જલ્સા કરોને જેંતીલાલ

મૃણાલ ઠાકોરઃ સુપર ૩૦ની હીરોઈન એક સમયે મહેંદી મૂકીને કરતી કમાણી… બર્થ ડે પર જાણો તેના વિશે કેટલીક અજાણી વાતો…

મૃણાલ ઠાકોરઃ સુપર ૩૦ની હીરોઈન એક સમયે મહેંદી મૂકીને કરતી કમાણી… બર્થ ડે પર જાણો તેના વિશે કેટલીક અજાણી વાતો… કુમકુમ ભાગ્યની બુલબુલ દેખાઈ સુપર ૩૦ની નોન ગ્લેમરસ રોલમાં ખૂબ વખણાઈ રહી છે. જન્મદિવસે જાણીએ મૃણાલ ઠાકોરની રીયલ લાઈફ સ્ટોરી…


મરાઠી મુગ્લી મૃણાલ ઠાકોરનો સિતારો ટી.વી. સિરિયલો સાથે બોલીવૂડ ફિલ્મોમાં પણ ચમકવા લાગ્યો છે. આ અભિનેત્રી હિન્દી સિનેમાની સાથે મરાઠી ફિલ્મોમાં પણ સારી એવી ઓળખ ઊભી કરી છે. એકદમ ક્યુટ આકર્ષક ચહેરો અને સોફ્ટ અવાજ સાથે તેનો અભિનય ખૂબ જ વખાવવા લાગ્યો છે. તેનો આજે જન્મદિવસ છે ત્યારે આવો આ ઊભરતી નવી અદાકારાને બોલીવૂડ કેટલું સદી ગયું છે જોઈએ.

લાગે છે, બોલિવૂડે મૃણાલ ઠાકોરને ઝડપથી લાઈમલાઈટમાં લાવી દીધું છે!


હાલમાં સુપર ૩૦માં ઋત્વિક રોશન સાથે બીલકુલ ગ્લેમર વિનાના રોલમાં પણ આ અભિનેત્રીનો અભિનય લોકો પસંદ કરી રહ્યા છે. ભારતી સૌથી મજબૂત શિક્ષણ સંસ્થા સામે ટોપના ૩૦ વિદ્યાર્થીઓ તૈયાર કરવાની મેથ્સ કોચિંગ ક્લાસ ટીચર આનંદ કુમારની રીયલ લાઈફ સ્ટોરીમાં તેણે મુખ્ય નાયકની પત્નીનો રોલ કર્યો છે. વધુમાં નવી ફિલ્મ બાટલા હાઉસ સાઈન કરી છે, તેવા સમાચાર છે. તે મુજબ આ ફિલ્મમાં તે હોટ ફેવરિટ જોહન અબ્રાહિમ સામે અભિનય કરશે. મૃણાલને દર્શકો પસંદ કરી રહ્યા છે, એ બોક્સ ઓફિસ કલેક્શન દ્વારા સમજાતાં આજે તેની પાસે અનેક બોલીવૂડ ફિલ્મોની ઓફર આવી રહી છે. આ નવી અભિનેત્રી વિશે જાણીએ રસપ્રદ અજાણી વાતો…

‘મુજે કુછ કહેતી હૈ યે ખામોશિયાં’ ફિલ્મથી બોલીવૂડમાં કર્યું હતું ડેબ્યુ…


જર્નાલિઝમનો અભ્યાસ કરતી મૃણાલને કોલેજના સમયમાં પહેલી હિન્દી બોલીવૂડ ફિલ્મ મળી ગઈ હતી. તેનું નામ છે ‘મુજે કુછ કહેતી હૈ યે ખામોશિયાં’. ત્યાર બાદ તે ફિલ્મ ‘લવ સોનિયા’માં પણ કામ કરી ચૂકી છે. મૃણાલને ખરી ઓળખ ઝી ટી.વી પર આવતી એકતા કપૂરની સિરિયલ કુમકુમ ભાગ્યમાં પ્રજ્ઞાની બહેન બુલબુલના રોલથી મળી હતી. આ સિરિયલમાં તેના પાત્રનું મૃત્યુ થતાં તે પડદા પરથી બાકાત થઈ હતી. ત્યાર બાદ તે નચ બલિયે ૭માં પણ દેખાઈ હતી જેમાં તે શરદચંદ્ર ત્રિપાઠી સાથે હતી. ત્યારે લોકોને એમના વચ્ચે અફેર હોવાની શંકા હતી. તેને કુમકુમ ભાગ્ય સિવાય ‘હર યુગમેં આયેગા એક અર્જૂન’ જે સ્ટાર પ્લસ ઉપર ખૂબ સફળ થઈ હતી તેમાં પણ દર્શકો તેને ખૂબ પસંદ કરતાં હતાં.

નાનપણથી બનવું હતું એક્ટર, પરંતુ મહેંદી કરીને કમાતી પોકેટ મની…


મૃણાલના એક ઇન્ટરવ્યૂ મુજબ તેણે ખૂબ જ નિખાલસતાથી વાત કરી હતી કે તેને નાનપણથી જ અભિનેત્રી બનવું હતું. એક્ટિંગનો તેને ખૂબ જ શોખ હતો. ભણવાની સાથે તેણે પેન્ટિંગ અને મહેંદીનો પણ શોખ હતો. તેણે કહ્યું કે તે પોકેટ મની ભેગી કરવા માટે મહેંદી મૂકી આપતી. ટી.વી. સિરિયલ અને ફિલ્મોની સાથે મરાઠી સિનેમામાં તેમજ જાહેરાતોમાં તે ઝળકી છે. દર્શકો તેને વધુમાં વધુ પસંદ કરી રહ્યા છે અને તેની ફેનફોલોઇન્ગ પણ વધી રહી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version