મુકેશ અંબાણી નથી રહ્યા એશિયાના સૌથી ધનવાન બિઝનેસમેન, જાણો કોણે મારી બાજી

મુકેશ અંબાણી નથી રહ્યા એશિયાના સૌથી ધનવાન બિઝનેસમેન – જાણો કોણે મારી બાજી

image source

કોરોના વાયરસના કારણે માત્ર લોકોના જીવ જ નથી જોખમાયા પણ સમગ્ર વિશ્વના સ્ટોક એક્સ્ચેન્જમાં પણ ભારે મંદી પ્રવર્તિ ગઈ છે. ક્રૂડ ઓઈલના ભાવો પણ સાવ જ નીચે આવી ગયા છે. અને તેની અસર વિશાળ બિઝનેસ ધરાવતા બિઝનેસમેનને પણ થાય તે સ્વાભાવિક જ છે. અત્યાર સુધી મુકેશ અંબાણીને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ ગણવામાં આવતા હતા. પણ હવે તેમના માથા પર થી આ તાજ છીનવાઈ ચૂક્યો છે.

image source

અને અફસોસની વાત એ છે કે કોઈ ભારતીય નહીં પણ એશિયાના બીજા દેશનો બિઝનેસમેન આ બાજી મારી ગયો છે. વાસ્તવમાં મુકેશ અંબાણીની કંપનીની સંપત્તિમાં રાતોરાત અબજો ડોલરનો ઘટાડો થઈ ગયો છે. ચોક્કસ આંકડો જો જણાવવા જઈએ તો તેમની સંપત્તિમાં 5.8 અબજ ડોલરનો ઘટાડો થયો છે. અને આમ થતાં તેઓ પોતાનું એશિયાના સૌથી ધનાડ્ય વ્યક્તિનું ટેગ ખોઈ ચુક્યા છે.

image source

હવે આ સ્થાન ચીન કે જે કોરોનાવાયરસનું એપિસેન્ટર છે ત્યાંના જ એક ઉદ્યોગપતિએ હાંસલ કર્યું છે. ત્યાંના અલીબાબા ગૃપના ઉદ્યોગપતિ જેક મા પ્રથમ સ્થાને આવી ગયા. તેમની સંપત્તી 44.5 અબજ ડૉલરની છે. જે મુકેશ અંબાણી કરતાં 2.6 અબજ વધારે છે. જો કે બજારનો સ્વભાવ જોતાં બની શકે કે ક્રૂડ ઓઈલના ભાવ વધી જાય અને મુકેશ અંબાણી ફરી પાછા પોતાનું સ્થાન મેળવી લે.

image source

જો કે હાલ તેઓ બીજા સ્થાન પર છે. જો કે ક્રૂડ ઓઈલનો ભાવ ગગડતાં મુકેશ અંબાણીએ સસ્તા ભાવનો લાભ ઉઠાવવા વધારાનું બીજું ક્રૂડ ઓઈલ પણ ખરીદ્યું છે જેના કારણે ભવિષ્યમાં રિલાયન્સને ફાયદો થઈ શકે તેમ છે.

રિલાયન્સના શેરોમાં થયો અધધ ઘટાડો

image source

છેલ્લા ઘણા સમયથી રશિયા તેમજ સાઉદી અરબના કેટલાક દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને તેના કારણે ક્રૂડ ઓઈલના ભાવોમાં પણ સતત પડતી આવી રહી છે. એક અહેવાલ પ્રમણે 1991 બાદ આ સૌથી મોટી પડતી છે. અને માત્ર મુકેશ અંબાણીની કંપનીને જ નહીં પણ વિશ્વની ઘણી બધી કંપનીને તેની અસર થઈ છે. રિલાયન્સના શેરની વાત કરીએ તો તેમાં 12 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. રીલાયન્સના શેરમાં 2009 બાદ આ સૌથી મોટો ઘટાડો થયો છે. આજે આ શેર સાત મહિનાના સૌથી નીચલા સ્તરે છે.

કોરોના વાયરસ છે જવાબદાર

image source

કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વના શેરમાર્કેટ પર માઠી અસર થઈ છે. રોકાણ કારોના કરોડો રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે. એક અહેવાલ પ્રમાણે અત્યાર સુધીમાં 2.4 ટ્રિલિયન ડૉલરનુ નુકસાન થઈ ચુક્યું છે. પણ ચીનમાં હવે સ્થિતિ ધીમે ધીમે કાબૂમાં આવી રહી છે અમેરિકામાં પણ સ્થિતિ કંટ્રોલમાં છે તો બની શકે કે એક –બે મહિનામાં બધું થાળે પડી જાય અને ફરીથી વિશ્વભરના શેર માર્કેટ સ્થીર થાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ