જલ્સા કરોને જેંતીલાલ

મ્યુકરમાઈકોસિસનું ઇન્ફેક્શન: ગુજરાતના આ શહેરમાં 10 કોરોના રિકવર દર્દીઓએ રોશની ગુમાવી, ડાયાબિટીસ હોય તો નબળી ઇમ્યુનિટીથી જોખમ

કોરોનાના બીજા વેવમાં છેલ્લા દોઢ મહિનામાં કોરોનાની સાથે મ્યુકોરમાઇકોસિસના નવા કેસો પણ આવી રહ્યાં છે. વડોદરાના વિવિધ ઇ એન્ડ ટી અને સંક્રમણના તજજ્ઞોના જણાવ્યા મુજબ છેલ્લા 50 દિવસમાં જ મ્યુકોરમાઇકોસિસના 100થી વધુ કેસો આવ્યા છે. જ્યારે તે પૈકીના 20ના મોત નિપજ્યાં છે. આ જીવલેણ રોગમાં આંખો, ગાલ નીચેના ભાગમાં સોજા, તાવ અને શરીરમાં દુ:ખાવા સાથે આવતાં આ દર્દીઓ પૈકીના તમામ અગાઉ કોરોના સામેની ઝીંક ઝીલી ચૂક્યા હતા અથવા કોરોના મટવાના આરે હતો અને સાથે જ આ રોગ લાગૂ પડ્યો હતો.

ડાયાબિટીઝના દર્દીને જોખમ વધારે

image source

મ્યુકોરમાઇકોસિસ ફુગ સામાન્ય છે અને સામાન્યથી મધ્યમ રોગપ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીને અસર કરતી નથી. પણ કોરોનાની સારવાર દરમિયાન અપાતા સ્ટીરોઇડના હાઇ ડોઝ ડાયાબીટિસ ધરાવતા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધુ નબળી પાડે છે અને આ ફુગ શરીરમાં ઘૂસીને સક્રિય બની જાય છે. શહેરમાં ગત માર્ચના પહેલા પખવાડિયા બાદ મ્યુકોરમાઇકોસિસના કેસો પણ ઝડપથી વધ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ મ્યુકોરમાઇકોસિસ પહેલાવેવમાં 100 લોકોને થયો હતો.

ચામડીનો રોગ હોય તો ખતરો વધારે

image source

સંક્રમિત દર્દીઓને સ્ટિરોઇડ આપવાથી રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાથી મ્યુકર માઈકોસિસનું ઇન્ફેક્શન ફેલાય છે. ડાયાબિટીસ, કેન્સર અથવા શરીરમાં કોઈ પણ પ્રકારની સર્જરી કે ચામડીના રોગ હોય તેવા દર્દીઓને આ રોગનું જોખમ વધુ હોય છે. સુરતની કિરણ હોસ્પિટલમાં વેન્ટીલેટર પર કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીને મ્યુકર માઈકોસીસ થતા તેમની આંખમાં ફંગસ ફેલાયું હતું. આંખ કાઢવામાં ન આવે તો મગજ સુધી આ ઈન્ફેકશન ફેલાવવાનો ખતરો હોવાથી ડોકટરોએ વેન્ટીલેટર પર જ સર્જરી કરી આંખ કાઢી લીધી હતી.

ફંગલ ઝડપથી શરીરમાં ફેલાય છે

image source

એકવાર મ્યુકોરમાઇકોસિસ ફુગનું સંક્રમણ થાય પછી તે શરીરમાં ઝડપથી પ્રસરવા માંડે છે. એટલે કે ફેફસા, મગજ અને કીડનીને પણ નુકસાન પહોંચાડે છે. જો ઝડપથી અને સમયસર સારવાર શરૂ ન કરવામાં આવે તો ગણતરીના દિવસોમાં જ દર્દીનું મૃત્યુ થઇ જાય છે. આ રોગથી પિડાતા અને ફતેગંજમાં રહેતા 75 વર્ષીય ફિરોજ કપાસીના પુત્ર કહે છે કે, કોરોના મટ્યા બાદ 15 દિવસ બાદ આ લક્ષણો જણાયા હતા. સિટી સ્કેન કરાવતા મ્યુકોરમાઇકોસિસ હોવાની આશંકાના આધારે રિપોર્ટ કઢાવતા આ રોગ હોવાનું જણાયું હતું. કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓ હવે મ્યુકોરમાઇકોસિસના રોગની ઝપટમાં આવી રહ્યા છે. ચિંતાજનક બાબત એ છે કે પ્રથમ વેવ કરતા સેકન્ડ વેવમાં મ્યુકોરમાઇકોસિસ સંક્રમણ વધુ ઝડપથી ફેલાઇ રહ્યું છે.

આ લક્ષણો આવે તો ચેતી જાઓ

image source

ઇએન્ડટી સર્જન ડો. પરીતા પંડ્યા કહે છે કે, ‘હાલમાં મારી પાસે જ મ્યુકોર માઇકોસિસના રોજના એક અથવા બે કેસો આવે છે. જેમાં ઘણા દર્દીઓની સ્થિતિ કથળેલી જ હોય છે. જો વહેલું નિદાન અને સારવાર કરવામાં આવે તો ઝડપથી દર્દી સાજો થઇ શકે છે. છેલ્લા કેટલાક દિવસોમાં 20 દર્દીઓ પૈકી 15ની આંખ બચી ગઇ હતી. જોકે બાકીનાનો જીવ પણ બચી શક્યો ન હતો. કોરોનાને લીધે ફેફસા નબળા પડ્યા હોય છે અને તેમાં આ ચેપ લાગે ત્યારે તે વધુ ઘાતક પુરવાર થઇ શકે છે.

image source

ઓક્સિજન આપતી વેળા પાણી સ્ટરાઇલ ન કર્યું હોય તો પણ ચેપ લાગવાની શક્યતા
એક તબીબે જણાવ્યું હતું કે, કોરોનાની સારવાર દરમિયાન ઓક્સિજન આપવામાં આવે છે પણ આ ઓક્સિજન સાથેનું પાણી સ્ટરાઇલ રાખવાનું હોય છે. જો પાણી સ્ટરાઇલ ન કર્યું હોય તો પણ મ્યુકોર માઇકોસિસના ચેપની શક્યતા રહેલી હોય છે.

આંખ ન કાઢવાની જીદ કર્યા બાદ 3નાં મોત, ફૂગ પ્રસરતા અનેક અંગોને હાનિ

image source

મ્યુકોર માઇકોસિસમાં ઘણા કિસ્સાઓમાં ચેપ વધતા દર્દીની સર્જરી કરીને આંખ કાઢી નાંખવી પડે છે. કેટલાક કિસ્સાઓમાં દર્દી કે તેનો પરિવાર તબીબને દવાઓ કે ઇન્જેકશન આપીને આંખ બચાવવાની વાત કરતા હોય છે પણ શહેરમાં છેલ્લા 15 દિવસમાં જ આવી જીદને લીધે 3 દર્દીના મોત થયા છે. કારણ કે ફુગ પ્રસરતા શરીરના ફેફસા, યકૃત, સાઇનસ, ચામડી અને કરોડરજ્જુને પણ અસર કરે છે.

8 હજારના એક એવા 4થી 5 ઇન્જેક્શન મૂકવા પડે છે

image source

સંક્રમણ તજજ્ઞ ડો. હિતેન કારેલિયા કહે છે કે, સાદા ઇન્જેકશનથી કિડનીને અસર થાય છે તેથી 7થી 8 હજારના એક એવા 4થી 5 ઇન્જેક્શન રોજ મૂકવા પડે છે. વળી સારવાર એકથી દોઢ મહિનો ચાલે છે. જેના પગલે ખર્ચ લાખોમાં થઇ જાય છે. આ ઉપરાંત ફેફસા, મગજ, આંખ-કાન-નાકના સ્પેશિયાલિસ્ટની પણ જરૂર પડે છે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version