મે મહિનાના બીજા રવિવારે દુનિયાભરમાં ઉજવાતો દિવસ એટલે – વર્લ્ડ મધર ડે, તો ચાલો જાણીએ કેટલીક રસપ્રદ વાતો…

વર્લ્ડ મધર ડે

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની
અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની
જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની
ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

– બોટાદકર સાહેબ

Happy mathar’s day

Love u mom

? આજનો દિવસ :- મધર ડે

? આજે એટલે કે મે મહિનાના બીજા રવિવારે દુનિયાભરમાં ઉજવાતા “વર્લ્ડ મધર ડે” વિષે કેટલીક ઐતિહાસિક વિગતો જાણી લઈએ.

કેટલાક માહિતગારોને આધારે કહી શકાય કે, પ્રાચીન ગ્રીક સંસ્કૃતિમાં દેવોની માતા રહીયા(Rhea)ના સન્માનમાં, પહેલા વસંતઋતુમાં મધર્સ ડેની ઉજવણી થતી હતી.ત્યારબાદ યુનાઈટેડ કિંગડમમા પરમ્પરાગત રીતે મધરીંગ સન્ડેના દિવસે લોકો ચર્ચની મુલાકાત લેતા કે જ્યાં તેઓને દીક્ષા આપવામાં આવતી,જે હાલના સમયમાં માતૃત્વના સન્માન માટે ઉજવવામાં આવે છે.

હાલના સમયમાં ઉજવાઈ રહેલા આ દિવસનો શ્રેય બે સ્ત્રીઓને જાય છે-જુલિયા વાર્ડ અને અન્ના જાર્વીસ કે જેમણે અમેરિકામાં આ સંસ્કૃતિની સ્થાપના કરવામાં ઘણો મોટો ફાળો આપ્યો છે.૧૮૭૦ની આસપાસ જુલિયા વાર્ડ દ્વારા મધર્સ ડેની ઉજવણીની શરૂઆત થઇ, જે બોસ્ટનમાં ૧૦ વર્ષ સુધી એમના નેજા હેઠળ સતત ચાલતી રહી.તો વળી, બીજા માહિતગારોને આધારે, ૧૮૦૦ની સાલના પાછળના વર્ષોમાં જુલીએટ કલ્હોઉને અલ્બીઓન અને મિશિગનમાં મધર્સ ડેની શરૂઆત કરી હતી.

૧૯૦૭મા અન્ના જર્વીસે પોતાની માતાની યાદગીરીરૂપે અંગત રીતે મધર્સ ડેની ઉજવણી શરુ કરી હતી.૧૯૧૨માં મધર્સ ડે આંતરરાષ્ટ્રીય સંસ્થા સ્થાપવામાં આવી જેમણે બીજા દેશોમાં આ દિવસે રાજા અંગેની જાગૃતિ ફેલાવી.ત્યારબાદ આ દિવસની ઉજવણી એ જોર પકડ્યું.

આ ઉપરાંત આ દિવસ વિશ્વભરમાં જુદા જુદા દિવસે ઉજવાય છે.ઓસ્ટ્રેલીયા, કેનેડા અને અમેરિકામાં આ દિવસ મે મહિનાના બીજા રવિવારે ઉજવાય છે જ્યારે યુ.કે.માં આ દિવસના ૩ અઠવાડિયા પહેલાના જ રવિવારે આ દિવસની ઉજવણી થઇ જાય છે.

કોસ્ટા રિકામાં ૧૫મી ઓગસ્ટે આ દિન નિમત્તે જાહેર રજા આપવામાં આવે છે તો જ્યોર્જીયામાં ૩જી માર્ચે આ દિનની ઉજવણી થાય છે.સમોઆમાં મે મહિનાના બીજા સોમવારે અને થાઈલેન્ડમાં ઓગસ્ટની ૧૨મી તારીખે આ દિવસ ઉજવાય છે.

આ દિવસની ઉજવણીમાં લોકો પોતાની માતાને યાદ કરીને કે એમને કાર્ડ્સ, ફૂલો કે પછી ભેટો આપીને લાગણીના નવા બીજ રોપે છે.સમગ્ર પરિવાર એકજૂથ થઇ આ દિવસ પૂરજોશમાં ઉજવે છે.કેટલાક દેશોમાં માતાના અનુસંધાનમાં બનેલી ફિલ્મોનું સ્ક્રીનીંગ પણ કરવામાં આવે છે.ચીનમાં કાર્નેશન્સ(આછા ગુલાબી રંગનું ફૂલ) એ મધર્સ ડે માટેની ખૂબ જાણીતી ભેટ છે.જયારે સમોઆના કેટલાક જૂથો આખા દેશમાં ગીતો અને નૃત્યોની કેટલીક કૃતિઓ રજૂ કરે છે.

માતૃત્વને વધાવવા માટે ઘણા રસ્તાઓ અપનાવાય છે. પણ અન્ના જાર્વિસ પ્રમાણે “વ્હાઈટ કાર્નેશન” એ મધર્સ ડેનું સંકેત છે.આંતરરાષ્ટ્રીય મધર્સ ડે માટેની સમાધિમાં સચવાયેલા માતૃત્વને અર્પણ કરવામાં આવે છે.એનું માળખું યુનાઈટે નેશન્સમાં “નેશનલ રજીસ્ટર ઓફ હિસ્ટોરીક પ્લેસીસ”માં સચવાયેલું છે.જેની પાછળનો હેતુ માત્ર માતૃત્વને સાચવવાનો, વૃદ્ધિ કરવાનો અને વિકસાવવાનો છે.

મધર્સ ડેની ઉજવણી અને દુનિયાભરના કેલેન્ડરમાં ઉજવાતા ભિન્ન ભિન્ન દેશોની યાદી આપણે જોઈ. પણ શું આ એક જ દિવસે આપણે આપણી માતાનો ઋણ અદા કરી શકીએ? શું આ એક જ દિવસ છે જયારે આપણે આપણી માતાના આપાર પ્રેમનું અભિવાદન કરી શકીએ? આ પ્રશ્નોના ઉત્તરો મારા માટે પણ એટલા જ જટિલ છે પણ હા, એટલું આપણે સૌ જાણીએ છે કે આપણી માતાના અઢળક પ્રેમ અને હુંફ આગળ આવા એક દિવસની ઉજવણી એ ઘણી નાની છે.

અને અંતે જ્યારે માતાના માતૃત્વની વાતો ચાલી રહી હોઈ ત્યારે મધર ટેરેસાને કઈ રીતે વિસરી શકાય?એમના કેટલાક નિવેદન એમના જ શબ્દોમાં,
“પ્રેમ”-એક સુખી હૃદય એ પ્રેમથી ભરેલા હૃદયનું અનિવાર્ય પરિણામ છે.”ઈશ્વર”-દરેકમાં જુદા જુદા વેશે જીસસ રહેલા છે.“વફાદારી”-હું સફળતા માટે પ્રાર્થના નથી કરતી. હું નેકનિષ્ઠામાં માનું છું. “કર્મ”- સારા કર્મો એ પ્રેમને જોડતી કડી છે.

હેપ્પી મધર્સ ડે…

? મમ્મી તારો અંતઃપુર્વક આભાર

“મમ્મી તારો અંતઃપુર્વક આભાર છે કે તેં મને જીવન જીવવાનો v
એક સારો ઉપદેશ આપી એક સારા મનુષ્ય થવાનો રસ્તો બતાવ્યો”
અને મારે કહેવું છે
કવાની”મારી સાથે મારી મમ્મી છે મારી મમ્મીનો પ્રેમ છે
અને તારા પ્રેમની કિંમત ચૂકવી શકવાની, બદલો આપવાની
મારી ક્ષમતા નથી.
અને આજે હું કહું છું કે
મમ્મી
I LOVE YOU FOR EVER

? સંતાનોને જ્યાં સ્નેહ મળે

સંતાનોને જ્યાં સ્નેહ મળે,ત્યાં તો મધર ડે વખણાય
મળે જ્યાં લાયકાત જીવનમાં,ત્યાં ફાધર ડે ઉજવાય
લાગણીના દરીયામાં રહેતાં,જીવન નૈયા ડોલતી જાય
હલેસા બને સંતાન સહવાસે,ત્યાં આખો તરીજ જવાય
સથવાર પતિપત્નીનો સંગેરહે,જ્યાં સંસ્કારને સહવાય
આગલી વ્યાધી ભાગી જાય,જ્યાં ભુતકાળને સચવાય

M = M Y M O M
O = O B L I G E
T = T E R R I F I C
H = H O N E S T
E = E X C E L L E N T
R = R E S P O N S I B L E.

? “તારી સાડીનો ઠંડો પાલવ …તારી હૂંફાળી હથેળી… તારી દુરંદેશી આંખો …તારું વમળની જેમ વારેવારે વિખરાતું સ્મિત….તારો નારિયેળના તેલથી મધમધતો લાંબો ચોટલો….તારું માખણથી કૂણું હૃદય…જયારે તુ પાટલે બેસીને ઠંડા પાણીના લોટાથી મને નવડાવતી ….પરસેવે રેબઝેબ તુ દોડીને મને આપી જતી પેલી ફૂલકા રોટલી..ઓછા માર્ક્સ આવ્યા હોય ત્યારે જ તુ સફેદ દુધનો શીરો બનાવીને જમાડતી… ઘરેથી નીકળતા પહેલા રસોડાના ડ્રોવરમાં તે બચાવીને રાખેલી પેલી ૧૦ રૂપિયાની નોટ જયારે તુ મને છુપાઈને આપતી…”

? એક પ્રસંગ આવો પણ

આજે સવારમાં દસ વાગે વૃધ્ધાશ્રમ પાસેથી પસાર થયો. આજે મધર ડે છે તે યાદ આવી ગયું…થોળી વાર અંદર શું ગતિવિધિ ચાલે છે તે જોવા રોકાઇ ગયો….અડધો કલાક ગાડીમાં જ બેઠા બેઠા વિચારતો રહ્યો કે આ વૃધ્ધાશ્રમમં જે માતાઓ છે તેને કોઇ “ હેપી મધર ડે” વીસ કરવા આવે છે કે કેમ ? ….કોઇ ના આવ્યું….પરંતુ એક વાતે ખુશી થઈ કે જ્યારે વૃધ્ધાશ્રમની અંદર જઈને એક બે માજીને પુછયું કે માળી આજે કોઇ ખાસ દિવસ છે તેની તમને ખબર છે ? ત્યારે માળીએ જવાબમાં એટલુજ કંહ્યુ કે અમારે માટે તો બધાજ દિવસ સરખા છે…જેટલા દિવસ પસાર કરીએ છીએ તે અમારા નફાના છે કારણ કે જેટલા દિવસ પસાર થાય છે તે અમને મોતની વધારે નજદિક લઈ જાય છે …..બસ પ્રભુને એક જ પ્રાથના કરીએ છીએ કે અમારા સંતાનોને અમારા જેવા દિવસો દેખાડીશ નહી…..

? હેપી મધર ડે…♡♡♡
તેવા પુરુષોને પણ………
જેઓ પિતા તો છે જ પણ માતા પણ
શ્રધાપૂવઁક બન્યા છે
સલામ..♡♡♡

એક ખાસ વાત

“મધર ડે” આજ નહી; રોજ ઉજવી એ.

મા…. એક એવું નામ જેના વિશે વિચારવા માં આખુ જીવન ખર્ચાઇ જાય

માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

લેખન અને સંકલન : વસીમ લાંડા 

રોજ આવી રસપ્રદ માહિતી વાંચવા માટે લાઈક કરો અમારું પેજ 

ટીપ્પણી