જલ્સા કરોને જેંતીલાલ

શું તમે મિ. બીનના ફેન છો ? તો જાણી લો કે તેમની પાસે છે દુનિયાની સૌથી મોંઘી કાર ! જાણો તેમની લાઈફ સ્ટાઇલ

આમ તો મિ.બિન બે દાયકા પહેલાં એટલે કે નેવુંના દાયકામાં ખુબ જ ફેમસ થઈ ગયા હતાં, તેમની કોમેડી સિરિઝના કારણે ! અને આજે પણ તેમનો જાદુ જરા પણ ઓંસર્યો નથી. તેમની આ કોમેડી સિરિઝ 5 વર્ષ ચાલી હતી. જેમાં તેમણે લગભગ મુંગા રહીને જ લોકોને પેટ પકડીને હસાવ્યા હતા.

જ્યારે કોઈ પણ એક્ટરને એમ પુછવામાં આવે કે તમારા માટે કેવી એક્ટિંગ સૌથી અઘરી હોય છે ત્યારે તેઓ નિઃશંક પણે કહી દે છે કે તેમના માટે કોમેડી સીન નિભાવવા અઘરા હોય છે ! આપણે ભલે અભિનેતાઓને તેમના ટ્રેજેડી સીન કે પછી લાગણીસભર સીનમાં કરવામાં આવેલા અભિનયતથી માપતા હોઈએ છીએ પણ વાસ્તવમાં તેમના માટે લોકોને હસાવવા અઘરા હોય છે. અને તે જોતાં તો મિસ્ટર બીને લોકોને એકપણ શબ્દ ઉચ્ચાર્યા વગર જ સતત પાંચ વર્ષ હસાવ્યા હતા. અને તેમની આ સિરિઝ 200 દેશામાં અલગ-અલગ ભાષાઓમાં રજુ થઈ ચુકી છે.

તો ચાલો થોડું મિ. બીન વિષે જાણી લઈએ. તેમને લોકો મિ.બીન તરીકે ઓળખે છે પણ તેમનું વાસ્તવિકનામ રોવમ એટકિંસન છે. તેઓ બ્રિટિશ છે. તેમણે માત્ર એક જ શો નથી કર્યા પણ ઘણી બધી ટીવી સીરીઝ તેમજ ફિલ્મો તેઓ કરી ચુક્યા છે અને અત્યંત સફળ અભિનેતા રહ્યા છે. તેમની આ સિરિઝ પર આજે કાર્ટુન ફિલ્મ તેમજ સિરિઝ પણ બની ચૂકી છે. તેમની ફિલ્મ ‘જોહ્ની ઇંગ્લીશ’એ સમગ્ર દુનિયામાં 4000 કરોડ કરતાં પણ વધારે વકરો કર્યો હતો. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તેઓ જેવા પરદા પર દેખાય છે તેવા વાસ્તવમાં નથી તેઓ વાસ્તવમાં એક લક્ઝરિયસ જીવશૈલી ભોગવી રહ્યા છે. જો કે તેઓ સ્વભાવે તો રમુજી જ છે !

તેમનો જન્મ ઇંગ્લેન્ડના ડરહમમાં થયો હતાં ત્યાં જ તેઓ મોટા થયા હતા. ત્યાર બાદ તેમણે ઓક્સફર્ડની ક્વીન્સ કોલેજમાંથી ઇલેક્ટ્રિકલ એંજીનિયરિંગની ડીગ્રી મેળવી. ત્યાર બાદ તેમણે તેમાં માસ્ટર પણ કર્યું હતું અને ડોક્ટરેટ માટે પણ અભ્યાસ શરૂ કર્યો હતો જો કે ત્યાર બાદ તેમણે પોતાની કારકીર્દી માટે અભિનય ક્ષેત્ર અપનાવી લીધું હતું. તેઓ સ્વભાવે ડેરીંગબાજ છે અને તેમને મનમાં જે સુજે તે તેઓ કરી દે છે. તેમને એક સમયે કોઈ પણ કારણ વગર લોરી ચલાવવાનું ઘેલુ લાગ્યું તો તેમણે લોરી ચલાવવા માંડી અને આજે પણ તેમની પાસે તેનું લાયસન્સ છે.

એવી જ રીતે તેઓ પોતાની ઇલેક્ટ્રીકલ એન્જિનિયરની કેરિયર છોડીને અભિનય ક્ષેત્રમાં ફંટાઈ ગયા અને પછી તો તેમણે પાછળ વાળીને જોયું જ નહીં. તેમના આ ક્ષેત્રમાંના યોગદાનના કારણે તેમને યુ.કેની મહારાણી એલિઝાબેથ તરફથી “કમાંડર ઓફ ધી મોસ્ટ એક્સેલેંટ ઓર્ડર ઓફ ધી બ્રિટિશ એંપાયર”નો અત્યંત ઉંચો ખિતાબ આપવામાં આવ્યો.

તમને જાણીને આશ્ચર્ય થશે પણ આ સીધાસાદા મિ. બીન એટલે કે મિ. એટકિન્સન પાસે છે 8000 કરોડ રૂપિયાની સંપત્તિ. તેઓ બ્રિટેનના સૌથી અમિર અભિનેતાઓમાં સમાવિષ્ટ છે. તમે મિ બીન સિરિઝમાં આ અભિનેતાને એક નાનકડા ઘરમાં કંઈકને કંઈક જંતરમંતર કરતાં જોયા હશે પણ વાસ્તવમાં તો તેઓ પોતાના નામે એક મહેલ ધરાવે છે અને તે ઉપરાંત પણ બ્રિટેનના વિવિધ સ્થળોએ પોતાની મોંઘેરી પ્રોપર્ટીઓ પણ ધરાવે છે જે કરોડોની કીંમતની છે.

અને જેના કારણે આજે તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે તે છે તેમની મોંઘેરી કાર. તેમની આ કાર દુનિયાની સૌથી મોંઘી કારોમાંની એક છે. જેની કીંમત 8-10 કરોડ નહીં પણ 80-100 કરોડ રૂપિયા છે. તેમણે મેક્લારેન એફ 1 ગાડી 1990માં ખરીદી હતી અને ત્યારે તેમની કીંમત 5 લાખ 40 હજાર યુરો હતી. આજે આ ગાડી ખુબ જ રેર છે અને જો તમને તે ક્યાંકથી વેચાતી મળી જાય તો પણ તમારે તેની માટે 100 કરોડ સુધીની કીંમત ચુકવવી પડે છે.
થોડા સમય પહેલાં રોવાન એટકિન્સનના મૃત્યુના સમાચારની અફવાએ ભારે જોર પકડ્યું હતું. જો કે પાછળથી તેને નકારી કઢાઈ હતી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version