વારે-વારે પડી રહેલા મોંનાં ચાંદાની સમસ્યાથી છો હેરાન તો કરી લો આ સરળ ઘરેલું ઉપાય..

મોંનાં ચાંદાને ઠીક કરવા માટે રામબાણ ઈલાજ મધ હોય છે, રૂને મંધમાં ડૂબાવીને ચાંદા વાળી જગ્યા પર લગાવવાથી ખૂબ રાહત મળે છે

આ વાતથી તો આપણે સૌ સારી રીતે વાકેફ છીએ કે જ્યારે મોંમાં કે જીભ પર ચાંદ પડી જાય, તો કોઈ સાથે વાતચીત કરવામાં, ત્યાં સુધી કે ખાવા પીવામાં પણ કેટલી તકલીફ થાય છે. મોંનાં ચાંદા દેખાવામાં જેટલા નાના હોય છે, તેટલા જ વધારે કષ્ટદાયી હોય છે અને તેના સિવાય આ પણ છે કે મોંનાં ચાંદાને કારણે ન તો આપણે બરાબર રીતે જમી શકીએ છીએ અને ન તો બરાબર રીતે વાત કરી શકીએ છીએ . આને માઉથ અલ્સરનાં નામથી પણ ઓળખવામાં આવે છે અને તમને જણાવી દઇએ કે આ એક એવી સમસ્યા છે જેના પર લોકો ત્યાં સુધી ધ્યાન નથી આપતા જ્યાં સુધી કે ચાંદાને કારણે તેમનું ખાન-પાન મુશ્કેલ ન થઈ જાય. અવારનવાર લોકો આને સામાન્ય સમસ્યા સમજીને અણદેખી કરી દેતા હોય છે, તેમને આ વાતનો અંદાજ નથી હોતો કે ઉપચારમાં વાર થવા પર આ સમસ્યા ગંભીર રૂપ ધારણ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે મોંની અંદર ચાંદા થવા ઘણી હદ સુધી તકલીફ દાયક હોય છે અને સામાન્ય રીતે સમસ્યાથી લગભગ દરેક વ્યકિત ક્યારેક ને ક્યારેક ઝઝૂમ્યા જરૂર હશે. જો તમે પણ આ સામન્ય દેખાતી ગંભીર સમસ્યાથી હેરાન છો તો તમને આજ અમે અમુક ખૂબ જ સરળ અને ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદ દ્વારા તમે સરળતાથી આ ઠીક કરી શકો છો.

મોંના ચાંદાની સમસ્યાના આસાન ઉપચાર૧. સૌપ્રથમ તો તમને જણાવી દઈએ કે આ સમસ્યાથી બચવા માટે તમે વધુમાં વધુ લીલા શાકભાજી અને મોસમી ફળોનું નિયમિત રૂપથી સેવન કરો. તેની અંદર રહેલા વિટામીન્સ અને પોષક તત્વો શરીરનાં ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે, તેનાથી ચાંદાની સમસ્યા નથી થતી.

૨.મોંના ચાંદાથી છૂટકારો મેળવવા માટે તમે ગ્લિસરીનમાં શેકેલી ફટકડી મેળવીને રૂની મદદથી ચાંદા પર લગાવો અને લાળ ટપકવા દો,આનાથી ચાંદા દૂર થશે.૩.તમને આ પણ જણાવી દઈએ કે ચમેલી અને અમરુદ(પેરુ)નાં ૫-૫ પાન લઈને થોડીવાર સુધી મોંમાં ધીરે ધીરે ચાવો. થોડીવાર બાદ પાણી બહાર કાઢી નાખો. આમ કરવાથી પણ મોંનાં ચાંદા બરાબર થઈ જાય છે.

૪. તેના સિવાય તમને આ પણ જણાવી દઈએ કે ૫૦ ગ્રામ ઘી અગ્નિ પર ગરમ કરો અને તેમાં ૬ ગ્રામ કપૂર ઉમેરીને અગ્નિ પર ઉતારી લો. તે ઘીને મોંમાં લગાવવાથી ચાંદા ખૂબ જલ્દી મટી જાય છે.૫. આજ રીતની પરિસ્થિતિથી બચવા માટે તમે એ ક સુકુ ખોપરું ખૂબ ચાવી ચાવીને ખાઓ, ચાવ્યા બાદ પેસ્ટ જેવું બનાવીને મોંમાં થોડીવાર સુધી રાખો, પછી પૂરું ખાઈ લો. આમ દિવસમાં ત્રણ-ચાર વાર કરો, ચાંદા બે દિવસમાં દૂર થઈ જશે.

૬. તમને એ પણ જણાવી દઇએ કે મોંનાં ચાંદાને ઠીક કરવા માટે રામબાણ ઈલાજ મધ હોય છે, રૂ ને મધમાં ડૂબાડીને ચાંદા વાળી જગ્યા પર લગાવવાથી ખૂબ રાહત મળે છે.૭. તેના સિવાય આ સમસ્યાનો ઈલાજ તમામ ગુણોથી ભરપૂર એ લોવેરામાં પણ છુપાયેલ છે, જણાવતા જઈએ કે એલોવેરાનાં જ્યૂસ કે જેલને ચાંદા વાળી જગ્યા પર લગાવવાથી ખૂબ આરામ મળે છે.

૮. અંજીરનાં પાનમાં ઘણા પ્રકારનાં વિટામીન અને મિનરલ્સ જેમ કે વિટામીન બી૧,વિટામીન બી૨, વિટામીન એ ,કેલ્શિયમ અને મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. આ બધા પોષક તત્વો એ ક સાથે મળીને અલ્સરની આસપાસનાં સોજાને ઓછો કરવામાં મદદ કરે છે,જેનાથી દુખાવાનો પ્રભાવી રીતે ઈલાજ થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ