મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી કમલનાથની અનોખી પહેલઃ કચરો લાઓ જમતા જાઓ.

આજે કુદરતી પહાડો જેટલા મોટા પહાડ કચરાના થવા લાગ્યા છે. ભવિષ્યમાં ત્યાં કોઈ પિકનિક સ્પોટ બને તો નવાઈ નહીં. માત્ર મજાક થઈ રહ્યો છે પણ સમસ્યા અત્યંત ગંભીર છે. અમદાવાદની જ વાત કરીએ તો હવે તમે જો એલિસબ્રિજ પરથી સાબરમતી નદીમાં જોશો તો તમને દૂર કચરાના ઢગલા જોવા મળશે. જોકે તેને ઢગલા ન કહી શકાય પણ પહાડ કહેવાય કારણ કે તે કેટલાએ કીલો મીટર દૂરથી જોઈ શકાય છે.

આ કચરાના વ્યવસ્થાપન માટે તેમજ દેશમાંથી ગંદકીને દૂર કરવા માટે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે પણ મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી કમલનાથની સરકારના છિંદવાડા નગર નિગમના અધિકારીઓએ એક ખુબ જ પ્રોત્સાહક પહેલ શરૂ કરી છે. જેનું નામ છે ‘કચરા લાઓ મુફ્ત મેં ભેજન પાઓ’. આ યોજનાનો મુખ્ય હેતુ નગરમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાનો છે.

એક રીતે જોવા જઈએ તો આ સ્વચ્છ ભારત અભિયાનને જ પ્રોત્સાહન આપતી યોજના છે. પણ એક અનોખી અને ખુબ જ પ્રોત્સાહક યોજના છે. મળેલી માહિતિ પ્રમાણે, છિંદવાડા શહેરમાં રહેતાં સ્થાનીક લોકો જો રસ્તા પરથી શોધીને કચરો ભરીને પ્લાસ્ટિકની થેલીમાં નગર નિગમ સુધી કચરો પહોંચાડી દેશે તો તેમને તેના બદલામાં ફૂડ કૂપન આપવામાં આવશે.

આ ફૂડ કૂપનનો ઉપયોગ તેઓ નગર નિગમ દ્વારા ચલાવવામાં આવતા મફત ફોજનના કાઉન્ટર પર કરી શકશે. આ યોજનાની શરૂઆત હજુ ગયા મંગળવારે જ કરવામાં આવી છે. જેને ખુબ જ પ્રતિસાદ મળી રહ્યો છે. માત્ર પહેલાં દીવસે જ એંસી જેટલા લોકો કચરો ભેગો કરીને નગર નિગમ સુધી લઈ આવ્યા અને તેના બદલામાં ખાવાની કૂપન લઈ ગયા હતા.

શું છે આ અનોખી પહેલનો ઉદ્દેશ

નગર નિગમના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ અનોખી યોજનાનો ઉદ્દેશ શહેરને કચરા તેમજ પ્લાસ્ટિકની થેલીઓથી મુક્ત કરાવવાનો છે. નિગમના અધિકારીઓએના જણાવ્યા પ્રમાણે આ કચરો કોઈ પણ લાવી શકે છે. જો કે વેપારી કચરો લઈને પોતાના કર્મચારીને મોકલશે તો તેને પણ તેના બદલામાં ખાવા માટેની કૂપન આપવામાં આવશે.

પહેલેથી જ કચરા વિણનારાઓને મફત ભોજન પુરુ પાડવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે નગરનીગમ દ્વારા નોંધાયેલા 150 કચરા વીણવાવાળાને પહેલેથી જ મફત ભોજન પુરુ પાડવામાં આવે છે. આ ઉપરાંત એક કર્મચારીએ જણાવ્યું હતું કે નગરમાં તેમના દ્વારા એક ભંડારો પણ ચલાવવામાં આવે છે જ્યાં માત્ર પાંચ જ રૂપિયામાં જમવાનું પિરસવામાં આવે છે.

આ યોજના શહેરના કોઈ પણ નાગરીક માટે ખુલ્લી છે પછી તે ફુટપાથ પર રહેતા લોકો હોય કે ભીખારી હોય કે કોઈ જગ્યાએ કામ કરતા મજૂર હોય. તેમને કચરાના બદલામાં જમવાનું ચોક્કસ આપવામાં આવશે.

નગર નીગમ હેઠળ નોંધાયેલા આ 150 કચરા વિણવાવાળાને નિગમ તરફથી આઈકાર્ડ આપવામાં આવ્યું છે અને એક સામાન્ય સેફ્ટી કીટ પણ ફાળવવામાં આવી છે. પણ તેમણે કચરો વિણવાનું નહીં પણ કચરો છાંટવાનું એટલે કે સમગ્ર શહેરમાંથી જેટલો પણ કચરો આવે તેને તેમના યુનિટમાં જમા કરાવવાનો હોય છે જેના બદલામાં તેમને ફૂડ કુપન આપવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ