ડિસેમ્બરમાં થનાર ઈશા અંબાણીના લગ્નના સંગીત પાર્ટીમાં આવશે હોલિવૂડ સ્ટાર.

અંબાણીની દીકરી લગ્ન કરીને વિદાય થઈ રહી છે ત્યારે સંગીત જલ્સામાં હોલિવૂડ સિંગરને આમંત્રીને આપશે અધધ રકમ…

જેમણે પોતાની દીકરીની સગાઈનો ભવ્ય સમારોહ ભારતમાં જ કોઈ સુંદર જગ્યાએ કરવાને બદલે ઈટલીના લેક કોમોમાં આયોજ્યો હતો એ જાહોજલાલીના સમાચાર ખૂબ જ ચર્ચામાં હતા. હવે જ્યારે એમની દીકરીને પરણાવીને વિદાય કરવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે એ પિતા અને આખું જ અંબાણી પરિવાર ધામધૂમથી લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. ભવ્યાતિભવ્ય સમારોહમાં કોઈજ પ્રકારની કચાશ રાખવામાં નહીં આવે એવું લાગી રહ્યું છે ત્યારે મીડિયા સૂત્રોને આધારે કહી શકાય છે કે બોલિવૂડ અને હોલિવૂડની માની હસતીઓને નિમંત્રણ અપાશે અને સૌ વટથી હાજરી પણ અચૂક આપશે. એ સમયનું દ્રશ્ય જોવા લોકોમાં પણ અત્યારથી ઉત્સુકતા દેખાઈ રહી છે.
ઇશા મુકેશ અંબાણી અને આનંદ પીરામલના લગ્નનો સંગીત સમારોહની પણ ખાસ તૈયારીઓ ચાલે છે. તેમના લગ્ન ઉદયપુરમાં રાજવી ઠાઠમાઠથી થવા જઈ રહ્યા છે. ત્યારે જાણવા મળ્યું છે કે તેમના આ પ્રસંગમાં હોલિવૂડ ફેમસ પોપ સ્ટાર સિંગર બિયોંસે સંગીત પાર્ટીમાં પરફોર્મ કરશે. બિયોંસે વિશે જણાવીએ તો આ ૩૭ વર્ષની અમેરીકી પોપ સ્ટાર, એના પર્ફોમન્સ અને ઇવેન્ટસને લઈને એટલી પોપ્યુલર છે કે તેના નામે અનેક રેકોર્ડ છે જેમાંનો એક છે તે ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતી વિશ્વની છઠી સીલિબ્રિટિ છે.
બિયોંસે લઈ રહી છે કરોડો રૂપિયા આ લગ્નના સમારોહમાં સામેલ થવા માટે. જી આપને જાણીને આશ્વર્ય થશે કે આ પ્રસંગે બિયોંસે ૧૫ કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. બિયોંસે ઇશા અંબાણીની ફેવરીટ સિંગર છે અને લગ્ન કરીને વિદાય લઈ રહેલ દીકરીને ખુશ કરવા એના પિતા કોઈજ ખામી બાકી નથી રાખવા ઇચ્છતા તેથી તેમણે બિયોંસેની આ માંગણીને પણ સ્વીકારી છે એવા સમાચાર છે.

તેમના લગ્ન ૮,૯,૧૦ ડિસેમ્બરમાં ઉદયપુરમાં રોયલ રીતે થશે. એક સમાચાર એવા પણ છે કે આ સંગીત સંધ્યાના પ્રસંગે પ્રિયંકા ચોપડા પણ પર્ફોમન્સ આપશે અને અન્ય સ્ટાર્સ પણ હાજરી આપશે.