મુકેશ અંબાણીની પોતાની જ કંપનીમાં તેમનો પગાર છે આ બે વ્યક્તિઓ કરતાં ઓછો !

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો વિશ્વની ટોચની કંપનીઓમાં સમાવેશ થાય છે. દુનિયાના સૌથી ધનાડ્ય વ્યક્તિઓમાં મુકેશ અંબાણીનું નામ ટોપ ટ્વેન્ટીમાં સમાવિષ્ટ છે. તેમની આવકમાં ભલે છેલ્લા દાયકાથી હજારો કરોડો રૂપિયાનો વધારો થયો હશે પણ તેમના પગારમાં કંઈ ખાસ વધારો નથી થયો. તેઓ પોતાનો પગાર વધારવાનો આગ્રહ નથી રાખતા. પણ તેમની જ કંપનીમાં તેમના કરતાં પણ વધારે પગાર ધરાવતી બે વ્યક્તિઓ છે.

તમને થતું હશે કે વળી મુકેશ અંબાણીને પગારની શું જરૂર જ્યારે તે પોતે જ અબજો કરોડોની કંપનીના માલિક છે. પણ કંપનીના નિયમ પ્રમાણે કંપનીના એમડી તેમજ જનરલ મેનેજરના પણ પગાર હોય જ છે. મુકેશ અંબાણીનો વાર્ષિક પગાર 15 કરોડ રૂપિયા છે જે છેલ્લા દાયકાથી વધ્યો નથી. જો કે તેમના માટે 15 કરોડ એ પરચુરણ સમાન જ છે.

તેમ છતાં તમને જણાવી દઈએ કે તેમના કરતાં પણ વધારે પગાર તેમની કંપનીના બીજા એમ્પ્લોઈ ધરાવે છે. તેમનું નામ છે નિખિલ અને હિતલ. નિખિલ અને હિતલ આમ તો તેમના નજીકના સંબંધી છે પણ તેમની કંપનીની ઉચ્ચ પોસ્ટ પર નોકરી પણ કરે છે.

નિખિલ મેસવાની અને હિતલ મેસવાની આ બન્ને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પુર્ણકાલિન નિર્દેશકો છે જેમને દર વર્ષે 20.57-20.57 કરોડનો પગાર આપવામાં આવે છે. ગયા વર્ષે તેમનો આ પગાર 19.99 કરોડ રૂપિયા હતા જે આ વર્ષે વધારવાં આવ્યો છે. આ બન્ને મુકેશ અંબાણીના પિતારીઓ થાય છે.

આ ઉપરાંત કંપનીના બીજા એક્ઝીક્યુટીવ ડીરેક્ટર પીએમએસ પ્રસાદનો પગાર 8.99 કરોડ રૂપિયા ગયા વર્ષે હતો જે આ વર્ષે વધારીને રૂપિયા 10.01 કરોડ કરવામા આવ્યો છે. જ્યારે અન્ય પૂર્ણકાલીન ડીરેક્ટર પવન કુમાર કપિલનો પગાર પણ રૂપિયા 3.47થી વધારીને રૂપિયા 4.17 કરવામાં આવ્યો છે.

રિલાયન્સના નોન એક્ઝિક્યુટીવ ડીરેક્ટ્ર્સ પણ રૂપિયા 1.5 કરોડ કમીશન તરીકે મેળવે છે જે તેમના છેલ્લા કમિશન કરતાં 15 ટકા વધારે છે આ ઉપરાંત તેમની સિટિંગ ફીતો અલગ ચૂકવવામાં આવે છે.

તમને જણાવી દીએ કે મુકેશ અંબાણીના પત્નિ નિતા અંબાણી પણ કંપનીના બોર્ડમાં એક નોન એક્ઝિક્યુટીવ ડીરેક્ટરની પોસ્ટ ધરાવે છે. જેમને સિટિંગ ફી તરીકે રૂપિયા 6 લાખ ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત પગાર પણ ખરો.

આમ દર વર્ષે રિલાયન્સના એમ્પ્લોઈ તેમજ તેમના ડીરેક્ટર્સનો પગાર કરોડોમાં વધારે છે. અને કેમ ન વધે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની આવકમાં પણ તો અબજો કરોડોનો વધારો થાય છે. મુકેશ અંબાણીએ ભલે વર્ષોથી તેમનો પગાર ન વધાર્યો હોય તેમ છતાં તેઓ દર વર્ષે ફોર્બ્સના લીસ્ટમાં પગથિયા ચડતાં જ જાય છે. 2017માં તેમનો વિશ્વના સૌથી ધનીક વ્યક્તિઓમાં 33મોં ક્રમાંક હતો જે 2018માં સીધો જ 19મો ક્રમ થઈ ગયો છે.

એક વર્ષમાં તેમની આવકમાં 16.9 બિલિયન ડોલરનો વધારો થયો છે. આ સાથે તેઓ વિશ્વના 2208 અબજોપતિમાં 19મું સ્થાન ધરાવે છે. પછી તેમનો પગાર કરોડોમાં હોય કે લાખોમાં હોય તેમને કોઈ જ ફરક પડતો નથી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ