ટીવી કલાકારોના જીવનમાં માતાનું સ્થાન, જુઓ ફોટો અને વાંચો નાનકડી મુલાકાત…

ટીવી કલાકારોના જીવનમાં માતાનું સ્થાન

માતાના માટેના દિવસની ઉજવણી કરવાનું કયારેય સરળ નહોતું, ભારે મહેનત, એના નિઃશર્ત પ્રેમ, પ્રતિબદ્ઘતા અને સમર્પણની તોલે બીજું કાંઇ આવી શકે નહીં! આ વર્ષે મધર્સ ડે ના ખાસ પ્રસંગે, કલર્સ પરિવારના કલાકાર પોતાની સફળતા અને ઝળહળાટ પાછળ તેમની માતાનો ફાળો સૌથી મહત્વનું હોવાને માને છે.પોતાની માતા પ્રત્યેના અસીમ આભારને વ્યક્ત કરે છે.

1. કલર્સના ‘દિલ સે દિલ તક’ માં એક મોજીલા બિઝનેસમેનની ભૂમિકા ભજવતાં ઇકબાલ ખાને વ્યક્ત કર્યું, “મારી માતા બાબતે હું બિલકુલ ઘેલો(સારા અર્થમાં) છું. તે ખૂબ જ સારું હૈયું ધરાવે છે અને હું ખરેખર માનું છું કે હું આજે જે કાંઇ પણ છું તે તેની પ્રાર્થનાઓ અને આશીર્વાદના કારણે જ છું. જયારે પણ મારી સમક્ષ કોઇ કસમસ્યા આવે છે, તો તેની સાથે વાત કરવા માત્રથી જ બધું બરોબર થઇ જાય છે. અને સૌથી વધુતો એ કે તેની માનવતા છે જે મને પ્રેરીત કરે છે. હું તેણીની સાથે ખૂબ જ અનોખું બંધન ધરાવું છું જે હું પડદા પર આભાજી ની સાથે પણ લઇ આવવાનો પ્રયાસ કરું છું. હું ઘણાં લાંબા સમયથી આભાજી ને ઓળખું છું અને તેણી મારી માતા જેવી જ છે”.

2. દિલ સે દિલ તક માં ટેણીનું પાત્ર ભજવતી જાસ્મીન ભસીને કહ્યું, “છેલ્લા કેટલાંક વર્ષોથી, હું મારા પરિવારથી દૂર રહું છું અને મને મારી માતા ઘણી યાદ આવે છે. પણ પણ હું દર વર્ષે મધર્સ ડે ઉજવું છું અને હાથેથી લખેલી નોંધ વાળું કાર્ડ દર વર્ષે મોકલું છું. મને તેણીની આગવી યાદો છે જયારે હું 11મા ધોરણમાં હતી, મારે એક અગત્યનો નિર્ણય લેવાનો હતો જે હતો – મારે અભિનય ને મારી પૂર્ણ કાલીન કારકિર્દી બનાવવી જોઇએ કે નહીં? મારી માતા એમને માર્ગદર્શન આપ્યું અને આજે હું અહીં છું. તેણી હંમેશા મારી શક્તિ સ્તંભ રહી છે અને ગમે તે થઇ જાય તે રહેવાની જ છે”.

3. શરદ ઉર્ફે ‘કસમ… તેરે પ્યાર કી’ નો રિષિ જણાવે છે, “મધર્સ ડે પર – દર વર્ષની જેમ હું તેણીને મધરાત્રે વિશ કરીશ, ફૂલો પણ મોકલીશ અને સરપ્રાઇઝ ગિફટની પણ વ્યવસ્થા કરીશ. હું તેણીને તેણીની મનપસંદ વાનગીઓ સાથે આખો દિવસ સ્પા, મૂવી અને કેટલાંક શોપિંગ વડે પંપાળવા ઇચ્છું છું. મને યાદ છે કે વર્ષ 2000માં મારી પ્રથમ પ્રિન્ટ એડ ના મારા પહેલ–વહેલા ચેક પે વડે તેણી ના માટે વોલ આર્ટ ખરીદ્યું હતું.”

4. શો ઉડાન પર ચકોરની માતાની ભૂમિકા ભજવતી, સાઇ દેવધર કહે છે, “હું પોતે માતા બની ત્યાર પછી મને માતાના મહત્વનું ભાન થયું . જયારે હું નાની હતી ત્યારે તેણીએ મને ઘણી બધી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર આણી છે. મને હું પાંચમાં ધોરણમાં હતી ત્યારનો એક બનાવ યાદ છે, મારી ફાઇનલ એકઝામ અગાઉ હું ગભરાઇ ગઇ હતી અને જે કાંઇ પણ યાદ કરતી તે મને કાંઇ પણ યાદ રહેતું નહોતું, તેણી મારી સાથે આખી રાત બેઠી બસ મને સારી રીતે તૈયારી કરાવવા માટે થઇને અને મારી બેચેનીમાં મને સાંત્વના આપવા. તેણી હંમેશા મારી શુભ ચિંતક રહી છે”.

5. સેહબાન અઝીમ ઉર્ફે બેપનાહ નો યશ અભિવ્યક્ત કરે છે, “મને મારા બાળપણની 1000 કરતાં પણ વધારે કહાણીઓ યાદ છે જયાં મારી માતા મારી વ્હારેધાઇ હતી અને એક સુપર હીરોની જેમ બધું જ બરોબર કરી દીધું હતું અને હજીપણ એવું જ છે. ગમે તેવી પરિસ્થિતિ હોય, ભલે હું ઉદાસ હોઉં, બેચેન હોઉં, હતાશ હોઉં, મારી માતાને ખબર છે કે કેવી રીતે મને તેમાંથી બહાર કાઢવો એક શબ્દ પણ બોલ્યા વગર. આ એક કોઇક પ્રકારનું બંધન છે જયાં કોઇક રીતે તેણી ને ખબર પડી જાય છે કે હું મુશ્કેલીમાં છું, તેણી તે અનુભવે પણ છે. હવે, આ એક એવું સુપર પાવર છે જે દરેક માતામાં હોય છે અને આનું કોઇ વૈજ્ઞાનિક તથ્ય પણ નથી.”

6. શક્તિ…અસ્તિત્વકે અહેસાસકી માં સૌમ્યાની ભૂમિકા ભજવતી રુબિના દિલાઇક કહે છે, “મારા માટે મધર્સ ડે એક એવો દિવસ છે કે જેને દરરોજ ઉજવવાની જરૂર છે. આપણી પાસે આપણી માતા ન હોત તો આપણે ન હોત. મારી માતા સાથે ના મારા તમામ સંસ્મરણો ખાસ છે. જયારે તેણી મને ધમકાવતી કે મને કડકાઇથી વસ્તુઓ શીખવતી ત્યારે પણ. જયારે હવે હું પાછું વળીને જોઉં છું તો મને એ દિવસો સાલે છે. નાનકડી ભૂલ પર પણ તેણી મને સુધારો કરાવતી અને હવે મને સમજાય છે કે કેમ! હું આજે જે કાંઇ પણ છું, તેને માટે હું તેની આભારી છું. હું બસ એક જ વસ્તુ ઇચ્છું છું, તેણી સ્વસ્થ રહે કારણ કે તે તેણી ને ખુશ, જિવંત રાખશે અને તેણી પોતાનું જીવન માણવા શકય બનશે.”

લેખન : મેધા પંડ્યા ભટ્ટ.

દરરોજ આવી અનેક માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી