નાગિન ફેમ મૌની રોયના ઘરના ક્યારેય ના જોયેલા અંદરના ફોટાઓ અત્યારે જ જુઓ…

જો ટીવી ઇન્ડસ્ટ્રીની આજના સમયની ટોચની ૧૦ અભિનેત્રીઓનું નામ લેવામાં આવે તો મૌની રોયનું નામ પ્રથમ ક્રમે આવે છે.

image source

એકતા કપૂરના શો ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ થી પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત કરનારી મૌની રોયને સફળતાનો સ્વાદ પણ ખૂબ જ ઝડપથી ચાખવા મળ્યો હતો, અને જ્યારે તેણે ‘નાગિન’ શો કર્યો ત્યારે પણ તેને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી.

image source

આ એવો શો હતો જેમાં બહુ ઓછા લોકોને પસંદ આવે છે આવા શોમાં કામ કરવાનો રોલ પણ આ ઇન્ડસ્ટ્રીમાં ભાગ્યે જ કોઈને મળે છે.

image source

ટીવી અને ફિલ્મોમાં છે અતિશય વ્યસ્ત, મૌની રોય…

image source

હકીકતે, મૌની એક મહત્વકાંક્ષી અભિનેત્રી છે તેને માત્ર ટીવીના પડદા પરની આ સફળતાથી ખુશ નહોતી મળતી. તેણે સિલ્વર સ્ક્રીન પર આવવાનો પ્રયત્ન કર્યો અને તે સફળ પણ થઈ. તેણે ફિલ્મ ‘ગોલ્ડ’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

image source

આ ફિલ્મમાં તેની પાસે કહી શકાય તેવી મોટી ભૂમિકા નહોતી પરંતુ, મૌનીના અભિનયની ખૂબ પ્રશંસા થઈ. આ પછી મૌની રોયે ફિલ્મ ‘રો’ માં એક આઈટમ નંબર કર્યો હતો. અને હવે મૌનીને ફિલ્મી પડદે છવાઈ જતાં કોઈ રોકી શકે એમ નથી…

image source

એક માહિતી મુજબ મૌની ટૂંક સમયમાં મેડ ઇન ચાઇના અને બ્રહ્માસ્ત્ર જેવી બે બીગ બજેટ ફિલ્મોમાં દેખાશે. એ વાતથી પણ આપ સહમત થશો કે આજે મૌની રોયનું નામ બોલિવૂડની ટોચની અભિનેત્રીમાં શામેલ થઈ જવામાં વાર નહીં જ લાગે.

મૌનીને માટે તેનું ઘર છે, સ્વર્ગ…

image source

એક સાથે ફિલ્મો અને ટીવી શો જેવા ઘણા બધા પ્રોજેક્ટ્સ પર કામ કર્યા પછી, જ્યારે મૌનીને ક્યાંક શાંતિનો સમય પસાર કરવાની ઇચ્છા થતી હોય છે, ત્યારે તેણીને ફક્ત એક જ જગ્યા પસંદ છે અને તે છે તેનું પોતાનું ઘર. જી હા, આપણે કહીએ છીએ તેમ પૃથ્વીનો છેડો એટલે ઘર…

image source

મૌલીને પણ તેનું પોતાનું ઘર ખૂબ જ ગમે છે. તેણીએ હાલમાં જ મુંબઈમાં પોતાને માટે પોતાની પસંદગીથી બનાવેલ ફ્લેટ ખરીદ્યો છે. તો ચાલો આજે અમે તમને મૌની રોયના ઘરની અંદરની તસવીરો બતાવીએ અને તેના ઘરનું અનોખી રીતે ડિઝાઈન કરેલ ઇન્ટિરીયર ડેકોરની વાત કરીએ. પોતાના ઘરમાં તેણે કુદરતી રીતે કરેલ ગોઠવણમાં તે શાંતિનું વાતાવરણ અને સ્વર્ગીય આનંદ મેળવે છે…

image source

નેચર લૂકને પસંદ કર્યું છે મૌનીએ ઇન્ટિરિયર ડિઝાઈનિંગમાં…

મૌનીનું ઘર બોલિવૂડના ચમક દમક અને ક્રેઝી એટમોસફિયરથી ઘણું દૂર છે. મૌની તેના ઘરમાં રાખવા માટે કુદરતી વસ્તુઓ પસંદ કરે છે, તેથી તેણે તેના ફ્લેટમાં કુદરતી રીતે પ્રકાશ સાથે હવાની અવરજવર ખૂબ જ સારી રીતે આવી શકે તેવો ફ્લેટ પસંદ કર્યો છે.

image source

મૌનીના ઘરની દિવાલો સફેદ રંગની છે. એવું નથી કે તે કલર્સને પસંદ નથી કરતી, પરંતુ તેનું કહેવું છે કે તેને સફેદ રંગ જોઈને શાંતિ મળે છે. મૌનીએ આખા ઘરની રંગને એક પરફેક્ટ લૂક આપવા માટે ઘરને નાના રંગીન ચીજવસ્તુઓથી સજ્જ કર્યું છે.

image source

જ્યારે મૌની રોય શૂટિંગ કરી રહી નથી હોતી, ત્યારે તે તેના મિત્રો સાથે ક્યાંક રજા પર ફરવા પણ જાય છે. મૌનીને દરેક સામાન્ય સ્ત્રીઓની જેમ ખરીદી કરવાનું પણ પસંદ છે અને જ્યારે પોતાના નવા ઘરની સજાવટની વાત આવે છે, ત્યારે મૌની નિશ્ચિતપણે જ્યાં પણ જાય છે ત્યાંથી સજાવટ માટે કંઈને કંઈક સુંદર ડેકોરનો સામાન લાવે છે.

મૌની છે બંગાળની વતની…

image source

અહીં ઉલ્લેખનીય વાત એ છે કે મૌની રોય બંગાળના કોચ બેહરના વતની છે. તેના પરિવારમાં ઘણા બધા કલાકારો રહે છે. આપને કદાચ ખ્યાલ નહીં હોય પરંતુ મૌનીને અભિયનનો વારસો તેના માતા પાસેથી જ મળ્યો છે.

image source

મૌનીના માતા મુક્તિ રોય પણ થિયેટર કલાકાર રહી ચૂક્યા છે. તેથી, આજ કરણે તમને મૌનીના ઘરે વધુ કલાત્મક વસ્તુઓ સજાવેલી જોવા મળે છે. મૌનીના ઘરે મોટા કદના ફર્નિચર છે. આનો રંગ અને ડિઝાઈન ગામઠી શૈલીના છે. સાથે, મૌનીના ઘરમાં વધારે પડતી યેલ્લો બ્રાઈડ ગોલ્ડન શેડ્સની લાઇટ રાખેલી છે.

તેના ઘરમાં જ આરામ કરવો પસંદ છે, મૌનીને…

image source

જ્યારે મૌની ઘરે હોય છે, ત્યારે તેનો ઘણો સમય પલંગ પર જ આરામથી બેસીને પસાર કરવાનું તેને ગમે છે. આ સિવાય, મૌની રોય ફિટનેસ કોન્સિયસ પણ ખૂબ જ છે અને તે તેના સોશિયલ મીડીયા પ્રોફાઈલ ઉપર અવારનવાર રોજ યોગ કરે છે તેવા એક્સરસાઈઝ કરતી વખતના ફોટા અપલોડ કરતી રહે છે.

image source

મૌની રોય ઘરે હોય ત્યારે મોટાભાગે યોગ કરે છે. તેનું મનપસંદ યોગા સ્થળ એ તેના ફ્લેટની બાલ્કની છે. મૌનીએ તેની બાલ્કનીઓમાં પણ કેટલાક છોડ અને વેલીઓ વાવ્યા છે.

છોડ અને વૃક્ષો વાવવાનું કરે છે પસંદ…

image source

તે અહીં છોડો સાથે થોડો સમય પસાર કરવાનું પસંદ કરે છે અને બાલ્કનીમાં આવતી તાજી હવાનો આનંદ પણ લે છે. મૌનીના ઘરના ફ્લોર પર પણ પ્રાકૃતિક દ્રશ્યની ઝકલ દેખાય છે. તેના ઘરનો આ માળ લાકડાનો બનેલ છે. આ માળ મૌનીના ઘરને વધુ સુંદર બનાવે છે.

image source

હવે, અમને જરૂર જણાવો કે તમને તમારી આ ફેવરિટ અભિનેત્રી મોની રોયના ઘરની તસવીરો જોયા પછી તમને તેમનું ઘર કેવું લાગ્યું? તમારા ઘરના બાલ્કનીમાં પણ પ્લાન્ટ્સ મૂક્યા હોય તો તેના ફોટોઝ જરૂર શેર કરજો…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ