નાના મોટા સૌને ભાવતા ખાખરા બનાવો હવે ઘરે..

જીરા ખાખરા

ખાખરા આપળા ગુજરાતીઓની પારંપરીક રેસીપી છે. ખાખરા ખાવામાં હળવા હોય છે. તેથી તે નાસ્તામાં ખવાય છે. ખાખરા અલગ અલગ કેટલા સ્વાદમાં બનાવી શકાય છે. સાદા ખાખરા, માસલા ખાખરા, મેથી ખાખરા ચાટ ખાખરા, અને જીરા ખાખરા.

તો આજે હું લઇને આવી છું. તેમાંના જીરા ખાખરા જે સ્વાદમાં ખુબ જ ટેસ્ટી બને છે. અને જીરાના લીધે તે નાના મોટા સૌને ભાવે છે.ખાખરા અથાણું જોડે ખુબ જ સરસ લાગે છે.

ખાખરા ઘઉંના લોટના બને છે. તેથી બાળકો ગમે એટલા પ્રમાણમાં ખાખરા ખાઈ શકે છે. આ ખાખરા એકદમ બહાર માર્કેટમાં મળતા ખાખરા જેવા જ ક્રન્ચી બને છે. તેમજ આ ખાખરાને લાંબો સમય સુધી ડબ્બામાં ભરી સ્ટોર પણ કરી શકાય છે.

તો ચલો બનાવીએ જીરા ખાખરા. જેને આપણે આજે બે અલગ અલગ રીતથી બનાવીશું.

સામગ્રી:

  • ૧ વાડકો ઘઉંનો લોટ,
  • ૨ ચમચી ચણાનો લોટ,
  • ૧ વાડકો જેટલું દૂધ (લોટ બાંધવા),
  • ૧ ચમચી જીરું,
  • ૧/૨ ચમચી હળદળ,
  • ૧ ચમચી નમક,
  • તેલ જરૂર મુજબ.

રીત:

સૌપ્રથમ આપણે સામગ્રીઓ લઇ લઈશું. જેમાં આપણે લઈશું ઘઉંનો લોટ, ચણા નો લોટ, દૂધ, જીરું જેને આપણે ખાંડણીમાં પીસી લઈશું. અથવા તેને વેલણ વડે કચડી લેવું. ત્યાર બાદ જેટલા પ્રમાણમાં લોટ હોય એટલા પ્રમાણમાં નમક અને હળદળ ઉમેરવી. ખાખરા તીખા પસંદ હોય તો મરચું પાઉડર પણ લઇ શકો.

હવે એક મોટા બાઉલ અથવા કથરોટ જેમાં આપણે લોટ બાંધી શકીએ તેમાં બધા જ લોટ કાઢી લેવા. જેમાં લઈશું ઘઉંનો લોટ, ચણાનો લોટ, નમક, હળદળ અને લઈશું જીરું જેને ખાંડણીમાં પીસી લીધું છે. તમે ચાહો તો આખું જીરું પણ ઉમેરી શકાય છે.

હવે બધી જ સામગ્રીઓને પ્રોપર મિક્ષ કરી લેવું. ત્યાર બાદ જરૂર મુજબ તેમાં દૂધ ઉમેરતા જવું અને લોટ બાંધી લેવો. તમે ચાહો તો થોડું પાણી પણ ઉમેરી શકો છો. અથવા એકલા દૂધમાં પણ લોટ બાંધી શકાય છે.લોટ બંધાય ગયા બાદ તેને એક બાઉલમાં કાઢી લઈશું અને તેના પર ડીશ ઢાકી અને ૨૦ થી ૨૫ મિનીટ સુધી તેને રેહવા દેવો.

ત્યાર બાદ તેને ફરી એક કથરોટમાં કાઢી તેમાં જરૂર મુજબ મોણ (તેલ) ઉમેરી અને હાથ વડે ટીપી લઈશું. તમે ચાહો તો ઘી પણ મોણમાં લઇ શકાય છે.

હવે લોટને ખુબ જ ટીપી અને તેમાં થી લોટના નાના નાના લુઆ બનાવી લેવા. જેમાંથી ખાખરા વણી શકાય.

ત્યાર બાદ લુઆમાંથી પાટલા પર રોટલી ની જેમ જ ખાખરા વણી લેવા. પરંતુ ખાખરા ને બને તેટલા પાતળા વણવાના છે. તેથી જરૂર મુજબ ઘઉંનો (કોરો) લોટ લઇ ખાખરાને પતલા અને મોટા વણી લેવા.

હવે ખાખરાને શેકવાના છે. તેની બે રીત છે. જેનાથી આપણે ખાખરા બનાવી શકીએ.

રીત-૧

હવે એક લોઢી ગરમ કરો ત્યાર બાદ ખાખરા ને સેકવા માટે મુકો. બને તરફ થોડા થોડા શેકાઈ ગયા બાદ તેને કપડા વડે ખાખરાની બને તરફ દબાવતા દબાવતા સેકવાનું છે. જેથી તે ફૂલે નહી અને સરખા શેકાઈ જાય.

ખાખરા બનાવતી વખતે ખાસ ધ્યાન માં રાખવું કે ખાખરાને ખુબ જ ધીમી આંચ ઉપર શેકવા નહિ તો તે બળી જશે.

રીત-૨

લોઢી ગરમ કરી તેમાં ખાખરા શેકવા મુકો. ત્યાર બાદ ખાખરા એક તરફ શેકી લીધા પછી તેમાં તેલ અથવા ઘી લગાડવું. તેલ લગાવ્યા બાદ ધીમી આંચ ઉપર ખાખરા ને એક જાડી વાટકી લઇ ખાખરા ને દબાવવું. અને બને તરફ શેકી લેવું.

આ બને રીતથી ખાખરા થઇ શકે પરંતુ તેલ વગર કપડા થી દબાવીને ખાખરા કરવાથી હેલ્થી બને છે. જેથી જે લોકો ડાયટ કરે છે. તે પણ ખાઈ શકે.

હવે ખાખરા બની ગયા બાદ તેને સર્વિંગ પ્લેટમાં લઇ આથાણા અથવા ચા જોડે સેર્વ કરો.

નોંધ:

લોટ બાંધવામાં દૂધની જોડે તમે ચાહો તો થોડું પાણી પણ ઉમેરી શકો છો.ખાખરા માત્ર ઘઉંના લોટના પણ બનાવી શકાય છે. ચણાનો લોટ ના ઉમેરો તો પણ ચાલે.ખાખરા જે પણ સ્વાદના બનાવવા હોય તે લોટ બાંધતા સમયે જ સામગ્રીઓ ઉમેરી લેવી. જેમાં ચાટ મસાલો, મેથી, જીરું વગેરે લોટ બાંધતા સમયે ઉમેરી શકાય છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી