જલ્સા કરોને જેંતીલાલ

અંબાણી પરિવાર ફક્ત પૈસાથી જ અમીર નથી દિલથી પણ અમીર છે, મુકેશ અંબાણીના દિકરાએ કર્યું મદદનું અનોખું કામ…

અંબાણી પરિવારની પરવરીશ અને સંસ્કાર જોઈને તમે પણ વાહ વાહ કરશો !!

મોટાભાગે એક્સીડેન્ટ પછી વારંવાર આરોપી અથવા ત્યાં હાજર લોકો દૂર જ રહે છે. કેમકે આપણી કાનૂની વ્યવસ્થા પણ એવી જ છે કે જે અકસ્માતનો ભોગ બન્યા હોય એને જે મદદ કરે એના ઉપર જ આગળની ઇંક્વાયરી અને આધાર રાખે છે

અને આજકાલ કોઈ લોકો પાસે આવા કોર્ટ કચેરી અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાનો સમય પણ નથી આવું વિચારી કોઈ હેલ્પ માટે આગળ મોટેભાગના લોકો આવતા નથી હોતા.

પરંતુ મુંબઈના રોડ ઉપર કાર અને બાઇક વચ્ચે એક અકસ્માત થાય છે. એ સમય દરમ્યાન અકસ્માતનો ભોગ બનેલ ઇજાગ્રસ્તને સારવારની જરૂર હતી અને એ જ હાઇવે ઉપર ઘણી બધી કાર પસાર થઈ રહી હોવા છ્તા કોઈ મદદ માટે આગળ આવતું ન હતું…

એ સમય દરમ્યાન બન્યું એવું કે જે જાણીને તમને પણ આશ્ચર્ય થશે ! તો ચાલો આજે આ લેખમાં આપણે જાણીએ કે એવું તે શું બન્યું કે સૌ કોઈ આ જાણી આશ્ચર્યચકિત થયા વગર નથી રહેતા.

પ્રાપ્ત વિગત અનુસાર, મુકેશ અંબાણીના પુત્ર જ્યારે પોતાની કાર લઈને રોડ પરથી પસાર થઈ રહયા હતા એ જ સમયે એક બાઇક અકસ્માત થાય છે અને જોવે છે કે ત્યાં હાજર અમુક લોકો કાર લઈને ત્યાથી પસાર થતાં કાર ચાલકો પાસે મદદ માંગે છે પરંતુ કોઈ વ્યક્તિ કાર મદદ માટે રોકવા તૈયાર થતાં નથી અને બીજી બાજુ રોડ પર ટ્રાફિક પણ વધારે જામ થઈ ગયો હતો…

આ દૃશ્ય જોઈને મુકેશ અંબાણીના દીકરાએ તરત જ પોતાની કાર રોકે છે અને પહેલા તો ટ્રાફિક ને દૂર કરવાનો પ્રયાસ કરે છે અને જે વ્યક્તિ બાઇક અકસ્માતનો ભોગ બન્યો છે.

તેને મદદ કરવા માટેની સંપૂર્ણ તૈયારી બતાવે છે કોઈપણ વિચાર કર્યા વગર, ને તરત જ મુકેશ અંબાણીના દિકરા તેમની તબીબ ટીમને ત્યાં બોલાવે છે અને બાઇક અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિની બધી જ પ્રકારની સારવારની તૈયારી બતાવે છે…

પહેલા તો બાઈકર્સ ની ઘટના સ્થળે જ પ્રાથમિક સારવાર કરે છે અને પછી તેની ટીમે બાઈકરને નજીકના હૉસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા. મુકેશ અંબાણીના દિકરાએ ખરેખર આ સારું અને માનવતાનું કામ કર્યું છે. ગ્રેટ જોબ.

ખરેખર આ કામની નોંધ લઈને ભારતના દરેક નાગરીકે આવી રીતે લોકોનો જીવ બચાવવાનો સામાન્ય પ્રયત્ન કરવો જ જોઈએ, આ વિડીઓમાં લોકો વાતો કરી રહ્યા છે કે મુકેશ અંબાણીના દિકરાએ મદદ કરી પણ એ સ્પષ્ટ નથી કે કયા દિકરાએ મદદ કરી, અનંત અંબાણી કે પછી આકાશ અંબાણી, જે પણ હોય એ અકસ્માત થયેલ વ્યક્તિને મદદ કરી એ મહત્વની વાત છે.

આ કામ એ સમયે કોઈપણ સામાન્ય વ્યક્તિ પણ કરી શક્યો હોત અને ઘણા એવા હતા કે જેમણે એમ્બ્યુલન્સ માટે ફોન પણ કર્યો હતો. મુંબઈના એ બધા લોકોએ ત્યાં ઉભા રહીને અને સપોર્ટ કરીને માનવતા બતાવી હતી.


આ પહેલા દીકરી ઇશાના લગ્નમાં પણ જોવા મળ્યા હતા અંબાણી પરિવારના સંસ્કાર :

મુકેશ અંબાણીની દિકરી ઇશા અંબાણી અને આનંદ પરામલની લગ્ન મુંબઈ સ્થિત વ્યવસાયી મુકેશ અંબનીના ઘરે એન્ટાલિયામાં થયેલા એ દરમિયાન ઘણા જ્ઞાની-માનિ અને મોટી હસ્તીઓ પણ જોડાયા હતા એ સમારોહમાં.

મુકેશ અને અનિલ અંબાણી ખૂબ લાંબા સમય સુધી એન્ટિલિયાની બહાર ઊભા રહેને હાથ જોડી આવનાર મહેમાનનું સ્વાગત કરતાં જોવા મળ્યા હતા.

એ સરમ્યાન જ લગ્ન સમારંભમાં જોડાવા માટે કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ એન્ટિલિયા પહોંચ્યા. તેમના આવતે જ મુકેશ અંબાણીનાં નાનાં પુત્ર અનંત પ્રથમ હાથ જોડાયા અને પછી તેમના ચરણસ્પર્શ કર્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.

જો કે આખું અંબાણી પરિવાર તેના સંસ્કાર, સભ્યતા અને માનવતા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version