જલ્સા કરોને જેંતીલાલ

મૃત્યુ પછી અગ્નીદાહ આપી દેવાની વિધિ જેમ બને એમ જલ્દી કરવાનો આગ્રહ રખાય છે, જાણો એવું શાને? શાસ્ત્રોમાંથી મળે છે જવાબ…

જીવન – મરણ સંસારનું એક એવું ચક્ર છે એક એવું સત્ય છે જેને આપણે બદલી નથી શકતાં કે અસ્વીકાર કરી શકતાં નથી. પૃથ્વી પર જન્મલેનાર દરેકને તેમાંથી પસાર થવું પડે છે. હંમેશાં એવું થતું હોય છે કે જ્યારે પણ કોઈનું મૃત્યુ નિપજે કે તરત જ એ નિર્જીવ દેહને અગ્નિદાહ જેમ બને એમ ઝડપથી આપી દેવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. આવું શા માટે…? તેની પાછળના કારણો આપણે ઘણીવાર વિચારતાં હોઈએ છીએ. વળી એવો પણ પ્રશ્ન થતો હોય છે કે કેમ માત્ર હિંદુ ધર્મ નિભાવતા લોકોમાં છે આ પ્રથા…? આજે આ ગંભીર અને ઊંડી સમજણ ધરાવતા પ્રશ્નોનો ઉત્તર અહીં આપીએ છીએ. જાણો શું છે તેની પાછળના કારણો અને જાણો શું છે ધાર્મિક મર્મ આ વિધિવિધાનોનું આ બધા પ્રશ્નોનો ઉલ્લેખ આપણી ભારતીય સંસ્કૃતિના પુરાતન ગ્રંથ ગરુડ પુરાણમાં વાંચવા મળે છે. તેમાં રજૂ થયેલ લેખિત વર્ણન મુજબ જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે એ મૃતદેહની આસપાસ લાગતાં વળગતાં લોકો એકઠાં થવા લાગે છે. તે ઘર, શેરી અને મહોલ્લામાં કોઈપણ શુભ કાર્યોનું આયોજન કરવામાં નથી આવતું. જ્યાં સુધી શબ ત્યાં જ પડ્યું હોય ત્યાં સુધી તેની આસપાસ સહુ કોઈ ઈશ્વરનું નામ લઈને મંત્ર – જાપ કરતાં રહે છે. એથી વિશેષ તે ઘરમાં તો ચુલો પણ સળગતો નથી. હિંદુ ધર્મ માન્યતા પ્રમાણે શબની કાળજી રાખવી જરૂરી છે. શબને જો કોઈ પ્રાણી કે જીવજંતુ સ્પર્શે તે મૃતક માટે અશુભ મનાય છે. તે જીવની દુર્ગતિ થશે તેવું પણ મનાય છે.હિંદુ ધાર્મિક શાસ્ત્ર મુજબ મૃત વ્યક્તિની યોગ્ય સમયમાં યોગ્ય વિધિવિધાન પૂર્વક અંતિમ સંસ્કાર કરી દેવાનો આગ્રહ કરે છે. જે બાબત મૃતક અને પરિવાર માટે તે વધુ સારું છે. અંતિમસંસ્કારની વિધિ યોગ્ય રીતે કરાય તો મૃતક આત્માને શાંતિ થાય છે એવી માન્યતા સદીઓથી ચાલી આવે છે. પુરાણ શાસ્ત્રો મુજબ અગ્નીદાહની વિધિ કર્યા પછી પિંડદાન કરવાથી પણ દેવી – દેવતાઓના આશીર્વાદ પણ મળે છે. જ્યારે કોઈપણ મૃતકને અગ્નિદાહ અપવામાં આવે તે પહેલાં તેના હાથ – પગ બાંધી દેવાય છે. આમ કરવાનું કારણ એ છે તે મૃતકના શરીર પર કોઈ પિશાચ કબ્જો ન કરી શકે. નાક, કાન, મોં જેવાં શરીરના ખુલ્લાં છીદ્રોને કપાસથી બૂરી દેવાય છે. અને આંખોના પોપચાં ઢાળી દેવાય છે. જ્યોતિષશાસ્ત્રની માન્યતા મુજબ અંતિમસંસ્કારમાં ચંદન, તુલસી, આંબાના લાકડા ઉપયોગમાં લેવા જોઈએ. આ બધાં લાકડાને શુભ માનવામાં આવે છે વળી જીવાત્માને દુર્ગતિથી બચાવી શકાય છે. મરણ પામેલ સ્વજન વ્યક્તિની આખરી વિદાય કર્યા પછી ઘરના શુદ્ધિકરણને લઈને ધાર્મિક વિધિ ક્રિયાઓ થાય છે. જેનું સચોટ વિધાન ગરુડ પુરાણમાં બતાવાયેલ છે. તેમાં લખાયેલ નિયમોનું પાલન કરાય છે. આવું કરવાથી જીવાત્માને સદગતિ મળે છે. એ નિયમોમાં સૌથી પહેલો નિયમ છે સૂર્યાસ્ત પછી અગ્નિદાહ દેવાતો નથી. જો કે આ બાબતે જુદી – જુદી રીતની માન્યતાઓ પ્રવર્તે છે. અનેક જગ્યાએ એવી માન્યતા છે કે સૂર્યાસ્ત પછી સ્ત્રીના નહિં પરંતુ પુરુષના શરીરના અંતિમસંસ્કાર કરી શકાય છે. સામાન્ય રીતે ઢળી ગયેલી સાંજ પછી અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી. તેની પાછળ માન્યતા છે કે અંધકારમાં અંતિમ સંસ્કાર કરવાથી મૃતઆત્માને પરલોકમાં શાંતિ નથી મળતી. મરણ પછી પણ આત્માને કોઈ તકલીફ વેંઠવાનો વારો ન આવે કોઈ કષ્ટ ન પડે, વધુમાં તેના પરિવારજનોને કોઈ જાતનું કષ્ટ ન થાય અને પૂર્વજો પિતૃઓની અવકૃપા વેંઠવાનો વારો ન આવે તેવું કારણ હોવાનું મનાય છે. એવી પણ એક માન્યતા છે કે અંધકાર બાદ અગ્નિસંસ્કાર આપવાથી વ્યક્તિને પછીના જનમમાં શારીરિક ખોડખાંપણવાળું શરીર મળે છે.જો કોઈ ગંભીર બીમારીથી મૃત્યુ ન થયું હોય તો ૧૨થી ૧૪ કલાક સુધીમાં વધુમાં વધુ અગ્નિદાહ આપી દેવાય છે. કારણ કે જો કોઈ વ્યક્તિને ગંભીર બીમારીથી મૃત્યુ થયું હોય તો જેમ બને તેમ જલ્દી અંતિમ સંસ્કાર અપાય છે. જે સમયે મૃત્યુ થાય તે પછી શરીર ગળવાનું શરૂ થઈ જાય અને મૃતદેહ કોહવાવા લાગે છે. અમુકવાર જો શબને લાંબો વખત રાખવાની પરિસ્થિતિ આવે ત્યારે શરીરમાંથી એક ખાસ પ્રકારની વિચિત્ર વાસ આવવા લાગે છે. જે મૃતકની સદગતિ માટે યોગ્ય નથી. કોહવાયેલ શરીરમાંથી આવતી વાસને લીધે મૃતકની પાસે બેસી પણ શકતું નથી. વળી, મૃતકના શરીરની ઉપર વજન પણ રાખવામાં આવે છે. કારણ કે ફૂલાયેલ શરીરને સ્મશાને લઈ જવું પણ મુશ્કેલ બને છે. આથી તેને બરફની પાટ પર રાખવાની વ્યવસ્થા કરવામાં આવે છે. મૃત્યુ પછી બને એટલાં જલ્દી અગ્નિદાહ આપી દેવાય તે સારું માનવામાં આવે છે. જે વૈજ્ઞાનિક રૂપે પણ વધુ ઉપકારક છે. ગરુડ પુરાણમાં આ વિષયે સવિસ્તૃત ઉલ્લેખ છે. જેનો નીતિનિયમ મુજબ અમલ કરવાથી મૃતકની યોગ્ય ગતિ થાય છે.

Exit mobile version