ગ્વાલિયરના સત્યેંદ્ર કર્યો કમાલ, ઈંગ્લિશ ચેનલ પાર કરનારો એશિયાનો પહેલો દિવ્યાંગ

ગ્વાલિયરના પૈરાસ્વિમર સત્યેન્દ્રે બ્રિટન અને યૂરોપની વચ્ચેના સમુદ્ર એટલે કે ઈંગ્લિશ ચેનલને પાર કરીને ઈતિહાસ રચી દીધો છે. સ્વિમર સત્યેન્દ્રએ 12 કલાક અને 26 મીનિટમાં 34 કિલોમીટરના ઈંગ્લિશ ચેનલને પાર કરી. સત્યેન્દ્રએ પોતાના ત્રણ સાથિયો સાથે આ ઉપલબ્ધી હાંસિલ કરી છે. મહારાષ્ટ્રમાં ચેતન રાઉત, બંગાળના રીમો શાહ અને રાજસ્થાનના જગદીશ ચન્દ્ર તરવૈયા હતા. એટલું જ નહીં, સત્યેન્દ્ર ઈંગ્લિશ ચેનલને પાર કરનાર એશિયાવો પહેલો પૈરાસ્વિમર પમ બની ગયો છે. તમને જણાવી દઈએ કે, વિક્રમ એવોર્ડ સત્યેન્દ્રની સ્વીમરની સ્પર્ધાઓમાં અત્યાર સુધીમાં 16 મેડલ જીત્યા છે.

હકીકતમાં સત્યેંદ્ર નાનપણથી દિવ્યાંગ છે, જ્યારે તે 15 દિવસનો થયો ત્યારે તેને ગ્લૂકોઝ ડ્રિપ રિએક્શનના લીધે તેમના પગે અક્ષમ થઈ ગયા. સત્યેંદ્રને નાનપણથી તરવાનો શોખ હતો, પરંતુ દિવ્યાંગતાના લીધે શરૂઆતના દિવસોમાં તેમને ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હતો. પરંતુ તેમને દિવ્યાંગતાને પોતાની કમજોરી ન બનવા દીધી અને ગામની બૈસલી નદીમાં તરવા લાગ્યો. જેના પછી સ્વીમર તેમની પેશન બની ગઈ અને આજે તેમના જનૂને તેમને આ મુકામ સુધી પહોંચાડયો છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે સત્યેંદ્ર ચાલી નથી શકતો. તે ઈન્દોરમાં સરકારી નોકરી કરે છે.

શારીરિક રીતે અક્ષમ હોવા છતાં પણ અહીં સુધી પહોંચનાર સત્યેંન્દ્ર માટે આ બહુ મોટી વાત છે. તેના માટે તેમને ગત વર્ષે મે થી તૈયારી શરૂ કરી દીધી હતી. તે સમયે તેમને 36 કિલોમીટરના અરબ સાગરને પાર કર્યો હતો. જેમાં તેમને 5 કલાક અને 43 મીનિટનો સમય લાગ્યો હતો.

અરબ સાગરમાં 36 કિલોમીટર સુધી તરવૈયો રહી ચૂક્યો છે સત્યેંદ્ર

સૌથી રસપ્રદ વાત તો એ છે કે સત્યેંદ્ર પહેલો એવો ભારતીય છે જેને 75 ટકા દિવ્યાંગતા હોવા છતાં પણ અરબ સાગરમાં 36 કિલોમીટર સુધી સ્વીમિંગ કર્યુ હતું. સત્યેંદ્ર જાણે છે કે તે પોતાના નીચેનાં અંગોનો પ્રયોગ ક્યારે પણ નહી કરી શકે તેમ છતા તે ઈંગ્લિશ ચેનલમાં 36 કિલોમીટર ડોવર સ્ટ્રેટ તરવા માટે તૈયાર થઈ ગયો.

આ પહેલા કલકત્તા (પશ્ચિમબંગાળ)ના એમ રહેમાન બાયદા દુનિયાના પહેલા એવા તરવૈયા હતા જેમને ઘૂંટનોની નીચેનો હિસ્સો અપંગ હોવા છતા પણ જુબ્રાલ્ટાની ખાડીને પાર કરી હતી.

25 સ્પ્ટેમ્બર 2001 રહેમાનએ ખતરનાર લહેરોથી લડતા લડતા આ વિજય અભિયાનને પાર કર્યો હતો. તેના માટે તેમને 4 કલાક 20 મીનિટનો સમય લાગ્યો હતો. તે સિવાય તેઓ એશિયાના એવા પહેલા વિકલાંગ તરવૈયા છે જેમને 1997માં ઈંગ્લિશ ચેનલને પાર કરી હતી.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી