“મુગલાઈ સુલતાની દાળ” – બનાવો આ શાહી દાળ તમારા રસોડે… બધા આંગળીઓ ચાટતા રહી જશે..

“મુગલાઈ સુલતાની દાળ”

સામગ્રી :

૧ કપ તુવેરદાળ,
અડધો કપ દૂધ,
અડધો કપ દહીં,
૧ ટેબલસ્પૂન બટર,
૧ ટેબલસ્પૂન ઘી,
૩ નંગ લવિંગ,
૩ નંગ એલચી,
૧ તમાલપત્ર,
અડધી ટીસ્પૂન જીરુ,
૧ નંગ કાંદો,
૩ કળી લસણ,
મીઠું,
અડધી ટીસ્પૂન હળદર,
અડધી ટેબલસ્પૂન સાકર,
૧ ટીસ્પૂન કેસર ઓગાળેલું,
૧ ટેબલસ્પૂન લીલા કાંદાનાં પાન,
૧ ટીસ્પૂન ગરમ મસાલો,
૧ નંગ (નાનો) કોલસો,
નાગરવેલનાં પાન,
કોથમીર,

રીત :

તુવેરદાળમાં પાણી, મીઠું અને હળદર નાખીને કુકરમાં બાફી લેવી. એક પૅનમાં ઘી-બટર ગરમ કરી એમાં લવિંગ, એલચી, તમાલપત્ર નાખી સાંતળવું. પછી એમાં જીરુ ઉમેરી તતડે એટલે એમાં લસણ નાખી સાંતળવું. એમાં કાંદા નાખી સાથે મરચી નાખી ગુલાબી સાંતળવા. એમાં બાફેલી દાળ ઉમેરવી. બે મિનિટ પછી એમાં દૂધ અને પછી ઝેરેલું દહીં મિક્સ કરવું. ૨-૩ મિનિટ પછી દાળ ઊકળવા લાગે ત્યારે એમાં સાકર, કેસર ઉમેરવાં. એમાં ક્રીમ મિક્સ કરી લેવું. એમાં છેલ્લે કાંદાનાં પાન ઉમેરવાં.

એક વાટકામાં નાગરવેલનાં પાન મૂકી એના પર ગરમ કરેલો કોલસો મૂકવો. એના પર ઘી નાખી એના પર જ ગરમ મસાલો છાંટવો અને દાળને ઢાંકી દેવું. એનાથી દાળ કોલસાની અને ગરમ મસાલાની અરોમા પકડે છે, જેનાથી મુગલાઈ દાળ ભઠ્ઠીમાં પકવેલી હોય એવા ટેસ્ટની બને છે. ૧૦ મિનિટ માટે ઢાંકીને રાખવું. કોથમીર છાંટવી.

રસોઈની રાણી :- કેતકી સૈયા

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી