અદ્બૂત વીડિયો વાયરલ, માણસ કરતાં પણ મોટો ઉંદર જોઈ લોકો ચીસો પાડવા લાગ્યાં, હકીકત જાણીને મામલો થયો શાંત

મોટાભાગના મકાનમાં તમને નાનો ઉંદર જોવા મળતો હોય છે. પરંતુ તમે ભાગ્યે જ આટલો મોટો ઉંદર જોયો હશે. આ ઉંદર જોઈને તમારી આંખો ફાટી જશેવ અને તમને આશ્ચર્ય થશે. પરંતુ મેક્સિકો સિટીમાં ડ્રેઇન સાફ કરતા કેટલાક કામદારોએ જ્યારે આ વિશાળ ઉંદર જોયો ત્યારે ખુબ આશ્ચર્ય થયું. ઉંદરનું કદ એટલું મોટું હતું કે કોઈ પણ તેને જોઇને ચીસો પાડી શકે છે. કારણ કે સામાન્ય રીતે ઉંદરનું કદ એટલું મોટું ક્યારેય હોતું જ નથી. કારણ ઉંદર હંમેશા નાના દરમાં પ્રવેશી શકે એટલો જ મોટો હોય છે. આ ઉંદર માણસના કદ કરતાં પણ મોટો લાગતો હતો.

image source

વીડિયો વાયરલ થતાં જ બધા ચોંકી ગયા

એક અહેવાલ મુજબ કામદારો સમક્ષ એક ડકાર હતો કે તેને ગટરમાંથી 22 ટન કચરો કાઢવાનો હતો. આ કચરો સાફ કરતી વખતે તેણે એક મોટો ઉંદર જોયો. તે પછી તેઓ તેને બહાર લઈ ગયા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જો કે જ્યારે તે ઉંદર બહાર કાઢવામાં આવ્યો, ત્યારે જાણ થઈ કે તે હેલોવીન પ્રોપ છે. જેને કોઈએ ગટરમાં નાંખી દીધો હતો. બાકી પહેલાં તો લોકોને એવું જ લાગતું હતું કે આ અસલી ઉંદર છે. કારણ કે તેની રચના જ એમ થઈ કે ખાલી જીવ પુરવાનો બાકી છે.

image source

વીડિયો લાખો લોકો જોઈ ચૂક્યા છે અને હજુ પણ થઈ રહ્યો છે શેર

વિશાળ ઉંદરનો આ વીડિયો 18 સપ્ટેમ્બરે ફેસબુક પર શેર કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં સાત લાખ 39 હજારથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. આ સાથે, બધા યૂઝરોને પણ આ વીડિયો પસંદ આવ્યો છે. તે જ સમયે, સેંકડો યુઝરોએ આ વીડિયો પર તેમની ટિપ્પણીઓ અને પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. વીડિયોમાં જોવા મળતો ઉંદર કદાચ હેલોવીનનો પ્રોપ હોઈ શકે, પરંતુ તેની સામે માણસો પણ નાના દેખાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેને ગટરમાંથી બહાર કાઢ્યા પછી કામદારો આ ઉંદરને પાઇપમાંથી પાણી ફેંકીને સ્નાન કરાવી રહ્યા છે.

એક મહિલાએ દાવો કર્યો કે આ ઉંદર તેનો છે

જેણે પણ આ દૃશ્ય જોયું તે આશ્ચર્યચકિત થઈ ગયું, કારણ કે એક ક્ષણ માટે તેમને લાગ્યું કે આટલો મોટો ઉંદર વાસ્તવિકતામાં કેવી રીતે હોઈ શકે? આ વાતની સત્યતા જાણ્યા પછી તેણે રાહતનો શ્વાસ લીધો. ધ ન્યૂયોર્ક પોસ્ટના એક અહેવાલ મુજબ, આ ઘટના પછી, એક મહિલાએ જણાવ્યું કે તે તેનો પ્રોપ છે અને તેણે વર્ષો પહેલા હેલોવીન સજાવટ માટે ઉંદરનો સ્ક્રેચ બનાવ્યો હતો. ત્યારે એ સત્ય બહાર નથી આવ્યૂં કે આ મહિલા સાચી છે કે ખોટી, પરંતુ આ વીડિયો હાલમાં ચારેકોર ચર્ચામાં છે અને ભારે વાયરલ થઈ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ