જલ્સા કરોને જેંતીલાલ

મુકેશ અંબાણીના મહેલ જેવા ‘એન્ટિલા’ની હાઇટેક કચરા વ્યવસ્થા.

અંબાણીના ‘એન્ટિલા’નો કચરો ફેંકવામાં નથી આવતો પણ તેની સાથે કંઈક આમ કરવામાં આવે છે.

પૃથ્વીને સંરક્ષીત રાખવા માટે સમગ્ર વિશ્વભમાં નિતનવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દીલ્લીનું જ ઉદાહરણ લઈ લો તો ત્યાં અત્યંત પ્રદૂષણના કારણે સરકારે ઓડ-ઇવનનો નિયમ લાગુ કરવો પડ્યો. જેથી કરીને રસ્તા પર ગાડીઓની વસ્તી ઓછી થાય અને શહેરને પ્રદૂષણથી રાહત મળે.

તેવી જ રીતે પૃથ્વીના પડ પર પ્લાસ્ટિકનો કચરો જમા ન થઈ જાય તે માટે તેને રીસાઇકલ કરીને વિવિધ રીતે ઉપયોગમાં આવી રહ્યો છે. અને તેના માટેના મોટા મોટા પ્લાન્ટ પણ વિશ્વના અનેક દેશોમાં છે.

રિલાયન્સના વડા મુકેશ અંબાણી દેશના સૌથી ધનાડ્ય વ્યક્તિ છે. તેમની દરેક સ્ટાઇલ લક્ઝરીયસ હોય છે. તેમનું ઘર દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે.

મુકેશ અંબાણીનું ઘર ભારતમાં તો સૌથી મોંઘુ છે પણ સમગ્ર વિશ્વમાં તે બીજા નંબરનું સૌથી મોંઘુ ઘર છે જે મુંબઈમાં સ્થિત છે અને તેનું નામ ‘એન્ટિલા’ છે.

27 માળનું આ ઘર જ માત્ર વિશિષ્ટ નથી પણ તેની સાથે જોડાયેલી દરેક વાત ખાસ છે. એટલે સુધી કે આ ઘરમાંથી નીકળતા કચરાની વ્યવસ્થા પણ કંઈ જેવી તેવી નથી.

હકીકતમાં મુકેશ અંબાણીના ઘરમાં કચરો ફેંકી દેવામાં નથી આવતો અને આ વાત સાંભળીને તમને આશ્ચર્ય પણ થશે અને જીજ્ઞાશા પણ થતી હશે કે કચરા સાથે શું કરવામાં આવતું હશે.

વાસ્તવમાં મુકેશ અંબાણીના ઘરમાં એક ખાસ સિસ્ટમ છે જેના દ્વારા કચરામાંથી વિજળી ઉત્પન્ન કરવામાં આવે છે.

તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ વિજળીનો ઉપયોગ એન્ટિલામાં થતાં વિજળીના ખર્ચાને ઓછો કરવા માટે થાય છે. આ રીતે વિશ્વના આ હાઇટેક ઘરમાં વીજળી પણ ખુબ જ હાઇટેક રીતે ઉત્પન્ન કરવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version