આ છે દુનિયાના સૌથી ઝેરિલા સાપ, ખબર છે તમને?

શુ આપ દુનિયાના સૌથી ઝેરીલા સાપો વિશે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છો.

image source

નહિ તો અમે આપને જણાવીશું કે કઈ ટેકનોલોજી થી સાપનું ઝેર માપવામાં આવે છે અને નક્કી કરાય છે કે કયો સાપ કેટલો ઝેરીલો છે. આ ટેકનોલોજીને LD50 કહેવાય છે.

જેમાં સાપના ઝેરનું ટોક્સિનના લેથલ ડોઝનું પ્રમાણ માપવામાં આવે છે. આમાં દુનિયાભરના સાપોની ૨૫ પ્રજાતિઓ લેવામાં આવી છે જેને સૌથી ઝેરીલી કહેવામાં આવે છે.

image source

ચાલો તેના નામ જાણીએ અને તેના વિશે જાણવાનો પ્રયત્ન કરીએ તે કેવી રીતે આપણાં માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ લિસ્ટમાં ભારતના કિંગ કોબ્રાનું નામ પણ સામેલ છે.

૨૫. Jararaca:

image source

આ સાપ ખૂબ જ ઝેરીલો હોય છે અને આ સાપ બ્રાઝીલના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં મળી આવે છે. આ સાપ ત્યાં થતી ૫૨% સર્પદંશની બાબતો માટે પણ જવાબદાર છે.

૨૪. Viper:

image source

આ સાપ નાના નાના પ્રાણીઓ જેવા કે ઉંદર પ્રાણીઓને ખાઈને પોતાનું પેટ ભરે છે. આ સાપનું ઝેર એટલું ખતરનાક છે કે શરીરમાં જતાની સાથે જ શરીરને લકવો મારી જાય છે.

Western green mamba:

image source

westrn green mamba ખૂબ જ ચુસ્ત અને એકદમ સતર્ક સાપ છે. આ સાપ મોટાભાગે પશ્ચિમી આફ્રિકામાં જોવા મળે છે. જો આ સાપ માણસને ડંખ મારી લે અને સમયસર ઉપચાર કરવામાં ના આવે તો વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે.

૨૨. Eastern green mamba:

image source

મામ્બાની અન્ય પ્રજાતિઓની જેમ આ પ્રજાતિ પણ ખૂબ ઝેરીલી હોય છે. આ મામ્બા સાપના એક ડંખમાં એટલું ઝેર નીકળે છે કે તેનાથી ઘણા લોકોની મૃત્યુ થઈ શકે છે.

૨૧. Many-banded krait:

image source

LD50ના અભ્યાસ મુજબ આ ધરતી પર ફરવાવાળા સૌથી ખતરનાક અને ઝેરીલા સાપ હોય છે. આ પ્રજાતિને સૌપ્રથમ ૧૮૬૧માં શોધવામાં આવી હતી.

૨૦. Bothrops asper:

image source

આ સાપ મોટાભાગે જમીનની અંદર કે પછી પાણીની અંદર રહે છે. આ સાપ વધારે સમય સુધી બહાર રહેતા નથી એટલે માણસોને ડંખ્યા હોય તેવા કોઈ પણ કેસ ક્યારેય પણ સામે આવ્યા નથી. પરંતુ શોધ મુજબ આ સાપ ખૂબ જ વધારે ઝેરીલા હોય છે.

૧૯. Russell’s viper:

image source

આ સાપ એશિયાના સૌથી ઝેરીલા સપોમાંથી એક સાપ છે. આ સાપ ખૂબ વધારે જ ઝેરીલા હોય છે. આ સાપના કારણે વર્ષભરમાં હજારોની મૃત્યુ થઈ જાય છે.

૧૮. Forest cobra:

image source

આ સાપ આપણા ભારતીય કોબ્રા બંધુની જેમ કુખ્યાત તો નથી પરંતુ ખૂબ સતર્ક સાપ છે. આ સાપને પણ ખતરનાક સાપોની લિસ્ટમાં રાખવામાં આવ્યો છે. આ સાપ મોટાભાગે જંગલોમાં વિચરણ કરવાના કારણે માણસોનો સામનો એટલો બધો થઈ શક્યો નથી.

૧૭. Coastal taipan:

image source

આ સાપને ઓસ્ટ્રેલિયાનો સૌથી ખતરનાક સાપ કહેવામાં આવે છે. આ સાપ કોઈને પણ જાણી જોઈને ડંખતા નથી. આ સાપને જ્યારે કોઈ હેરાન કરે ત્યારે તે પોતાની સતર્ક મુદ્રામાં આવી જાય છે અને એક ડંખથી કોઈનો પણ જીવ લઈ શકે છે.

૧૬. Dubois’s sea snake:

image source

આ સાપ વ્યવહારથી ખૂબ જ ચાલક અને કપટી સાપ માનવામાં આવે છે. આ સાપની પ્રજાતિઓ ઓસ્ટ્રેલિયામાં મળી આવી છે. આ સાપનું ઝેર ખૂબ જ ખતરનાક હોય છે. પરંતુ તેના એકવારના ડંખમાંથી એટલું ઝેર નથી નીકળતું જેટલું એક માણસને મારી નાખવા માટે પૂરતું હોય છે.

૧૫. Eyelash viper:

image source

આ સાપો વિશે ઘણી બધી લોકવાયકાઓ પ્રચલિત છે. કહેવાય છે કે આ સાપ પોતાના દુશ્મન પર ઘાત લગાવીને બેઠા હોય છે અને જેવી તક મળે કે તરત જ વાર કરી દે છે. આ સાપો મોટાભાગે પક્ષીઓ, ઉંદર વગેરે નાના જાનવરોને પોતાનો શિકાર બનાવે છે. આ સાપનો શિકાર કરવાની પદ્ધતિ પણ ખૂબ શાતિર હોય છે.

૧૪.Boomslang:

image source

Colubridae પરિવારના સૌથી ખતરનાક સદસ્ય હોય છે. પરંતુ આ સાપો માણસો પર કોઈ પ્રભાવ પાડી શકતા નથી. માણસો સિવાય અન્ય જીવો માટે તે ખૂબ જ ઝેરીલા અને શાતિર પણ છે.

૧૩. Coral snake:

image source

આ સાપ પણ ખૂબ ખતરનાક હોય છે. જ્યારે આ સાપ ડંખ મારે છે ત્યારે સામેવાળાને કોઈ દર્દ થતું નથી. ઉપરાંત કોઈ એહસાસ પણ થતો નથી કે તેને સાપે ડંખ માર્યો છે.

પરંતુ ૧૨ કલાક વીતી ગયા પછી તેના ઝેરની અસર દેખાવાની શરૂ થાય છે. જો સમયસર ઉપચાર કરવામાં ના આવે તો માણસોની જીભ લડખડવા લાગે છે, તેમજ લકવાની અસર પણ જોવા મળે છે અને આંખોની રોશની પણ ગાયબ થવા લાગે છે.

૧૨. Gwardar:

image source

આ સાપ એલાપીડ સમૂહના સદસ્ય છે જે મોટાભાગે ઓસ્ટ્રેલિયામાં મળી આવે છે. આ સાપની પેટર્ન અને કલરમાં સ્થાન મુજબ પરિવર્તન જોવા મળે છે. આ સાપ ખૂબ જ ઝેરીલા હોય છે.

image source

૧૧. Saw-scaled viper:

આ સાપ સાઈઝમાં ખૂબ જ નાના હોય છે પરંતુ ખુબજ ખતરનાક સાપોની શ્રેણીમાં આવે છે. આ સાપનું ઝેર તેને વધારે ખતરનાક બનાવી દે છે. આ સાપની મોટાભાગની પ્રજાતિઓ આફ્રિકા, અરેબિયા અને દક્ષિણ-પશ્ચિમ એશિયામાં મળી આવે છે.

૧૦.Rattle snake:

image source

સાપની આ પ્રજાતિ મોટાભાગે મેક્સિકોમાં મળી આવે છે. આ સાપ માણસો માટે એટલા ઝેરીલા હોતા નથી જો સમયસર ઉપચાર કરાવી લેવાય તો. એરિજોનામાં આ સાપની અલગ અલગ ૧૨ પ્રજાતિઓ મળી આવે છે.

૯.Black mamba:

image source

આ સાપ ખૂબ ગુસ્સાવાળા હોય છે. આ સાપનું ઝેર પણ અન્ય જીવો માટે ખતરનાક છે. આ સાપ કેટલાક માણસોની મૃત્યુ માટે પણ જવાબદાર રહી ચૂક્યા છે. આ સાપને દુનિયાના ખતરનાક સાપોની લિસ્ટમાં ૯માં સ્થાન પર રાખવામાં આવ્યું છે.

૮. Indian cobra:

image source

દુનિયાભરમાં સૌથી મશહૂર સાપ ઇન્ડિયન કોબ્રા જ છે. આ સાપ ગરોળી, દેડકા અને ઉંદર જેવા જીવોને ખાય છે. આ સાપ પોતાની રક્ષા માટે તે ઝેરને પણ થુકી દે છે. જો આપની આંખોમાં આ ઝેર જતું રહે છે તો આપ આંધળા પણ થઈ શકો છો.

૭.Tiger snake:

image source

આ સાપનું ઘર મુખ્યત્વે ઓસ્ટ્રેલિયામાં છે. Tiger snakeની એક ભયાવહ ફોટો પુરા ઓસ્ટ્રેલિયામાં ફેલાયેલી છે. આ ખૂબ ગુસ્સાવાળા અને ખતરનાક સાપ હોય છે.

૬. Blue krait:

image source

આ સાપ થાઇલેન્ડના નિવાસી હોય છે. એના ૫૦% ડંખથી જ મોત મળી જાય છે. આ સાપના ઝેરથી જ ઝેરની દવા પણ તૈયાર કરવામાં આવે છે.

૫.Eastern Brown Snake:

image source

આ સાપને LD50 વેલ્યુ મુજબ દુનિયાના સૌથી ઝેરીલા સાપોની લિસ્ટમાં સામેલ કરવામાં આવેલ છે. આ સાપોનો માણસો પર ખૂબ આતંક રહે છે. આ સાપ મોટાભાગે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયામાં જોવા મળે છે.

૪. Death Adder:

image source

આ સાપની પ્રજાતિ ઓસ્ટ્રેલિયામાં મળી આવે છે. આ સાપના નામમાં જ મોતનો ઉલ્લેખ થયો છે જેનાથી આપ અંદાજ લગાવી શકો છો કે તે કેટલા ખતરનાક હોય છે. આ સાપ ઓસ્ટ્રેલિયામાં રહેલા બધા સાપોથી વધુ ઝેરીલા હોય છે. Death Adder કેટલાક દિવસો સુધી પત્તા અને ઝાડીઓ વચ્ચે પોતાને છુપાવીને ભૂખ વધારતા રહે છે અને અચાનકથી વાર કરી દે છે.

૩. Philippine Cobra:

image source

આ સાપના ડંખ માર્યાના ૩૦ મિનિટમાં જ એક માણસ મરી શકે છે. આ સાપ કોબ્રા પ્રજાતિનો સૌથી ખતરનાક સાપ છે. આ સાપના ડંખ માર્યા પછીથી જ નર્વસ સિગ્નલ બંધ થઈ જાય છે અને માણસ અચેત પડી જાય છે.

૨.Inland Taipan:

image source

આ સાપ ખૂબ જ ઝડપથી વાર કરવા માટે પ્રસિધ્ધ છે. એકવાર જે જગ્યા પર વાર કરે છે ત્યાં જ સતત વાર કરીને શિકારને મોતની નીંદ સુવાડી દે છે. આ સાપનું ઝેર પણ દુનિયામાં સૌથી ખતરનાક માનવામાં આવે છે.

૧. Belcher’s sea snake:

image source

આ સાપ દુનિયાની સૌથી ખતરનાક સાપોથી પણ વધારે ગણા ખતરનાક હોય છે. જ્યાં એક બાજુ કિંગ કોબ્રાના એક ટીપું ઝેરથી ૧૫૦ લોકોના જીવ જઈ શકે છે ત્યાં જ Belcher’s Sea Snakeના ચંદ મિલીગ્રામ ઝેરથી પણ હજાર લોકોના જીવ લઈ શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ