ગુજરાતના આ પોલીસ સ્ટેશનની ચારેકોર ચર્ચા, કર્મચારીઓ મુદ્દામાલની પુજા કરીને જ જાય છે નોકરી પર, કારણ ચોંકાવનારું

ઘણી વખત એવી ઘટનાઓ પ્રકાશમાં આવે કે પહેલી નજરે આપણે એને સમજી ન શકીએ અને વિચારમાં જ પડી જઈએ. ત્યારે હાલમાં સાણંદમાં જે ઘટના પ્રકાશમાં આવી એ પણ કંઈક એવી જ છે. કારણ કે સામાન્ય રીતે આપણે એવું જ જોયું હોય કે પોલીસે જપ્ત કરેલી વસ્તુ કબાડીમાં મુકવામાં આવી હોય છે. કોઈ પણ ગુનામાં પકડાયેલા મુદ્દામાલને પોલીસ લઈ જોય તો એ પોલીસ સ્ટેશનમાં કબાડીની જેમ મૂકી દેવામાં આવતો હોય છે. જ્યાં લોકો પાનની પિચકારી મારતા હોય છે અને કચરો પણ નાખતાં અચકાતા નથી.

ફૂલોના હાર ચડાવી તેની પૂજા કરવામાં આવે

પરંતુ અમદાવાદ જિલ્લામાં આવેલા સાણંદ પોલીસ સ્ટેશનમાં એવું નથી. ત્યાં કંઈક હટકે સીન જોવા મળે છે. આ પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ ઉપર પાનની પિચકારી કે પછી કચરાનો ઢગલો નહીં પરંતુ ફૂલોના હાર ચડાવી અને સિંદૂર લગાવીને તેની પૂજા કરવામાં આવે છે. વહેલી સવારે કે બપોરે જ્યારે પોલીસ સ્ટેશનનો કોઇ પણ પોલીસ કર્મચારી ફરજ ઉપર આવે છે ત્યારે સૌ પ્રથમ તે પોલીસ સ્ટેશનમાં પડેલા મુદ્દામાલની પૂજા કરે છે અને ત્યાર બાદ પોતાની ફરજ ઉપર જાય છે.

image source

પાળિયાની ચોરી કરતી ગેંગ સક્રિય થઇ

આવું અનોખું દ્રશ્ય અને પોલીસ કર્મચારીઓની આવી અનોખી શ્રદ્ધાને કારણે પોલીસ સ્ટેશનમાં શાંતિ જણાતી હોવાનું પોલીસ કર્મચારીઓ અનુમાન કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પહેલાના સમયમાં ડાકુ કે ધાડપાડુ લૂંટ કરવા માટે આવતા ત્યારે તેમનો સામનો કરી રહેલ ગામની વ્યકિત મૃત્યુ પામે તો તેના માનમાં પથ્થર કોતરીને પાળિયા મૂકવામાં આવતા હતા. વર્ષ ૧૯૮૮માં સાણંદ તાલુકાના આસપાસમાં આવેલાં ગામોમાં પાળિયાની ચોરી કરતી ગેંગ સક્રિય થઇ હતી. જેમાં પોલીસે આ ગેંગની ધરપકડ કરી હતી.

image source

દિવસે ને દિવસે ગુનાખોરીનો ગ્રાફ વધતો રહ્યો

હવે બન્યું એવું કે આ પકડાયેલ ગેંગ પાસેથી પોલીસને ૧૬ પાળિયા મળ્યા હતા. આ કેસ હજુ ગ્રામ્ય કોર્ટમાં પેન્ડિંગ હોવાના કારણે મુદ્દામાલ હજુય પોલીસ સ્ટેશનમાં પડ્યો છે. પોલીસનું માનવું છે કે સાણંદ પોલીસ સ્ટેશનમાં અશાંતિનો માહોલ સર્જાયો હતો. દિવસે ને દિવસે ગુનાખોરીનો ગ્રાફ વધતો રહ્યો હતો, એક પોલીસકર્મીએ તેની જ પિસ્તોલથી આત્મહત્યા કરી હતી. તે સમયે એક ઉચ્ચ અધિકારીએ પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ તરીકે પડેલા આ પાળિયાની સાફ સફાઇ કરીને તેની પૂજા શરૂ કરી હતી.

image source

ચોરીના કેસમાં કોર્ટનો ચુકાદો આવ્યો નહીં

આ ઘટના પાછળ ઉચ્ચ અધિકારીની આ શ્રદ્ધા બાદ આજે પણ પોલીસ સ્ટેશનમાં આવતા તમામ પોલીસ કર્મચારીઓ પાળિયાની પૂજા કરીને નોકરી ઉપર જાય છે. નવું પોલીસ સ્ટેશન બન્યું છે ત્યારે પાળિયાને પણ એવી જગ્યાએ મૂકવામાં આવ્યા છે કે જ્યાં કોઇ ગંદકી ફેલાય નહીં. હજુ સુધી ચોરીના કેસમાં કોર્ટનો ચુકાદો આવ્યો નહીં હોવાથી પાળિયા હજુ પણ પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ તરીકે છે. અને હાલની તકમાં પણ તેની પુજા કરવામાં આવી રહી છે જે આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બનીને ઉભું છે. કારણ કે ગુજરાતમાં કદાચ આવું પોલીસ સ્ટેશન ક્યાંય નથી કે જ્યાં મુદ્દામાલની પુજા કરવામાં આવતી હોય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ