મોટા મનના માનવીની વાત, દીકરીના લગ્ન પ્રસંગે આવેલ ચાંદલાની રકમ આપી દેશના સૈનિકોને નામ, વાંચો આ સત્યઘટના

વિચાર સરણી બદલો, પોતાને માટે તો સૌ કોઈ જીવે છે જિંદગી. ક્યારેક અન્ય માટે પણ જિંદગી જીવવી જોઈએ એવી સુંદર વાત સમજાવતું આ આપણા સમાજ માટેનું ઉતમ ઉદાહરણ વાંચો અને શેર કરો જેથી અન્ય લોકોને પણ પ્રેરણા મળી રહે.

દેવા વાળો હજાર હાથ વાળો છે તો લેવા વાળો શુ લઇ જશે..આવું મોટું મન રાખનાર એક ધોરાજીના વલ્લભભાઈ વઘાસિયા પોતાની લાડકવાય દીકરી ડિમ્પલને શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન રાખવામાં આવ્યા ત્યારે વલભભાઈ એ એવો નિર્ણય લેવામાં આવ્યો કે મારી દીકરીના લગ્નના દિવસે મારા જે આમંત્રિત મહેમાનો સગાવાલા અને મિત્રો આવશે..જે મારી દીકરી ના લગ્નમાં ભેટ પૂજા આપશે એ હું.મારા દેશ ના સૈનિકો સીમડાં ઉપર રાત દિવસ જોયા વગર પોતાના પરિવારની પરવા કર્યા વગર જે સુરક્ષા કરે છ એ જવાનોને નામે કરીશ.

ધોરાજીમાં રહેતા વલ્લભભાઈ વઘાસિયા નામના વ્યક્તિએ જે વ્યવસાયે વકીલાત કરે છે અને હાલ વકીલ બાર એસોસીઅશન (ધોરાજી) નાં પ્રમુખ સ્થાને છે. તેમને તેમની દીકરી કુ.ડિમ્પલનાં તારીખ: ૨૭-૦૧-૨૦૧૮ લગ્ન પ્રસંગ નિમિતે જે પણ જમણવારનો વ્યવહારિક ચાંદલો આવ્યો એ ચાંદલાની તમામ રકમ અંદાજીત એક લાખ ઉપરની રકમ ભારત દેશના સૈનિક ફંડમાં જમા કરાવીને આપણા સમાજમાં ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ખરેખર પોતાના માટે અને પોતાનો વિચાર કરીને સૌ કોઈ જિંદગી જીવતું હોય છે. પરંતુ જો કોઈ બીજાનો વિચાર કરીને જિંદગી જીવે એ જ સાચો માનવી.

ને એમાય સરહદ પર ટાઢ, તાપ ને વરસાદ સહન કરીને પોતાના પરિવારથી દૂર રહી ફરજ બજાવતા સૈનિકો વિષે જ્યારે વિચારવામાં આવે ત્યારે એ વાત આપણા સમાજ અને દેશ લોકોને સંદેશો પાઠવવામાં આવ્યો.

આભાર : વિજયસિંહ પરમાર (vtv ન્યુઝ જૂનાગઢ) 

લેખન. તૃપ્તિ ત્રિવેદી 

રોજ રોજ આવી સમાજને લગતી ઉપયોગી માહિતી વાંચવા માટે લાઈક કરો અમારું પેજ.

 

ટીપ્પણી