જલ્સા કરોને જેંતીલાલ

જાણો 9 પ્રકારની માતાઓ વિશે, અને તમે જાતે જ જાણી લો આમાંથી તમે કઇ ટાઇપની મમ્મી છો…

હેલિકોપ્ટર મોમ, ટાઇગર મોમ, ડ્રેગન મોમ…પેરેન્ટિંગ સ્ટાઈલથી માતાને ઘણા ટાઇટલ મળી જશે. પણ અહીંયા અમે જણાવી રહ્યા છે માતાઓની આદતોના આધારે એમના કેટલાક રસપ્રદ પ્રકાર. જો કે આ બધા શેડ્સમાં માતા પોતાના બાળકોને એટલો જ પ્રેમ કરે છે.

સોશિયલી એક્ટિવ મમ્મી.

image source

આ પ્રકારની મમ્મી સોશિયલી એક્ટિવ હોય છે અને પોતાની બધી એનર્જી એ પોતાના સોશિયલ ગ્રુપર્સ અને ફ્રેન્ડ્સમાં લૂંટાવે છે. એમને બસ કોઈ હોલમાં અજાણ્યા લોકો વચ્ચે છોડી દો, એ બધી જ મમ્મીઓને ફ્રેન્ડ બનાવીને એમના ફોન નંબર લઈ લેશે. એટલું જ નહીં એ બધાને વોટ્સએપ ગ્રુપમાં પણ એડ કરી દેશે.આવી સોશિયલી એક્ટિવ મમ્મીઓ પાસે બાળકોને હેન્ડલ કરવાની હજારો ટિપ્સ હોય છે જે એ પોતાની ફ્રેન્ડ મમ્મીઓ સાથે વહેંચતી રહે છે અને એમને પણ બાળકોને સંભાળવાની ટિપ્સ પૂછતી રહે છે.

પરફેક્ટનિષ્ટ મમ્મી.

પરફેક્ટ નિષ્ટ મમ્મીને દરેક કામમાં પરફેક્શન જોઈએ છે. એમની દિનચર્યા ઘડિયાળના કાંટે ચાલતી હોય છે અને એમના પુરા પ્રયત્ન હોય છે કે એમના બાળકો પણ એમના જેવા જ બને. એટલે એ બાળકોના માથા પર જ રહે છે અને બાળકના બધા જ કામને ક્રોસ ચેક કરતી રહે છે. પછી હોમવર્ક હોય, ઇવીનિંગ પાર્ક ટાઈમ હોય, દૂધ પીવાનું હોય કે ડિનર હોય એમના બાળકોનું બધું જ કામ ટાઈમ ટેબલ પ્રમાણે જ થાય છે. પરફેક્ટનિષ્ટ મમ્મીના પ્રયત્ન હોય છે કે બાળકોમાં રૂટિનમાં વચ્ચે ન કોઈ વેકેશન આવે, ન કપો ફેમીલી કમિટમેન્ટ કે ગેટ ટુગેધર. એ હંમેશા પોતાના બાળકોને ટોપ પર જોવા માંગે છે.

હંમેશા બાળકોનું ધ્યાન રાખનાર મમ્મી.

image soucre

આમ તો દરેક માતાને પોતાનું બાળક દુનિયાનું સૌથી સારું બાળક લાગે છે પણ એ પ્રકારની માતા પોતાના બાળકોને લઈને કંઈક વધુ જ પઝેસિવ હોય છે. એમની દરેક વાતમાં કેન્દ્રસ્થાને એમનું બાળક જ રહે છે. એમનું ચાલે તો પોતાના બાળકની નાનામાં નાની ઉપ્લબ્ધી પણ આખી દુનિયાને જણાવી દે. અને એ એવું કરે પણ છે. ભલે પાર્ક હોય, ઓફીસ, ફેમીલી ગેટ ટુગેધર કે પડોશીઓ, ફ્રેન્ડ્સ એ દરેક જગ્યાએ પોતાના બાળકના ગુણગાન કરે છે. એટલું જ નહીં એમના બે વર્ષના બાળકનું પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ હોય છે.

પોતાના માટે જીવવાની ઈચ્છા રાખનારી મમ્મી.

આ રીતની મમ્મીઓ દુનિયામાં ફક્ત પોતાના બાળકો સુધી જ સીમિત નથી રહેતી. આ મમ્મીઓ થોડી આઝાદ ખ્યાલોની હોય છે અને માને છે કે ઘર પરિવાર સિવાય એમની પોતાની પણ પર્સનલ લાઈફ છે જેને એ પોતાના હિસાબે જીવવા માંગે છે. જો ફ્રેન્ડ્સ સાથે એમનો પાર્ટીનો પ્લાન હોય તો એ પોતાનો પ્લાન કોઈપણ ભોગે નહિ જ બદલે પછી ભલે ને બીજા દિવસે બાળકની પરીક્ષા જ કેમ ન હોય. એવું નથી કે આવી મમ્મીઓ જવાબદાર નથી હોતી પણ એમને પોતાની પર્સનલ લાઈફમાં પણ સ્પેસ જોઈએ છીએ.

અંધવિશ્વાસુ મમ્મી.

આવી મમ્મીઓને હંમેશા બીક હોય છે કે કોઈ એમના બાળકને નજર ન લગાડી દે. એટલે એમના પ્રયત્ન હોય છે કે પોતાના બાળકના વખાણ કોઈની સામે ન કરે. ભલે એમનું બાળક ક્લાસમાં ફર્સ્ટ જ કેમ ન આવ્યું હોય, એ પોતાના બાળકના વખાણ કરવાને બદલે એની ખામીઓ ગણાવવા લાગી જશે. અને એ પાછળ એમનો ડર હોય છે કે જો એ પોતાના બાળકના વખાણ કરશે તો એને નજર લાગી જશે નજર ઉતારવી એમને દરેક પ્રોબલમનું સોલ્યુશન લાગે છે.

માસ્ટરશેફ મમ્મી.

image source

જેવું ટાઇટલ છે એમ જ આવી મમ્મીઓને કુકિંગનો બહુ જ શોખ હોય છે. પિઝા પાસ્તા બનાવવાના હોય કે કેક પેસ્ટ્રી કે પછી કોઈ નાસ્તો એ બધું જ ઘરે બનાવી લે છે. આવી મમ્મીઓ કલાકો રસોડામાં જ પસાર કરી દે છે. આવી મમ્મીઓના બાળકો ખૂબ જ લકી હોય છે. એમને ટીફીનમાં રોજ નવી વેરાયટી મળે છે.

હંમેશા ચિંતા કરનારી મમ્મીઓ.

ક્યાંક મારૂ બાળક બીમાર ન પડી જાય…સ્કૂલમાં એની સાથે કોઈ ખરાબ વર્તન તો નહીં કરતું હોય ને… એ એકલું હોય ત્યારે ડરતું તો નહીં હોય ને…પાર્કમાં રમતી વખતે કોઈ એને ધક્કો ન મારી દે….અમુક મમ્મીઓ આખો દિવસ પોતાના બાળકની ચિંતામાં ડૂબેલી રહે છે અને ઘણીવાર આ ચિંતા કારણ વગરની જ હોય છે. આવી મમ્મીઓ જ્યારે એમનું બાળક એમનાથી દૂર હોય છે, ખબર નહિ કેમ પણ વિચારી વિચારીને હેરાન થયા કરે છે.

ફેશનિસ્ટ મમ્મી.

image source

ફેશનિસ્ટ મમ્મી પોતે તો હંમેશા સ્ટાઇલ આઇકોન દેખાય જ છે પણ એ પોતાના બાળકને પણ ફેશનેબલ જ રાખવા માંગે છે. કોઈપણ પાર્ટી કે ફંક્શનમાં જાઓ આ માતા અને બાળક તમને અલજ જ અંદાજમાં દેખાશે. આવી મમ્મીઓ હંમેશા હાઈ સ્ટ્રીટ સ્ટોર્સમાંથી શોપિંગ કરે છે અને પોતાના અને પોતાના બાળક માટે યુનિક સ્ટાઇલ ક્રિએટ કરે છે. એમની હેરસ્ટાઇલથી લઈને કપડા, ફૂટવેર, એક્સેસરીઝ અને મેકઅપ બધું જ ખાસ હોય છે

શોપોહોલિક મમ્મીઓ.

image source

આવી મમ્મીઓ ઘરમાં ઓછી શોપિંગ મોલમાં વધુ જોવા મળે છે. એમને બધા જ ઓનલાઇન કિડ્સ સ્ટોર્સ વિશે ખબર હોય છે. ક્યાં સ્ટોરમાં બેસ્ટ અને સસ્તા કપડાં મળી શકે છે. કઈ શોપ વેસ્ટર્ન વેર માટે બેસ્ટ છે અને કઈ શોપ ઇન્ડિયન વેર માટે..એક્સેસરીઝની શોપિંગ ક્યાંથી કરવી બેસ્ટ છે બધી જ વાતોની એમને જાણકારી હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version