મેજોરીટી એક્સિડન્ટ રાત્રે થાય છે, આટલી વાતોનું ધ્યાન રાખો, લાઈફ બચી જશે..

નાઈટ ડ્રાઈવિંગ કરવાનો શોખ છે? તો ધ્યાન રાખશો આટલી વાતો તો નહીં રહે જીવનું જોખમ..

મોટાભાગના લોકોને રાત્રે વાહન ચલાવવું ગમતું હોય છે. રાતના સમયે આરામથી ઠંડકમાં ડ્રાઈવિંગ કરવું પસંદ કરતાં હોય છે. જેઓ પ્રોફેશનલ ડ્રાઇવિંગ કરતા હોય તેઓ તો મોટેભાગે રાતની જ મુસાફરી પસંદ કરતા હોય છે. પરંતુ જેઓ પોતે સેલ્ફ ડ્રાઈવિંગ કરે છે તેમને માટે આ થોડું જોખમી પણ રહેતું હોય છે. કારણ કે બીજે દિવસે તેમને સવારે આરામ ન મળે તે પણ યોગ્ય ન કહેવાય.

image source

ટૂંકી મુસાફરી કે શોર્ટ ડ્રાઇવ માટે આ ટેવ કે શોખ બરાબર છે, મોજ શોખ અને આનંદ પ્રમોદ માટે થોડીવાર માટે બહાર રાત્રે હાઈવે ઉપર સફર કરવી જૂદી વાત રહે છે પરંતુ જ્યારે તે લાંબી મુસાફરી કરવાનો મોકો આવે છે, ત્યારે વિચાર જરૂર કરવો પડે છે.

image source

એવું પણ બને કે જ્યારે કોઈ દુખદ પ્રસંગે જવાનું હોય કે પછી કોઈ ઇમરજન્સી હોય કે કોઈ કટોકટીનો સમય હોય ત્યારે તે વસ્તુ અલગ હોય છે. એવે સમયે આપણાં માનસિક શાંતિ અને સમતુલન રાખવું ખૂબ જ જરૂરી છે

image source

જો તમે શોખ માટે રાત્રે વાહન ચલાવતા હોવ, તો કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ રહે છે. કારણ કે થોડી સરખી બેદરકારી થઈ જાય તો તે મોટા અકસ્માતનું કારણ બની જઈ શકે છે. આ માટે કેટલાક પગલાં લેવાં જોઈએ. કોઈ અપ્રિય ઘટના ન બને અને રાત્રીની મુસાફરી સુખદાયી નિવડે તો આ મુદ્દાઓ ધ્યાનમાં રાખવી જોઈએ.

પૂરતી ઊંઘ લોઃ

image source

જો તમારા માટે રાત્રે નીકળવું ખૂબ અગત્યનું છે અને તે તમારા માટે ત્યાં સમયસર પહોંચવાની ઉતાવળ નથી, તો પછી થોડો સમય આરામ કરવા માટે ફાળી લો અને થોડી સારી ઊંઘ લઈ લો. કારણ કે રાત્રે ત્રણથી પાંચ વાગ્યાની સૌથી જોખમી માનવામાં આવે છે. આ તે સમય છે જ્યારે ઊંઘ કોઈપણ વ્યક્તિના માનસ ઉપર સૌથી વધુ ઉપર પ્રભુત્વ ધરાવે છે.

image source

આ વિશે કેટલાક પ્રોફેશનલ ડ્રાઈવરો સાથે વાત કરતાં જાણવા મળ્યું છે કે તેઓ કહે છે કે અમે રાત્રે લાંબી મુસાફરી કરતા પહેલા અમને સારી ઊંઘ ખેંચી લઈએ છીએ. કારણ કે તેમને આખી રાત વાહન ચલાવવું પડે છે. જો તમને ડ્રાઇવિંગ કરતી વખતે જરાવાર પણ આંખ મીંચાઈ જાય કે પછી એક નાનું એવું નિદ્રામાં ઝોલું આવી જાય તો કોઈની પણ સાથે અચાનક ટકરાઈ જઈ શકે છે અને પરિણામે ગંભીર અકસ્માત થઈ શકે છે.

image source

રાતે વાહન ચલાવવું હોય તો દિવસે ઊંઘ કરી લેવી જોઈએ. એવું પણ બને કે રાતે ડ્રાઈવ કરતી વખતે આંખ સામે લાઈટ આવતી હોય છે. તેથી જો પૂરતો આરામ ન કરેલો હોય તો આંખોમાં બળતરા કે નિંદર આવવાની શક્યતા પણ રહે છે.

ક્યારેય દારૂ ન પીવો

image source

સૌથી પહેલાં તો એ મહત્વનું છે કે આપણે એક વાત સમજી લઈએ કે નશો કરીને ડ્રાઇવિંગ કરવું એ ટ્રાફિકના નિયમો અને કાયદાની વિરુદ્ધ છે. આમ કરીને, તમે એક તરફ કાયદો ભંગ કરો છો, બીજી તરફ તમે તમારી સાથે અન્ય લોકોના જીવનનું જોખમ લઈ રહ્યા છે. દારૂ પીને કદી પણ વાહન ચલાવશો નહીં. ખાસ કરીને આ બાબત રાત્રના સમયે સૌથી જોખમી સાબિત થઈ શકે છે.

ગતિ નિયંત્રણ

image source

રાત્રે કાર ચલાવવા સમયે ગતિ ઓછી રાખવી જોઈએ. કેટલીકવાર રાત્રે ખાડા અથવા રસ્તાઓ ઉબડખાબડ હોય કે ગાબડા પડેલા હોય તે દેખાતા નથી. આવી સ્થિતિમાં, જો તમે નિયંત્રિત ગતિએ કાર ચલાવશો, તો તમે યોગ્ય સમયે બ્રેક લગાવીને સમયસર ગાડીને કંટ્રોલ કરી શકશો. આમ કરવાથી તમને અકસ્માતના ભયથી બચી શકશો. સમયે તમારી કારને નિયંત્રિત કરવાની મંજૂરી આપશે.

શોર્ટ કટ અપનાવશો નહીં…

image source

કહેવાય છે કે ક્યારેય સફળતા મેળવવા માટે શોર્ટકટ ન અપનાવવું જોઈએ. એમાં પણ જો ખાસ કરીને રાત્રે ડ્રાઇવિંગ કરતી વખતે ક્યારેય ઝડપથી પહોંચી જવા માટે ઘણાં લોકો શોર્ટકટ રસ્તાઓ પસંદ કરતા હોય છે. ખરું કહીએ તો આનો ઉપયોગ કરવું સુરક્ષિત નથી. મુસાફરી દરમિયાન અંદરના રસ્તાઓનો શોર્ટકટ ન વાપરો.

image source

એવું બને કે તે નિર્જન જગ્યાઓ ઉપર કોઈ ચોરી કે લૂંટ કરવા લોકો ઊભા હોય અથવા તો રસ્તો ભૂલો પડવાની પણ શક્યતા રહે છે. આવા સમયે કોઈ મદદ મળી રહેતી નથી અને જીવ પણ જોખમમાં મૂકાય છે. આ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. હંમેશા વ્યસ્ત માર્ગ દ્વારા જ જવાનું પસંદ કરવું જોઈએ અને એકલદોકલ વાહનો પસાર થતા હોય એવા અજાણ્યા અને સિંગલ લેન રોડનો ઉપયોગ કરવાનો પ્રયાસ કદી ન કરવો.

વિંડો ખુલ્લી રાખો

image source

એવું પણ કહેવાય છે કે રાત્રે કાર ચલાવવા સમયે મોટેથી સંગીત ન સાંભળવું જોઈએ. વધુ એક સુચન એવું પણ મળતું હોય છે કે કાર વિંડોને થોડી ખુલ્લી રાખો જેથી તમે બહારથી આવતો વાહનોનો અવાજ સ્પસ્ટપણે સાંભળી શકશો. જેથી વાહન ચલાવતા સમયે તમને નજીકથી પસાર થતાં વાહનો અંગે ચેતવણી મળતી રહે. આમ કરવાથી તમારું ધ્યાન ડ્રાઈવિંગમાં ચોંટેલું રહેશે.

મુસાફરીની વચ્ચે જરા વિરામ લો

image source

જો તમે રાત્રે લાંબા અંતરની મુસાફરી પર જઇ રહ્યા છો, તો પછી અમુક સમયે કારને અને તમારા શરીરને આરામ આપતા રહેવું જોઈએ. થોડું લાંબું અંતર કાપ્યા બાદ થોડો રેસ્ટ લઈ લેવો જોઈએ અને ફ્રેશ થઈને કંઇક ખાઈ લેવું જોઈએ અથવા ચા – કોફી જેવા ઉત્તેજક પીણાં લેવા જોઈએ જેથી થાક અને ઊંઘ ઊંડી જાય. એ સિવાય થોડું પાણી પણ પી શકો છો.

image source

આ તમારા શરીર અને કારને થોડો આરામ આપશે અને તમને ફરી મુસાફરી માટે તૈયાર થવા માટે થોડો સમય અને શક્તિ મળશે. રસ્તા ઉપર હાઈવેની સાઈડમાં ઘણા સારા ઢાબા અને હોટેલ્સ હોય છે, ત્યાં જઈને બેસવું, થોડાં ડગલાં ચાલી લેવું અને નાસ્તો પાણી અને બાથરૂમ ટોઈલેટ જઈને તાજા થઈ જવાથી મુસાફરીનો નાક નથી લાગતો.

અંતર રાખો

image source

રાત્રે, વાહનથી તમારી આગળથી પસાર થઈ રહેતા વાહોનો સાથે નિયમિત અંતર રાખો. રાતના સમયે ખબર નથી રહેતી કે આગળ જતા વાહન ચલાવતી વ્યક્તિ અચાનક ક્યારે બ્રેક મારી દે છે, જેનાથી ટકરાવાની અને અકસ્માતની સંભાવના વધી જતી હોય છે. સુરક્ષિત અંતર રાખવું ખૂબ જ જરૂરી બને છે. જે ટ્રાફિકના નિયમોમાં પણ મહત્વ ધરાવે છે. રસ્તામાં નડતા ફાટક કે રોડ ક્રોસ કરતી વખતે તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. વળી ઓવરટેઈક કરતાં વાહનો વચ્ચે પણ યોગ્ય અંતર જાળવવું ખૂબ જ અગત્યનું બની રહે છે.

એકલા મુસાફરી કરવાનું ટાળો

image source

જો તમારે રાત્રે લાંબી મુસાફરી કરવાની રહે છે તો એક ટેવ જરૂર પાડવી જોઈએ કે નાઈટ ડ્રાઈવ પર ક્યારેય એકલા ન નીકળવું જોઈએ. કારણ કે જો અચાનક કોઈ દૂર્ઘટના બની કે કટોકટી ભર્યા સંજોગો ઊભા થાય છે, તો જો તમે એકલા જ હશે તો તમને સમસ્યાઓ થઈ જશે. તેથી, તમારી સાથે મુસાફરીમાં કંપની લઈ જશો, તે પ્રવાસને સરળ બનાવશે અને જો જરૂર પડે, તો બંને એકબીજા માટે પણ કામમાં આવીને મદદ પણ કરી શકશે.

image source

લોંગ ડ્રાઈવ કરતી વખતે થોડી વારે એકબીજાને આરા મ આપીને વારાફરથી ડ્રાઈવ કરી શકે એવી વ્યક્તિ સાથે રહે તો વધારે સારું રહે છે. વચ્ચે વાતચીત પણ થાય તો ઊંઘ આવવી કે કંટાળો આવવા જેવી મુશ્કેલી પણ નડતી નથી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ