મધર્સ ડે પર અજમાવી લો આ આઈડિયાઝ અને કરો તેમને ખુશ, આ રીતે શરૂ થયો તહેવાર

ભગવાને દરેક વ્યક્તિને એક ખાસ ગિફ્ટ આપી છે અને તે છે મા. આ વખતે 9મેના રોજ ભારત સહિત આખી દુનિયામાં માતાના પ્રેમ, ત્યાગ અને લગાવને સમર્પિત થઈને મધર્સ ડેની ઉજવણી કરાઈ રહી છે. આ વખતે મધર્સ ડેની ઉજવણી પ્રેમ સાથે કરાશે. મહિલાઓ મે મહિનાના બીજી રવિવારને મધર્સ ડેના રૂપમાં ઉજવતી જોવા મળે છે. મધર્સ ડેને લઈને દર વર્ષે અનેક અલગ અલગ થીમ તૈયાર કરવામાં આવે છે. 2019માં પ્રી સ્કૂલની થીમ રાખવામાં આવી હતી. આ દિવસે દરેક બાળકો માતાને પોતાના અંદાજમાં ખાસ ગિફ્ટ આપે છે અને મધર્સ ડેને વિશ કરે છે.

જાણો મધર્સ ડેની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ

image source

આધુનિક સમયમાં માતાને બેશુમાર પ્રેમ અને સન્માન આપવા માટે આ દિવસની શરૂઆત અમેરિકાથી થઈ. માનવામાં આવે છે કે અમેરિકી એક્ટિવિસ્ટ એના જાર્વિસે મધર્સ ડેની ઉજવણીનો ટ્રેન્ડ શરૂ કર્યો છે. તેમાં તેની ભૂમિકા મુખ્ય રહી છે. અમેરિકન એક્ટિવિસ્ટ એના જાર્વિસ પોતાની માતાને પ્રેમ કરતી હતી. તેઓએ ન તો લગ્ન કર્યા અને ન તો બાળકો. તે હંમેશા માતાની સાથે રહી. જ્યારે માતાનું મોત થયું ત્યારે પ્રેમ દેખાડવા માટે તેણે આ દિવસની શરૂઆત કરી અને પછી તે આખી દુનિયામાં મધર્સ ડેના નામે ઉજવાવવા લાગ્યો. 9 મે 1914ના રોજ અમેરિકી પ્રેસિડન્ટ વુડ્રો વિલ્સને એક નિયમ પસાર કર્યો જેમાં લખ્યું હતું કે મે મહિનાના દર બીજા રવિવારે મધર્સ ડેની ઉજવણી કરાશે. અમેરિકામાં આ નિયમ પાસ થતાં ભારત અને અન્ય અનેક દેશોમાં પણ મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડેની ઉજવણી થવા લાગી.

આ નવા આઈડિયાની મદદથી માતાને ફીલ કરાવી શકશો સ્પેશ્યિલ

image source

આ દિવસે તમે તમારી માતાનું ફેવરિટ ભોજન બનાવો અને સાથે ઓર્ડર કરીને મંગાવો અને તમારા હાથથી ખવડાવો. જો તમે ઈચ્છો અને તેમને પસંદ હોય તો તમે તેમને કોઈ હોટલમાં પણ ડિનર માટે લઈ જઈ શકો છો.

તમે તમારી માતાને ફિલ્મ જોવા પણ લઈ જઈ શકો છો. એટલે કે આ દિવસે પરિવારની સાથે મળીને મૂવીનો પ્લાન બનાવી લો. આ પણ એક સારું સરપ્રાઈઝ હોઈ શકે છે.

image source

મધર્સ ડેને ખાસ બનાવવા માટે પહેલાથી એક વીડિયો બનાવી શકો છો. આ વીડિયોમાં તમે તમારી માતા સાથે પસાર કરેલા પળ અને સૌથી પ્રેમભરી યાદોને એ વીડિયો દ્વારા બતાવીને તેમને થેન્ક્સ કહી શકો છો.

image source

સૌથી સારી ગિફ્ટ તો એ હશે કે તમે તેમની સાથે સમય વીતાવો. આ દિવસે તમે શક્ય તેટલો વધારે સમય તેમની સાથે રહો. તેમને ગમતી તમામ ચીજો કરો.

image source

આ દિવસે તમે તમારી માતા માટે કોઈ સોન્ગ બનાવી શકો છો કે પછી કવિતા પણ લખીને તેમને ડેડિકેટ કરી શકો છો. તમે તેમના માટે કોઈ ગીત ગાઈ શકો છો. જો આવું ન કરો તો તમે તેમને માટે તેમની પસંદનું કાર્ડ જાતે જ બનાવો. આ ઉપાય તેમને પસંદ આવશે અને તેઓ ખુશ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!