અમદાવાદની નજીક અહિંયા જાવો તો બરાબર ગરમ કપડા લઇને જજો, નહિં તો ઠંડીમાં ઠરી જશો, વળી અહિંયા તો બરફ જામ્યો

રાજસ્થાનમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. આ સાથે જ જયપુરના મરુધરામાં હાડ થીજાવતી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. પ્રદેશમાં ધીમે ધીમે શિયાળો પોતાનું રૂપ દેખાડી રહ્યો છે ત્યારે એક સાથે પારો ઘટતો જોવા મળી રહ્યો છે. એક માત્ર હિલ સ્ટેશનમાં પણ પારો ફરી ફ્રોઝન પોઈન્ટની નજીક પહોંચ્યો છે. આજે પણ પ્રદેશમાં સીઝન શુષ્ક રહેવાની સાથે પારામાં ઘટાડો થવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં શીતલહેરનો અનુભવ પણ થઈ રહ્યો છએ.

image source

જેમ જેમ શિયાળો ચઢી રહ્યો છે તેમ પારો ઘટી રહ્યો છે. પશ્ચિમી વિક્ષોભની અસરના કારણે અહીં શિયાળો ફરી જોર પકડી રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં 5-6 ડિર્ગી સેલ્સિયસ તાપમાન જોવા મળી રહ્યું છે. ચૂરું, શ્રીગંગાગનર, હનુમાનગઢા, સીકર, જેસલમેર, ભીલવાડા અને ચિત્તૌડગઢ અને ઉદયપુરમાં પારો 10 ડિર્ગી સેલ્સિયસની નીચે આવ્યો છે.

દિવસે પણ ચાલી રહી છે ઠંડી હવાઓ

image source

સ્થિતિ એ છે કે સવાર અને સાંજ સિવાય હવે અહીં દિવસે પણ ઠંડા પવનો અનુભવાય છે. કેટલાક દિવસોમાં તાપમાન પણ સામાન્યથી શૂન્ય થઈ રહ્યું છે. આ કારણે શનિવારે વાહનો પર બરફ જામેલો પણ જોવા મળ્યો હતો. શિયાળાની ઠંડીથી બચવા લોકોએ તાપણાંનો સહારો લીધો હતો.

હવામાન રહેશે શુષ્ક

image source

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અહીં વાતાવરણ શુષ્ક રહેશે. આકાશ સાફ રહેવાની સાથે આ વિસ્તારોમાં તડકો પણ રહેશે. હવામાન સાફ રહેવાથી પારો ઘટવાની શક્યતા મળી રહી છે. અનેક વિસ્તારોમાં શીતલહેરની અસર જોવા મળી શકે છે. ખાસ કરીને પશ્ચિમી રાજસ્થાનમાં સીકર, ચૂરુ, શ્રીગંગાનગર, હનુમાનગઢ અને બીકાનેરમાં શીતલહેર જોવા મળે છે. આવનારા દિવસોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ