મોસંબીનો જ્યૂસ છે વિટામીન સીથી ભરપૂર, જાણો કઇ બીમારીઓ માટે છે અક્સીર ઇલાજ

મોસંબીનો ખાટ્ટો-મીઠો જ્યુસ અમૃતથી ઓછો નથી. મોસંબીમાં વિટામિન સી અને પૉટેશિયમની ભરપૂર પ્રમાણ મળી આવે છે. ખાટ્ટા-મીઠા સ્વાદને કારણે મોસંબીનો જ્યુસ ભારતનું સૌથી લોકપ્રિય જ્યુસ છે જે દરેક જગ્યાએ સરળતાથી મળી રહે છે. મોસંબીમાં ફાઇબર પણ મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જાણો, આપણા સ્વાસ્થ્ય અને શરીર માટે કેટલુ ફાયદાકારક છે મોસંબીનો જ્યુસ. રોગી અને નિરોગી સૌ કોઇ માટે આ મોસંબી શ્રેષ્ઠ છે.

image source

તેનો રસ અમૃત સમાન ગુણકારી હોવાથી કેટલીક માંદગીઓમાં રોગીઓને ફક્ત તેના રસ પર જ રાખવામાં આવે છે. મોસંબી એ મનુષ્યોને મળેલી કુદરતની અમૂલ્ય ભેટ સમાન છે. દેખાવમાં મોટા લીંબુ જેવી અને સ્વાદમાં થોડી ઘણી સંતરા જેવી મોસંબી આમ તો આખા એશિયન કોન્ટિનન્ટમાં થાય છે, પણ ભારત અને પાકિસ્તાન આ બે દેશોમાં આનું જુસ વધુ પીવાય છે. આ ફ્રૂટની ખાસિયત એ છે કે સિટ્રસ ફેમિલીનું હોવા છતાં એ એસિડિક નથી અને માટે જ એને સ્વીટ લાઇમ કહેવામાં આવ્યું છે. આ ફ્રૂટ ફાઇબરયુક્ત હોવાથી સ્કિન અને વાળ માટે પણ ખૂબ ઉપયોગી છે.

image source

શરીરની સાતેય ધાતુઓને વધારી લોહીના દોષ દુર કરે છે. એ પૌષ્ટીક, હૃદય માટે ઉત્તેજક, આહારનું યોગ્ય પાચન કરનાર, તરસ શાંત કરનાર અને ઠંડક આપનારી છે. તાવમાં મોસંબીનો રસ સર્વોત્તમ છે. એનાથી બાળકોની પાચનશક્તિ સુધરે છે, અને ચામડીનો રંગ પણ સુધરે છે. નિયમિતપણે મોસંબી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

-મોસંબીમાં કાર્બોહાઇડ્રેટ ૧૦.૯%, ચરબી ૧.૦%, પ્રોટીન ૧.૫%, પાણી ૮૪.૬% તેમજ લોહ તત્ત્વ, ફોસ્ફરસ, કેલ્શિયમ, વિટામિન એ, બી અને સી પર્યાપ્ત માત્રામાં રહેલાં છે.

-મોસંબીના સેવનથી શરીરમાં રક્ત અને કાન્તિ વધે છે. તાવના રોગી માટે તેનો રસ ખૂબ જ પથ્ય ગણાય છે. ટાઇફોઇડના તાવમાં જ્યારે દર્દીને ખોરાક બંધ હોય ત્યારે ઔષધની સાથે પોષણ માટે મોસંબીનો રસ થોડો થોડો આપતા રહેવું જોઇએ. તેનાથી આંતરડાંને આરામ મળે છે અને નબળાઇ પણ દૂર થાય છે.

-મોસંબી ઠંડી હોવાથી સળેખમ કે શરદીવાળાઓને અનુકૂળ આવતી નથી. છતાં પણ શરદીમાં જો તેનો રસ લેવો હોય તો તેમાં થોડો આદુંનો રસ મેળવીને લેવો જોઇએ.

કઈ રીતે સેવન કરી શકાય મોસંબીનો રસ

image source

દરરોજ સવારે નાસ્તમાં, એક ગ્લાસ મોસંબીનો જ્યૂસ પીઓ. તમે ઈચ્છો તો તેમાં થોડુ નવશેકું પાણી અને મધ પણ મિક્ષ કરીને પી શકો છો. આ સિવાય તમે તેમાં સિંધાલૂણ મીઠું નાખીને પણ પી શકો છો. આનાથી તેના સ્વાદમાં તો વધારો થશે જ સાથે તે વધુ સ્વાસ્થ્યવર્ધક બનશે.

મોસંબીના જ્યુસમાં વિટામિન સી હોય છે ભરપૂર પ્રમાણમાં

image source

સ્કર્વી એક એવી બીમારી છે જેમાં પેઢામાંથી લોહી નીકળવાની ફરિયાદ રહે છે. આ બીમારી વિટામિન સીની ઉણપને કારણે થાય છે. મોસંબીના જ્યુસમાં વિટામિન સીનું ભરપૂર પ્રમાણ હોય છે જે આ બીમારી માટે મદદરૂપ સાબિત થાય છે.

પેટની ઘણીબધી સમસ્યાઓથી પણ છૂટકારો અપાવે

image source

પાચનક્રિયા માટે મોસંબીનો જ્યુસ ઘણો ફાયદાકારક હોય છે. પોતાની મીઠી ખુશ્બૂ અને એસિડના પ્રમાણના કારણે મોસંબીનો જ્યુસ પાચનક્રિયામાં મદદ કરે છે. મોસંબીનો જ્યુસ પેટની ઘણીબધી સમસ્યાઓથી પણ છૂટકારો અપાવે છે. દરરોજ મોસંબીનો જ્યુસ પીવાથી લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. મોસંબીનો જ્યુસ ઈમ્યૂનિટી પાવરને વધારે છે જેનાથી શરીરને બીમારીઓથી લડવાની શક્તિ મળે છે.

ગર્ભવતી મહિલાઓ માટે પણ મોસંબીનો જ્યુસ ઘણો ફાયદાકારક

image source

ગર્ભવતી મહિલાઓ માટે પણ મોસંબીનો જ્યુસ ઘણો ફાયદાકારક હોય છે. આ માતા અને બાળકો બંનેના સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડે છે. મોસંબીમાં કૈલોરીઝનું પ્રમાણ ખૂબ જ ઓછુ હોય છે. આ જ કારણથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે. મોસંબીના જ્યુસને મધની સાથે પીવાથી વજન વધારવાની સમસ્યાઓથી છૂટકારો મળે છે.

મોસંબીનો જ્યુસ પીવાથી કૉલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે

image source

મોસંબીના જ્યુસમાં કૉપર મળી આવે છે જેનાથી તે વાળને કન્ડિશનિંગનું કામ કરે છે. તેનાથી વાળ ધોવાથી વાળ મુલાયમ અને ચમકદાર બને છે. મોસંબીનો જ્યુસ પીવાથી કૉલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે અને બ્લડ પ્રેશરની સમસ્યા પણ દૂર થાય છે.