મૂળા ખાવાથી કિડની થાય છે સ્વસ્થ, જાણો બીજા આટલા બધા ફાયદાઓ વિશે પણ

મૂળા શાક અને કચુંબર તરીકે ખાવામાં આવે છે. શાકભાજી તરીકે વપરાતા આ મૂળા એક ઉત્તમ ઘરગથ્થૂ ઔષધ પણ છે. આયુર્વેદમાં તેના ઔષધિય ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. મોટાભાગે લોકો સલાડ તરીકે મૂળાનું સેવન કરતાં હોય છે. જોકે બહુ ઓછા લોકો મૂળાના ગુણો અને ફાયદા જાણે છે. મૂળા ખાવાથી સ્વાસ્થ્ય અને શરીરને ગજબના ફાયદા મળે છે. જેને જાણીને તમે રોજ ભૂલ્યા વિના મૂળા ખાશો. શિયાળામાં મૂળાના પરાઠા લોકોને ખૂબ જ પસંદ આવે છે. આ જ કારણ છે કે મૂળા દરેક રસોડાનો મહત્ત્વનો ભાગ બની જાય છે. ત્યારે મૂળાનું શાક પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. આ સાથે જ તે સલાડ સ્વરૂપે પણ ખાઇ શકાય છે તો કેટલાક લોકો તેનું અથાણું પણ પસંદ કરે છે. ત્યારે કેટલાક લોકો એવા પણ છે જે મૂળા ખાવાનું તો દૂર જોવાનું પણ પસંદ કરતા નથી. જો તમે પણ તે લોકોમાંથી એક છો તો મૂળાથી થતાં ફાયદાઓ વિશે જાણી લો. એકવાર તેના ફાયદા વિશે જાણી લેશો તો તમે પોતે તેને પોતાના ડાયેટમાં સામેલ કરશો.

image source

મૂળા ખાવાથી ચહેરાની ચમકમાં વધારો થાય છે. તેને ખાવાથી ભોજન સરળતાથી અને જલ્દી પચી જાય છે.
મૂળામાં પ્રોટીન, કેલ્શિયમ, આયોડીન અને લોહતત્વ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં સોડિયમ, ફોસ્ફરસ, ક્લોરીન અને મેગ્નેશિયમ પણ હોય છે. મૂળા વિટામિન એથી ભરપૂર હોય છે. આ સિવાય પણ ઠંડીમાં સલાડ તરીકે મૂળા ખાવાથી અનેક લાભ થાય છે.

મૂળાના રસમાં થોડું મીઠું અને લીંબુનો રસ મિક્ષ કરીને નિયમિત રીતે પીવાથી સ્થૂળતાથી છુટકારો મળે છે અને શરીર સુડોળ બને છે.

image source

દરરોજ સવારે ભોજન લેતી વખતે મૂળાનું સેવન કરવાથી ડાયાબિટીસથી ઝડપી છૂટકારો મળી શકે છે.

લિવરની પરેશાની દૂર કરશે

image source

જો તમને પેટ ભારે લાગી રહ્યું છે તો તમે મૂળાના રસમાં મીઠુ મિક્સ કરીને પીઓ. તેનાથી તમને આરામ મળશે. જે લોકોને લિવર સંબંધિત કોઇ મુશ્કેલી છે તો તેમણે પોતાના ડાયેટમાં મૂળા સામેલ કરવા જોઇએ. આ તમારા લીવરને સ્વસ્થ રાખે છે.

હાઇ બીપીમાં ફાયદાકારક

image source

હાઇ બીપીના લોકો માટે પણ મૂળા ખૂબ જ ફાયદાકારક છે. એન્ટી હાઇપરટેન્સિવ ગુણોથી ભરપૂર મૂળા હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં પર્યાપ્ત પ્રમાણમાં પોટેશિયમ હોય છે જે આપણા શરીરમાં સોડિયમ-પોટેશિયમનાં ગુણોત્તરનું બેલેન્સ જાળવી રાખે છે જેનાથી બ્લડ પ્રેશર મેઇન્ટેઇન રહે છે.

કિડનીને સ્વસ્થ રાખે છે

image source

પૌષ્ટિક તત્વોથી ભરપૂર મૂળા આપણી કિડનીને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. આ આપણા શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે અને એટલા માટે તેને નેચરલ ક્લીન્ઝર પણ કહેવામાં આવે છે. આ આપણા આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેમાં સારા પ્રમાણમાં ફાઇબર મળી આવે છે જે કબજિયાતના દર્દીઓ માટે રામબાણ છે.

ભૂખ વધી જાય છે

image source

જો કોઇને ભૂખ ન લાગવાની પરેશાની છે તો તેના માટે તમે મૂળાના રસમાં આદુનો રસ મિક્સ કરીને પીઓ. આમ કરવાથી તમારી ભૂખ વધશે અને તમને જો પેટ સંબંધિત કોઇ રોગ છે તો તે પણ દૂર થશે.

કમળામાં છે ફાયદાકારક

image source

કમળાના પેશન્ટ્સ માટે આ રામબાણ કામ કરે છે. કમળાના દર્દીએ પોતાના ડાયેટમાં તાજા મૂળા સામેલ કરવા જોઇએ. દરરોજ સવારે એક કાચા મૂળા ખાવાથી કમળાનો રોગ ઠીક થઇ જાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલ તત્ત્વ ઈન્સ્યુલિનને કંટ્રોલ કરવાનું કામ કરે છે. કોઇ પણ નુસ્ખો અજમાવતા પહેલા ડૉક્ટર્સની સલાહ લેવી જરૂરી છે.