વિમાનમાં બેસીને માતાને યાદ આવ્યું કે બાળક તો નીચે જ રહી ગયું છે! આખા હવાઈ મથકને માથે લીધું એક માતાએ…

ઘણી વખત એવું થતું હોય છે કે કાખમાં છોરું અને ગામમાં ગોત્યું જેવી સ્થિતિ ઊભી થઈ જાય છે. આજની ભાગદોડવાળી જિંદગીમાં લોકો એટલાં બધાં વ્યસ્ત હોય છે કે મુસાફરી દરમિયાન પોતાનો સામાન ખોવાઈ જવો કે પછી કોઈ વસ્તુ ચોરાઈ જવાના અનેક બનાવો બનવા લાગ્યા છે. એવામાં તકેદારી રાખીએ તો પણ ચૂક થઈ જતી હોય છે. જોકે આવું બસ કે ટ્રેનની મુસાફરીમાં વધારે બનતું હોય છે આપને આજે એક એવો કિસ્સો જણાવીએ જે વાંચીને ભારે નવાઈ પામશો. અને વિચારશો કે તમે આ પરિસ્થિતિમાં હોવ તો એ મહિલાની જગ્યાએ અથવા તો એ એરલાઈનના સ્ટાફના સ્થાને હોવ તો શું કરશો?

થયું એવું કે સાઉદી એરલાઇનની ફલાઇટ નંબર એસ.વી. ૮૩૨ને ટેકઓફ કરવાની થોડી મિનિટોમાં જ જીદ્દાહના અબ્દુલ અઝીઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પરત ફરવું પડ્યું. હકીકતે આવું કોઈ ફ્લાઈટમાં બન્યું હોય એવા દાખલા સામાન્ય રીતે આપે સાંભળ્યા જ નહીં હોય. ખરેખર એમાં કારણભૂત છે એક મહિલા. આ મહિલા મુસાફર ટર્મિનલના પ્રતિક્ષા ખંડમાં પોતાનું નાનું બાળક ભુલી ગયાં હતાં.

સામાન્ય રીતે મોટાપાયાની ઇમર્જન્સી હોય તો જ વિમાનને ટેકઓફ કર્યા પછી પરત ફરવા પરવાનગી અપાય છે, પરંતુ આ એક એવો વિચિત્ર બનાવ થયો કે જેમાં એરપોર્ટ સત્તાવાળાઓને પણ મુંઝવણમાં મૂકી દીધા હતા. કારણ કે તેમણે ક્યારે આવી સ્થિતિનો સામનો કર્યો નહતો.

‘એક મુસાફર મહિલાએ પોતાના બાળકને એરપોર્ટના પ્રતિક્ષા ખંડમાં ભૂલી જવાની વાત કરી અને અમે વિમાનને પરત ફરવા રનવે ક્લિયર કરવા વિનંતી કરી છે. શું અમે પરત ફરી શકીએ. અલ્લાહ આપણી સાથે છે.’ એમ વાયરલ થયેલા વિડીયોમાં પાયલોટ ટ્રાફિક કન્ટ્રોલ ટાવરને કહેતો સંભળાય છે. ફલાઇટનો નંબર નોંધ્યા પછી ઓપરેટર પાયલોટને પરત ફરવાની પરવાનગી આપતા પહેંલા પોતાના સાથીઓને પ્રોટોકોલ અંગે પૂછતો સાંભળવા મળ્યો હતો.

‘એક મહિલા મુસાફર તેના બાળકને ટર્મિનલમાં જ ભુલી ગઇ હતી અને વિમાનને આગળ નહીં લઇ જવા જીદ કરતી હતી’ એમ જીદ્દાહથી કુઆલાલમ્પુર જઇ રહેલા ફલાઇટના પાયલોટે કહ્યું. ત્યાર પછી ઓપરેટર રનવે કલ્યિર કરાવે છે અને વિમાનને પરત ફરવા કહે છે.’ઓ કે પાછા આવી જાવ. મારા માટે આ તદ્દન નવોજ અનુભવ છે.’ એમ પાયલોટે કહ્યું હતું. પાયલોટે ગભરાઈ ગયેલી મહિલાની મદદ કરતાં સોશિયલ મીડિયામાં તેની પ્રશંસા કરાઇ હતી. અંતે ફલાઇટ પરત આવીને લેંન્ડ થઈ. ત્યાર બાદ બાળકને જોઈને તેને તેડી લેતાં માતા સહિત સૌના જીવમાં જીવ આવ્યો હતો.

લેખન સંકલન : જલ્સા કરોને જેંતીલાલ ટીમ,

આપને આ પોસ્ટ કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, તમારા શબ્દો અમારો ઉત્સાહ વધારશે. દરરોજ તમે અમારા પેજ પર વાંચી શકો છો ઉપયોગી અને માહિતીસભર પોસ્ટ, તમારા મિત્રો અને પરિવારજનોને પણ પેજ લાઈક કરવા જણાવો.

*ફોટો પ્રતીકાત્મક છે.