આકાશ અંબાણીની પ્રી-એંગ્જમેન્ટ પાર્ટીમાં નીતા અંબાણીએ લગાવ્યા ઠૂમકા, જોવા મળ્યો બોલિવૂ઼ડ સ્ટાર્સનો જમાવડો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીનો દીકરો આકાશ અંબાણીની પ્રી-એંગ્જમેન્ટ પાર્ટીનું આયોજન ગુરુવારે રાતે મુંબઈમાં આવેલા તેમના ઘેર એન્ટિલિયામાં કરવામાં આવ્યું હતું. આકાશ અંબાણી અને શ્લોકા મહેતા આ સેલિબ્રેશનને યાદગાર બનાવા માટે બોલિવૂડનાં સ્ટાર્સ પર પહોંચ્યા હતા. જેના કેટલાંક ફોટો અને વીડિયો વાયરલ થયા છે. તેમજ આ સેલિબ્રેશન દરમિયાન નીતા અંબાણીનો એક ખાસ વીડિયો વાયરલ થયો છે તે પાર્ટીમાં ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી.

નીતા અંબાણી આ પ્રી-એંગ્જમેન્ટ પાર્ટીમાં લાલ કલરની સાડીમાં જોવા મળી હતી. તેમજ હેવી જ્વેલરી અને નથની પહેરી હતી જેમાં તેઓ સુંદર દેખાતા હતા. 54 વર્ષની નીતા આ લુકમાં સારી દેખાતી હતી.

No one can match her awesomeness!! The best!! #NitaAmbani

A post shared by Nita Ambani (@nitamambani) on

પાર્ટીના એક ખાસ વીડિયોમાં નીતા ફિલ્મ કાઈ પો છે ના ગીત શુભારંભ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

તેમજ પાર્ટીનાં અન્ય એક વીડિયોમાં નીતાની દીકરી ઈશા અંબાણી ભાઈ આકાશ અંબાણી અને થનારી ભાભી શ્લોકા મહેતાની સાથે ગુજરાતી પરંપરા મુબજ તમામ વિધી કરતી હતી.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો મોટો દીકરો આકાશ અંબાણી, શ્લોકા મહેતાની સાથે જલ્દી લગ્નનાં બંધનમાં જોડાવાના છે.

તેમજ ગુરુવારે એંટિલિયામાં તેમની પ્રી-એંગ્જમેન્ટ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેરેમનીમાં બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ, કરણ જોહર, રણબીર કપૂર, અને શાહરુખ ખાન જેવી તમામ મોટી હસ્તીઓ જોવા મળી હતી.

आकाश अंबानी की प्री इंगेजमेंट पार्टी में बॉलीवुड के दिग्गज सितारेઈન્ટરનેશનલ સ્ટાર પ્રિયંકા ચોપરા પોતાના બોયફ્રેન્ડ નિક જોનસની સાથે આ ઈવેન્ટમાં પહોંચી હતી. પ્રિયંકાએ લાલ કલરની સુંદર સાડી પહેરી હતી જ્યારે નિક કોર્ટ અને પેન્ટમાં જોવા મળ્યો હતો.

आकाश अंबानी की प्री इंगेजमेंट पार्टी में बॉलीवुड के दिग्गज सितारेસુપરસ્ટાર શાહરુખ ખાન હંમેશાની જેમ સ્ટાઈલિશ અવતારમાં જોવા મળ્યા હતા. શાહરુખ ખાન આ ઈવેન્ટમાં પોતાની પત્ની ગૌરી સાથે પહોંચ્યા હતા. શાહરુખ જલ્દી ફિલ્મ ઝીરોમાં એક ઠિંગુજીની ભૂમિકા કરતો જોવા મળશે.

आकाश अंबानी की प्री इंगेजमेंट पार्टी में बॉलीवुड के दिग्गज सितारेતેમજ સચિન તેંડુલકર પણ પોતાની પત્ની સાથે આ ઈવેન્ટમાં પહોંચ્યો હતો. બંને સેમ કલરના આઉટફિટ પહેર્યા હતા.

आकाश अंबानी की प्री इंगेजमेंट पार्टी में बॉलीवुड के दिग्गज सितारेસંજય દત્તની બાયોપિક ફિલ્ન સંજૂમાં લીડ રોલ પ્લે કરી રહેલા અભિનેતા રણબીર કપૂર પણ પોતાના બિઝી શિડ્યૂલમાંથી સમય કાઢીને આ પ્રી-એંગ્જમેન્ટ સેરેમનીમાં પહોંચ્યો હતો. રણબીર કપૂરની સાથે અયાન મુખર્જી પણ જોવા મળ્યો હતો.

आकाश अंबानी की प्री इंगेजमेंट पार्टी में बॉलीवुड के दिग्गज सितारेતે સિવાય આકાશના નાના ભાઈ અંનતે બેબી પિંક કલરનાં નહેરુ કુર્તામાં જોવા મળ્યો હતો.

आकाश अंबानी की प्री इंगेजमेंट पार्टी में बॉलीवुड के दिग्गज सितारे

તેમજ આલિયા ભટ્ટ પિંક કલરની સાડી પહેરીને આ ઈવેન્ટમાં પહોંચી હતી. તેમજ આલિયા જલ્દી રણવીર સિંહ સાથે ગલી બોય ફિલ્મમાં જોવા મળશે.

आकाश अंबानी की प्री इंगेजमेंट पार्टी में बॉलीवुड के दिग्गज सितारे

ફિલ્મ મેકર કરણ જોહર ડાર્ક રેડ કલરનો કોટ પહેરીને પ્રી-એંગ્જમેન્ટ પાર્ટીમાં હાજરી આપી હતી.

आकाश अंबानी की प्री इंगेजमेंट पार्टी में बॉलीवुड के दिग्गज सितारेફિલ્મ સંજૂના ડિરેક્ટર વિધૂ વિનોદ ચોપરા સફેદ કલરના કુર્તામાં આ ઈવેન્ટમાં જોવા મળ્યા હતા.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી