ધનાઢ્ય મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી થઇ ગયા છે પાયમાલ, જાતે જ કરી આવી વાતોની કબૂલાત..

એક સમયે દેશના ટોચના ઉદ્યોગપતિઓમાં ગણાતા અનિલ અંબાણીની આર્થિક સ્થિતિ એવી બની ગઈ છે કે પોતાના વકીલોની ફી ભરવા માટે દાગીના વેચવા પડી રહ્યા છે. તેમનો ખર્ચ પણ ઘણો ઓછો છે અને તે પત્ની અને પરિવાર ઉઠાવે છે. અત્યારે આવકનો કોઈ સ્ત્રોત નથી. દેવાના બોજા હેઠળ ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ પોતે યુકેની કોર્ટમાં આ વાત સ્વીકારી હતી. તેમણે કોર્ટને કહ્યું કે તેઓ સાદગીભર્યું જીવન જીવી રહ્યા છે અને તેઓ એક જ કારનો માત્ર ઉપયોગ કરે છે.

image source

આ 3 બેંકો પાસેથી લીધી હતી મોટી રકમ

ફેબ્રુઆરી 2012માં રિલાયન્સ કોમે 3 ચાઈના બેંક પાસેથી 700 મિલિયન ડોલરથી પણ વધારેની લોન લીધી હતી. તેની પર્સનલ ગેરેંટી અનિલ અંબાણીની હતી. કંપની દેવાદાર બની છે ત્યારે બેંકોએ વ્યાજની સાથે રકમ ચૂકવવા માટે કેસ કર્યો છે. લોન માંગનારામાં ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કર્મશિયલ બેંક ઓફ ચાઈના લિમિટેડ, ચાઈના ડેવલપમેન્ટ બેંક અને એક્ઝિમ બેંક ઓફ ચાઈનાનો સમાવેશ થાય છે.

image source

છ મહિનામાં 9.9 કરોડ રૂપિયાના દાગીના વેચ્યા: અંબાણી

અનિલ અંબાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે જાન્યુઆરીથી જૂન વચ્ચે તેમણે 9.9 કરોડ રૂપિયાના ઝવેરાત વેચ્યા હતા અને હવે તેમની પાસે એવું કંઈ બાકી નથી. જ્યારે લક્ઝરી કારોના કાફલા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, ‘આ બધી અફવાઓ મીડિયામાં આવી રહી છે. મારી પાસે ક્યારેય રોલ્સ રોયસ નહોતી. અત્યારે હું એક જ કારનો ઉપયોગ કરી રહ્યો છું.યૂકેની કોર્ટમાં અનિલ અંબાણીએ સ્વીકાર્યું કે તેઓ પાયમાલ થઈ ચૂક્યા છે. તેમની સંપત્તિને લઈને પણ તેમને ખુલાસો કર્યો અને સાથે જ કહ્યું કે અત્યારે હું ઘરેણાં વેચીને વકીલોની ફી ભરી રહ્યો છું. હું સાધારણ જીવન જીવવા મજબૂર છું.

image source

અંબાણીએ કોર્ટના આદેશ પર પોતાની સ્થિતિ જણાવી

આ હુકમ અંગે અંબાણીએ કહ્યું હતું કે તેમણે રિલાયન્સ ઇનોવેશન્સને 5 અબજ રૂપિયાની લોન આપી છે. તેમણે કહ્યું કે રિલાયન્સ ઇનોવેશનમાં 1.20 કરોડ ઇક્વિટી શેરની કોઈ કિંમત નથી. અંબાણીએ કોર્ટને જણાવ્યું હતું કે તેમના પરિવારિક ટ્રસ્ટ સહિત દુનિયાભરના કોઇપણ ટ્રસ્ટમાં તેમનું કોઇ આર્થિક હિત નથી.

image source

સુનાવણી બાદ બંને પક્ષોએ નિવેદનો રજૂ કર્યા હતા

કોર્ટમાં આ સુનાવણી પછી અનિલ અંબાણીના પ્રવક્તા દ્વારા રજૂ કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે હંમેશાં સામાન્ય જીવન જીવવામાં માને છે. આ દરમિયાન ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઇના, એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ બેન્ક ઓફ ચાઇના અને ચાઇના ડેવલપમેન્ટ બેન્કે પણ નિવેદન રજૂ કરીને કહ્યું કે તેઓ અંબાણીની વિરૂદ્ધ બાકી તમામ કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ