મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલી કાર વિશે મોટો ઘટસ્ફોટ, અંબાણીના કાફલા સાથે નંબર પ્લેટ મેચ થતાં હાહાકાર મચ્યો

ગઈકાલે એક સમાચાર આગની જેમ વહેતા થયા હતા કે મુકેશ અંબાણીના ઘરની બહાર શંકાસ્પદ કાર મળી આવી હતી અને આ મળેલી શંકાસ્પદ કારના સમાચાર ફેલાવાના કારણે મુંબઈ પોલીસ અને સુરક્ષા એજન્સીઓના પણ હોશ ઉડાડી દીધા છે કારણ કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના આલીશાન બહુમાળી બંગ્લા એન્ટિલાની બહાર શંકાસ્પદ કાર અને 20 જિલેટિનની સ્ટીક મળતા હડકંપ મચી જવા પામ્યો હતો. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો મુંબઈ પોલીસની સાથે સાથે એટીએમની ટીમ, ડોગ સ્ક્વોર્ડ અને એન્ટી બોમ્બ સ્ક્વોર્ડ પણ સ્થળ પર પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

image soucre

હાલમાં તમામ એજન્સી કારની તપાસ કરી રહી છે. આ સાથે જ થોડા ઘણાં અંશે સફળતા પણ મળી છે અને આ દરમિયાન શંકાસ્પદ એસયૂવી કારમાંથી જિલેટિનની સ્ટિક ઉપરાંત કેટલીક નંબર પ્લેટ મળી આવી છે. જેને લઈને તપાસ એજન્સીએ ચિંતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર ગામદેવી પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. તમામ એજન્સીઓની ટીમ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે શંકાસ્પદ કારમાંથી જિલેટિનની સાથે કેટલીક નંબર પ્લેટ મંળી હતી.

image soucre

પણ આ બધાની વચ્ચે સૌથી હેરાન કરનારી વાત એ છે કે તપાસ અધિકારી ત્યારે હેરાન થઈ ગયા જ્યારે ખબર પડી કે કારમાંથી મળેલી કેટલીક નંબર પ્લેટ પર રહેલા નંબર મુકેશ અંબાણીના કાફલાની કાર સાથે મેચ થાય છે. હવે પોલીસ અને એટીએસ આ મામલાની આતંકી એંગલથી તપાસ કરી રહી છે. કારણ કે જો કાફલામાં જ સામેલ હોય કો આ કારનો ઉદેશ્ય કંઈક મોટો હોઈ શકે છે. આ સિવાય વાત કરીએ તો અધિકારીઓને મળેલી જાણકારીઓથી ખુલાસો થયો છે કે બુધવારે રાતે 1 વાગે લગભગ સ્કોર્પિયો કાર ત્યાં ઉભી હતી. ત્યાં બીજા 2 વાહનો પર પણ જોવા મળ્યા હતા. જેમાં સ્કોર્પિયો અને એક ઈનોવા પણ હતા. સ્કોર્પિયો કારના ડ્રાઈવર તેને ત્યાં છોડીને જતો રહ્યો હતો. શંકાસ્પદ કારની સૂચના અંબાણીના ઘરે સુરક્ષામાં તૈનાત કર્મીઓએ સ્થાનીક પોલીસને આપી હતી.

image soucre

જેવી જ આ ખબર વાયરલ થઈ કે તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી. અને તેમણે એટીએમની ટીમ, ડોગ સ્ક્વોર્ડ અને એન્ટી બોમ્બ સ્ક્વોર્ડન પણ બોલાવી લીધી. મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યું કે મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર પાસે જિલેટિન સહિત એક કાર મળી છે. આ ઘટના બાદ મુકેશ અંબાણીના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમજ ત્યાં મુંબઈ પોલીસની સાથે સાથે કમાન્ડોઝ પણ તૈનાત કરવામાં આવ્યા છે.

image source

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ ટીમ પણ આ કેસમાં તપાસ કરી રહી છે અને નંબર મેચ પછી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આની પાછળ કોઈ આતંકી ષડયંત્ર તો નથી ને. પરંતુ હાલમાં ચારેકોર હાહાકાર મચી ગયો છે અને લોકોમાં પણ ડરનો માહોલ છે કે આખરે આ કારમાં શું હોઈ શકે છે, જો કે સાચી માહિતી તો સમય આવ્યો જ જાણવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ