જાણો મુકેશ અંબાણીની અંગત વાતો, જન્મદિવસથી લઈને દારૂ પીવા સુધી કંઈક આ પ્રકારે જીવન જીવે છે આ ઉદ્યોગપતિ

કેટલાક સમય પહેલાં એક સમાચાર આવ્યા હતા કે કોરોના વાઇરસના કારણે જ્યારે સમગ્ર વિશ્વનું અર્થતંત્ર નબળું પડી ગયું છે ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી એલન મસ્કને પાછળ છોડીને વિશ્વના ચોથા નંબરના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. સાથે-સાથે તેઓ સમગ્ર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ પણ છે. આઈઆઈએફએલ વૅલ્થ હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટ 2020ને ટાંકીને ધ ઇન્ડિયન એક્સપ્રેસ લખે છે કે માર્ચ 2020થી મુકેશ અંબાણી દર કલાકે 90 કરોડ રૂપિયાની આવક કરી રહ્યા છે. તેમની સંપત્તિ 2,77,700 કરોડ રૂપિયાથી વધીને 6,58,400 કરોડ રૂપિયાની થઈ ગઈ છે. પરંતુ આજે મુકેશ અંબાણીના જીવન વિશે તમને કેટલીક અંગત વાતો જણાવવી છે

image source

સૌથી પહેલાં વાત કરીએ તો મુકેશ અંબાણીનો જન્મ નીચલા મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો. તે મુંબઇના ભુલેશ્વરમાં 2 બેડરૂમના એપાર્ટમેન્ટમાં રહેતા હતા. યુવાની દરમિયાન, તેઓ જાહેર પરિવહન દ્વારા મુસાફરી કરતા હતા. તેને પોકેમની પણ ઓછી મળતી હતી. આ સાથે જ જો વાત કરીએ તો આ તો બધા જાણે છે કે મુકેશ અંબાણી આઈપીએલ ટીમ મુંબઇ ઇન્ડિયન્સના માલિક છે. જો કે, બહુ ઓછા લોકો જાણે છે કે તેમના શાળાના દિવસો દરમિયાન તેને હોકી રમવાનો ખૂબ જ રસ હતો. એટલો શોખ હતો કે ભણવામાં પણ મન નહોતું લાગતું અને ક્યારેક ક્યારેક ખીજાતાં પણ હતા.

image source

આગળ વાત કરીએ તો હવે જે વાત જણાવવા જઈ રહ્યા છીએ એ તો કોઈને નહીં ખબર નહીં, કે ભારતીય ઉદ્યોગપતિઓ આદિ ગોદરેજ અને આનંદ મહિન્દ્રા મુકેશ અંબાણી સાથે શાળામાં ભણતા હતા. આ બંને મુકેશના સારા મિત્રો પણ છે. આમ તો મુકેશ અંબાણી પાસે ઘણી વખતની ધન-સંપત્તિ છે, પરંતુ આજ સુધી પણ તેણે દારૂ ને હાથ નથી લગાવ્યો. બાકી તમે જાણો છો એમ કે લોકો પાસે પૈસા આવે પછી કંટ્રોલ કરવો થોડો અઘરો થઈ જાય છે. તેમજ જો વાત કરવામાં આવે તો મુકેશ અંબાણી શુદ્ધ શાકાહારી વ્યક્તિ છે. મુકેશને ખોરાકમાં દાળ, રોટલી અને ભાત એકદમ પ્રિય છે.

image source

જો તેમના અભ્યાસ વિશે વાત કરવામાં આવે તો મુકેશ કેલિફોર્નિયાની સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીમાં એમબીએનો અભ્યાસ કરતા હતા. 1980 માં, તેમણે આ અભ્યાસ છોડી દીધો કારણ કે તેઓ તેમના પિતા ધીરૂભાઇ અંબાણીના પોલિએસ્ટર ફિલામેન્ટ યાર્ન (પીએફવાય)ના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં કામ કરવા માંગતા હતા. શોખ વિશે પણ કહેવામાં આવી રહ્યું છે કે અંબાણીને કારનો ખૂબ શોખ છે. જો સૂત્રોની વાત માનીએ તો તેના પાસે લગભગ 168 કાર છે. આમાં લાખો-કરોડો કિંમત વાળી BMW 760LI મર્સિડીઝ-મેબેચ બેન્ઝ S660 ગાર્ડ, એસ્ટન માર્ટિન રેપિડ, રોલ્સ રોયસ ફેન્ટમ અને બેન્ટલી કોંટિનેંટલ ફ્લાઇંગ સ્પુર જેવી લાખો લક્ઝરી કારો શામેલ છે.

image source

રહેવાની સુવિધા અને ઘર વિશે વાત કરીએ તો દક્ષિણ મુંબઈમાં સ્થિત અંબાણી એન્ટિલા નામનું ઘર વિશ્વની સૌથી મોંઘી રહેણાંક મિલકત છે. આ મકાનમાં 27 માળ છે અને તેમાં 600 લોકોનો સ્ટાફ છે. મુકેશ અંબાણી ભારતના એકમાત્ર ઉદ્યોગપતિ છે, જેને Z-કેટેગરી સુરક્ષા આપવામાં આવી છે. તેઓ હંમેશા નિમ્ન પ્રોફાઇલ જાળવી ને ચાલે છે. મોટે ભાગે તે વ્હાઇટ શર્ટ અને બ્લેક પેઇન્ટમાં જોવા મળે છે. તેને પણ બ્રાન્ડેડ કપડાંનો કોઈ શોખ નથી.

image soucre

મોટી વાત એ સામે આવી રહી છે કે, મુકેશ અંબાણીને તેનો જન્મદિવસ ઉજવવો ગમતો નથી. તેણે પોતાનો 50 મો જન્મદિવસ ફક્ત પરિવારના દબાણને કારણે ઉજવ્યો હતો. જેને એશિયાના સૌથી ધનિક વ્યક્તિનો ટેગ મળ્યો છે,તેના ઘરનું નામ ‘મુક્કુ’ છે. 2017 ના અહેવાલ મુજબ, અંબાણીની રિલાયન્સ ઉદ્યોગ ભારતની કુલ કર આવકમાં 5 ટકા ફાળો આપે છે. 2017 માં, તેમની કંપનીનું કુલ મૂલ્ય 110 અબજ ડોલર હતું.

image soucre

ઉલ્લેખનીય છે કે, ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દુનિયાભરમાં પોતાના ધન અને કિર્તીનો ડંકો વગાડ્યો છે. મુકેશ અંબાણીનું નામ દુનિયાના 50 અમીર વ્યક્તિઓમાં સામેલ કર્યું હતું. તે મુકેશ અંબાણીનું ઘર ‘એન્ટીલિયા’ દુનિયાના સૌથી મોંઘા ઘરોની યાદીમાં સામેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ