસોઇ ની રાણી – સરોજ શાહ …આણંદ

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી