આજે છે આકાશ-શ્લોકાની સગાઈ, પ્રી-એંગ્જમેન્ટ પાર્ટીમાં મુકેશ અંબાણીએ દીકરી ઈશા સાથે કર્યો ડાન્સ, દીકરીને લઈને થઈ ગયા ભાવુક

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન, મેનેજીંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીનો મોટો દીકરો આકાશ અંબાણીની આજે સાંજે શ્લોકા મહેતા સાથે સગાઈ છે. મુંબઈમાં આવેલા 27 માળની બિલ્ડિંગ એંટીલિયામાં એંગ્જમેન્ટ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બોલિવૂડ મોટી મોટી હસ્તીઓ સામેલ થશે.

સગાઈના એક દિવસ પહેલા ગુરુવારે રાતે પ્રી-એંગ્જમેન્ટ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આકાશ અને શ્લોકાએ ગુજરાતી પરંપરા અનુસાર વિધી કરી હતી. તેમજ પાર્ટીના કેટલાંક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. એક ખાસ વીડિયોમાં મુકેશ અંબાણી પોતાની દીકરી ઈશા અંબાણી સાથે ડાન્સ કરતા જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે, આકાશ પછી જલ્દી ઈશા અંબાણી પણ લગ્નના બંધનમાં જોડાશે. ઈશા અંબાણી પ્રખ્યાત રિયલ એસ્ટેટ કંપની પીરામલ રિયલ એસ્ટેટના ચેરમેન અજય પીરામલના ઘરની વહું બનવાની છે. તેમના દીકરા આનંદ પીરામલ સાથે ઈશા આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરશે તેવી માહિતી મળી રહી છે.

દરેક પિતાની જેમ મુકેશ અંબાણી પણ પોતાની દીકરીના લગ્નને લઈને ઈમોશનલ છે. આ બધાની વચ્ચે સ્ટેજ પર દીકરી માટે એક એવું ગીત વગાડવામાં આવ્યું, જેના પર ખુદ મુકેશ અંબાણી પણ પોતાની જાતને ડાન્સ કરતા રોકી ન શક્યા.

લોકપ્રિય સિંગર શંકર મહાદેવ અને પ્લેબેક સિંગર હર્ષદીર કૌરએ પ્રી-એંગ્જમેન્ટ પાર્ટીમાં આલિયા ભટ્ટની ફિલ્મ રાઝીનું ગીત દિલબરો ગીત ગાયું હતું, જે પિતા-દીકરીની લાગણીના સંબંધો પર આધારિત છે. આ ગીત પર પહેલા ઈશા પોતાની માં નીતા અંબાણીની સાથે ડાન્સ કરી રહી હતી.

પરંતુ થોડીક વાર પછી મુકેશ અંબાણી સ્ટેજ પર આવીને પોતાની દીકરીનો હાથ પકડીને ઈશા સાથે ડાન્સ કરવા લાગ્યા હતા.

તેમજ તમને જણાવી દઈએ કે અંબાણી પરિવારની વહુ શ્લોકાએ પણ ડાન્સ કર્યો હતો.

તે ડાન્સમાં નીતા અંબાણી અને ઈશાને પણ ટક્કર આપે તેવો ડાન્સ કર્યો હતો.અંબાણી પરિવારની મહિલા બિઝનેસની સાથે સાથે ડાન્સમાં પણ માસ્ટર છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી