શરીરમાં કઈ જગ્યાએ ટેટુ કરાવતી વખતે થાય છે અત્યંત પીડા, જાણો આ આર્ટિકલમાં

તમારા મિત્રનું ટેટુ જોઈને તમને પણ ટેટુ કરાવવાનું મન થાય છે પણ મનમાં છે અનેક પ્રશ્નો ? તો વાંચો આ લેખ

શું તમે ટેટુ કરાવવાનો વિચાર કરી રહ્યા છો ? તો તમારા મનમાં તેને લઈને અસંખ્ય પ્રશ્નો થતા રહેતા હશે. શું ટેટુ કરાવવાથી બહુ પીડા થાય છે ? શું તેનાથી ખૂબ લોહી નીકળે છે ? શું તેનાથી કોઈ ચેપ લાગી શકે છે ? શું તે કરાવવું ખરેખર સુરક્ષિત છે ? આ ઉપરાંત પણ ઘણા પ્રશ્નો તમારા મગજમાં દોડતા હશે. તો હવે તે વિષેના બધાજ જવાબ અમે તમારા માટે આ લેખમાં આવરી લીધા છે.

અમે તમને એ પણ જણાવીશું કે શરીરના કયા અંગ પર ટેટુ કરાવવાથી સૌથી વધારે પીડા થાય છે અને કયા અંગ પર સૌથી ઓછી પીડા થાય છે.

શું ટેટુ કરાવવાથી અત્યંત પીડા થાય છે ?

image source

હા, તેમાં કોઈ જ બે મેત નથી કે ટેટૂ કરવાથી પીડા થાય છે. ટેટુને તેના માટે ખાસ ડીઝાઈન કરવામાં આવેલી સોઈથી ઇંક્ડ કરવામાં આવે છે. જેને આપણે જૂના જમાનામાં છુંદણા કહેતા હતા. તે તમારી ચામડીને અત્યંત ઝડપથી વીંધે છે. તેની ઝડપ એટલી વધારે હોય છે કે તે તમારી ચામડીને વીંધી નાખે પણ તેટલી પણ વધારે નથી હોતી કે તે તેને ચીરી નાખે.

અને માટે જ ટેટુ કરાવતી વખતે તમને લોહી નથી નીકળતું. ટેટુ માટે જે સોઈ વાપરવામાં આવે છે તે તમારી ચામડીના ઉપલકિયા લેયર સુધી પહોંચે છે. આ લેયરને ડર્મીસ કહેવા છે. ડર્મીસવાળુ ત્વચાનું લેયર તેની જાતે જ ઝડપથી રુઝાઈ શકે છે. માટે જે ટેટુ આ ડર્મીસ સ્તરની આરપાર જઈને કરવામાં આવે છે તે પર્મેનન્ટ રહે છે.

ટેટુ કરાવતી વખતે તમને કેવા પ્રકારની પીડા થાય છે ?

image source

પીડાનું પ્રમાણ વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે. કેટલાક લોકો ટેટુ કરાવતી વખતે આંખ પણ નથી ઝપકાવતા તો વળી કેટલાક ઉંચાનીચા થઈ જાય છે. જો કે તે વિષે તમને ટેટુ આર્ટિસ્ટ પણ જાણકારી આપી શકે છે. ટેટુ કરાવતી વખતે વિવિધ પ્રકારની પીડાની લાગણીઓ થાય છે જે આ પ્રકારની હોય છે.

ધ્રુજારીવાળી પીડાઃ આ એક પ્રકારની એવી પીડા છે જે તમારી ત્વચા પર નીડલ ફરતી જાય અને તેની ધ્રુજારીના કારણે તમારા હાડકામાં અનુભવાય છે. ખાસ કરીને ટેટુ કોઈ હાડકાની નજીક કરાવવામાં આવી રહ્યું હોય ત્યારે આ પીડા થતી હોય છે. આ પીડા સૌથી વધારે તમારા કાંડાની બહારની બાજુએ, તમારા મણકા આગળ, તમારી પગની પાની આગળ અને તમારા ગોઠણ આગળ થાય છે.

image source

બળતરાઃ આ પ્રકારની પીડામાં તમને એવી લાગણી થાય છે કે કંઈક ગરમ તમારી ત્વચાને અડી રહ્યું હોય. જો કે તે અત્યંત ગરમ ન હોય, પણ તે તમારામાં એક સીસકારો તો કાઢી જ દે તેવું હોય છે. આવું ખાસ કરીને ટેટુ આર્ટિસ્ટ કોઈ ખાસ વિસ્તાર પર કામ કરતો હોય તો થાય છે અને થોડીવાર માટે જ થાય છે.

ડલઃ ટેટુ કરાવતી વખતે થતી આ પીડાને તમે સારામાં સારી પીડા કહી શકો છો. આ એક પ્રકારનું મૌન દર્દ છે જેનાથી તમે ખુબ જ સરળતાથી તમારી જાતને બેધ્યાન કરી શકો છો. તેને તમે એક-બે વાર જ ફીલ કરી શકો છો અને ત્યાર બાદ તે જતું રહે છે.

image source

તીક્ષ્ણઃ તીક્ષ્ણ પીડા એક પ્રકારનો કોઈ ડંખ વાગ્યો હોય તેવી પીડા હોય છે. આ પીડા તમને ટેટુની નીડલ કોઈ સુંદર ડીઝાઈન તમારી ત્વચા પર કરતી હોય છે તે દરમિયાન થાય છે. આ એક આક્રમક પીડા હોય છે જે સામાન્ય કરતાં ઉંડી હોય છે. જો તમે આ પીડાને સહન ન કરી શકો તો તમે બેભાન પણ થઈ શકો છો. આ પ્રકારની પીડા ખાસ કરીને પાતળી ચામડી વાળી જગ્યાએ થાય છે કે જે તમારા હાડકાની તરત જ ઉપર આવેલી હોય.

ખજવાળઃ આ પ્રકારની પીડામાં તમને એવું લાગશે કે કોઈ બીલાડી તેના નખતી તમને ખજવાળી રહી હોય. કે પછી કોઈ પેપરની ધારથી તમારા પર કટ થઈ રહ્યો હતો. આ પીડા વધારે આક્રમક નથી હોતી પણ તે તમને દર્દ ઘણું પહેંચાડે છે.

શરીરમાં કઈ જગ્યાએ ટેટુ કરાવતી વખતે અત્યંત પીડા થાય છે

image source

તમે ટેટુ કરાવતી વખતે કેવા કેવા પ્રકારની પીડા થાય છે તે વિષે તો જાણી લીધું હવે અમે તમને એ જણાવીશું કે શરીરના કયા ભાગ પર ટેટુ કરાવવાથી સૌથી વધારે પીડા થાય છે.

રીબકેજ – છાતીના હાડકાંના પાંજરા આગળ

શરીરની આ એક એવી જગ્યા છે જે હાડકાઓથી ભરેલી છે. અને તે સતત હલતી રહેતી હોય છે કારણ કે તમે સતત શ્વાસ લેતા હોવ છો. અને તેના કારણે ટેટુની પ્રક્રિયામાં પણ વારંવાર ખલેલ પહોંચે છે અને તેના કારણે તમને અત્યંત પીડા થાય છે. આ જગ્યાએ ટેટુની પીડા 9/10 સ્તરની હોય છે.

બગલઃ

image source

તમારી આર્મપીટ એટલે કે બગલ એક એવી જગ્યા છે જ્યાં તમને સૌથી વધારે પીડા થાય છે. આ જગ્યાએ ટેટુ કરાવું સૌથી વધારે અઘરુ છે. ઘણા ટેટુ આર્ટિસ્ટ બગલમાં ટેટુ કરાવવાની સલાહ નથી આપતા. આ જગ્યાએ ટેટુની પીડા 9/10 સ્તરની હોય છે.

પગની ઘૂંટી, પીંડી, પગ અને આંગળા

પગની પીન્ડી અને પગની ઘૂંટી આગળની ચામડી ખૂબ જ પાતળી હોય ચે અને ત્યાં ટેટુ કરાવવાથી ખૂબ જ પીડા થાય છે. આ જગ્યાએ ટેટુની પીડા 9/10 સ્તરની હોય છે.

હીપ્સ

image source

હપ્સમાં આવેલું પેલ્વિક બોન એક અત્યંત પાતળી ચામડીના લેયર નીચે આવેલું હોય છે. જો તમે પાતળા હોવ અથવા તો તમારા હીપ્સ પર ઓછી ચરબી હોય તો ત્યાં ટેટુ કરાવવાથી તમને અત્યંત પીડા થઈ શકે છે. અહીં તમને શાર્પ, ઇન્ટેન્સ અને ધ્રુજારીવાળુ પેઈન થઈ શકે છે. આ જગ્યાએ ટેટુની પીડા 8/10 સ્તરની હોય છે.

નિપલ અને બ્રેસ્ટ્સ

શરીરનો આ એક અત્યંત સંવેદનશીલ એરિયા છે. આમ તો ત્યાં સૌથી વધારે મસલ્સ હોય છે પણ ત્યાં ઘણી બધી નસો પણ હોય છે જેના કારણે ત્યાં ટેટુ કરાવવાથી ખૂબ પીડા થાય છે. આ જગ્યાએ ટેટુની પીડા 7/10 સ્તરની હોય છે.

હાથ અને આંગળીઓ

image source

હાથ અને આંગળીઓમાં ઘણી બધી નસોના છેડા આવેલા હોય છે. આ ઉપરાંત અહીંનું માળખું પણ હાડકાવાળુ હોય છે માટે અહીં ટેટુ કરાવવાથી અત્યંત પીડા થાય છે. આ જગ્યાએ ટેટુની પીડા 8/10 સ્તરની હોય છે.

જાંઘની અંદરની બાજુ – બાવડાની અંદરની બાજુ

આ જગ્યાઓએ તમને ઘણી પીડા થાય છે. કારણ કે જાંઘની અંદરની બાજુએથી કેટલીક મહત્ત્વની નસો પસાર થાય છે. તો બીજી બાજુ ઇનર બાઈસેપ એક અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે. પાતળી ત્વચાના કારણે અહીં ઘણી પીડા થાય છે.

ડોક અને કરોડરજ્જુ

image source

તમારી ડોક અને તેની નીચે આવેલી કરોડ રજ્જૂનો ભાગ ઘણો સંવેદનશીલ હોય છે. ત્યાંથી હજારો નસો પસાર થતી હોય છે, અને અહીં જે પીડા અનુભવાય છે તે અત્યંત વધારે હોય છે. જો કે તમે ડોકની પાછળના ભાગે ટેટુ કરાવો તો તે થોડું પણ સહન કરી શકાય છે પણ આગળના ભાગે તો તેનાથી અત્યંત પીડા થાય છે. આ જગ્યાએ ટેટુની પીડા 7/10 સ્તરની હોય છે.

પેટ

image source

ટેટુ માટે તમારું પેટ પણ એક ઘણો પીડાદાયક વિસ્તાર છે. જો કે કેટલાકનું એવું કહેવું છે કે તેમને ત્યાં કોઈ જ પીડા નથી અનુભવાતી પણ મોટે ભાગે તો તમારા આકાર અને તમારી લાઈફસ્ટાઇલ પર તેનો આધાર છે. જે લોકોનું વજન વધારે હોય છે અને જેમની ચામડી ઢીલી હોય છે. અને તેમની આ લૂઝ સ્કીન પર ટેટૂ કરવામાં આવે તો તેનાથી પીડા વધારે થાય છે. તો બીજી બાજુ જે લોકોનું વજન ઓછું હોય છે પણ તેમની ચામડી ટાઈટ હોય છે તો તેમને ઓછી પીડા થાય છે. આ જગ્યાએ ટેટુની પીડા 6/10 સ્તરની હોય છે.

હોઠ

image source

તમારા હોઠ અને હોઠની અંદરનો ભાગ નસોથી ભરેલો હોય છે. શરીરનો આ ભાગ સામાન્ય રીતે ઘણો સંવેદનશીલ હોય છે અને માત્ર થોડા પ્રેશરથી લોહી નીકળવ લાગે છે. અહીં ટેટુની નીડલ ઘૂસવાથી તમને ચોક્કસ પીડા થવાની જ અને લોહી પણ નીકળવાનું. આ જગ્યાએ ટેટુની પીડા 6/10 સ્તરની હોય છે.

કોણી અને ગોઠણ

આ બન્ને વિસ્તાર હાડકાથી ભરેલા હોય છે તેમજ અહીંની ચામડી પણ પાતળી હોય છે. અને સ્નાયુઓ પણ ઓછા હોય છે. તેનાથી તમને અત્યંત પેઈન થાય છે. કોણી પર ટેટુ કરાવતી વખતે તમને 8/10ની પીડા થાય છે જ્યારે ગોઠણ પર 10/10ની પીડા થાય છે.

માથુ, ચહેરો અને કાન

image source

આ ત્રણે જગ્યાએ લગભગ જરા પણ મસલ્સ કે પછી ચરબી હોતા નથી. કારણ કે તે બ્રેઈનની તદ્દન નજીક આવેલા હોય છે. અહીં પણ અસંખ્ય નસો આવેલી હોય છે માટે અહીં પણ તમને પીડા થાય છે. આ જગ્યાએ ટેટુની પીડા 8/10 સ્તરની હોય છે.

જાંઘનો સાંધો

અહીં ઘણી બધી નસોના છેડા આવેલા હોય છે અને તેના કારણે આ ભાગ ઘણો સંવેદનશીલ હોય છે. તે ઘણી બધી લિન્ફનોડ્સ સાથે કનેક્ટેડ હોવાથી તમારો દુઃખાવો ઓર વધારે વધે છે. આ જગ્યાએ ટેટુની પીડા 8/10 સ્તરની હોય છે.

હવે તમને એ જણાવીએ કે શરીરના કયા કયા ભાગો પર ટેટુ કરાવવાથી ઓછી પીડા થાય છે.

– જાંઘની ઉપરની તેમજ બહારની બાજુમાં પીડા ઘણી ઓછી થાય છે. આ જગ્યાએ ટેટુની પીડા 4/10 સ્તરની હોય છે.

image source

– બાવડાં પર ટેટુ કરાવવાથી પણ ઘણી ઓછી પીડા થાય છે કારણ કે ત્યાં ઘણા બધા સ્નાયુઓ આવેલા હોય છે. આ જગ્યાએ ટેટુની પીડા 3/10 સ્તરની હોય છે.

– તમારા ખભા તેમજ તમારા બાઈસેપની બહારની બાજુઓ પણ વધારે મસલ્સ વાળી હોવાથી પીડા ઓછી થાય છે. આ જગ્યાએ ટેટુની પીડા 4/10 સ્તરની હોય છે.

– તમારી પીઠની ઉપર તેમ જ નીચેની બાજુએ ટેટુ કરાવવાથી વધારે પીડા થતી નથી. જો કે જો વ્યક્તિ અત્યંત પાતળી હોય તો તેને પીડા થઈ શકે છે. આ જગ્યાએ ટેટુની પીડા 4/10 સ્તરની હોય છે.

ટેટુ કરાવતી વખતે પીડાને તમે કેટલીક રીતે ઓછી કરી શકો છો. પણ તે વિષે તમારે તે પાછળના પરિબળો જાણી લેવા જોઈએ.

image source

– ટેટુ તમે કઈ જગ્યાએ કરાવો છો તેના પર તેની પીડાના પ્રમાણનો આધાર રહેલો છે. ઉપર તમે જોઈ લીધું કે તમને કેવી જગ્યાએ પીડા વધારે થાય અને કેવી જગ્યાએ ઓછી થાય છે.

– તમારી ઉંમર પર ટેટુના કારણે થતી પીડામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. યુવાન ત્વચા ચુસ્ત હોય છે અને તેને રુઝાતા વાર નથી લાગતી પણ ગરઢી ત્વચાને રુઝાતા વાર લાગે છે.

– જે લોકોએ પહેલાં ટેટુ કરાવ્યું હોય તેમને બીજીવાર ઓછી પીડા થાય છે જ્યારે પ્રથમવાર ટેટુ કરાવનારને વધારે પીડા થાય છે.

– જો તમારીત્વચા વધારે પડતી સંવેદનશીલ હોય તો ટેટુ કરાવતી વખતે તમને તકલીફ થઈ શકે છે. તેમાં લોહી પણ સરળતાથી આવે છે અને તેનાથી પીડા પણ ખૂબ થાય છે.

image source

– તમારું સ્વાસ્થ્ય પણ તેમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જો તમને લોહીને લઈને સમસ્યા રહેતી હોય તો તમારું ટેટુ તે સમસ્યાને વધારી શકે છે.

– ટેટુ કરાવતી વખતે તમારે તેની પીડા માટે માનસિક રીતે તૈયાર રહેવું જોઈશે. જો તેમ નહીં રહો તો તમને ચોક્કસ પ્રમાણમાં વધારે પીડા થશે.

પરિબળો જાણી લીધા બાદ અમે તમને એ જણાવીશું કે આ પીડાને ઓછી કેવી રીતે કરી શકાય ?

– ટેટુ કરાવતા પહેલાં દારૂ પીવાનું ટાળો, દારૂ તમારા લોહીને પાતળુ બનાવે છે અને તેના કારણે ટેટૂ કરાવવામાં તકલીફ થાય છે. આ ઉપરાંત મદ્યપાનના ઘેન હેઠળ ટેટૂ કરાવવાથી તમને જોઈતું પરિણામ ન પણ મળે તેવું પણ બને.

image source

– ટેટુ કરાવવા જતાં પહેલાની રાત્રે ભરપૂર ઉંઘ લો. તેનાથી તમારું શરીર પીડા માટે તૈયાર થશે. અને તમે ટેટુને લઈને જે ચિંતા સેવતા હશો તેમાં પણ ઘટાડો થશે.

– જો તમે તમારા પેટ પર ટેટુ કરાવવા માગતા હોવ તો તે પહેલાં જમવાનું ટાળો.

– પીડા ઘટાડવા માટે તમે તમારા ટેટુ આર્ટીસ્ટને નમ્બીંગ ક્રીમ વિષે પણ કહી શકો છો. તેનાથી તમારી પીડા ઘટી શકે છે.

– તમારી સાથે તમારા મિત્ર કે તમારા સાથીને લઈ જાઓ. પણ માત્ર એક જ સાથી કે મિત્રને વધારે લોકોને લઈ વજાની કોઈ જરૂર નથી.

 

image source

– ટેટૂ કરાવતા પહેલાં અને તે દરમિયાન પુષ્કળ પાણી પીવો.

– ટેટૂ કરાવતા પહેલાં તમારે તમારા નિર્ણય પર મક્કમ થઈ જવું જોઈએ. જો મક્કમ ન હોવ તો પ્રયોગ કરવો નહીં. અને જો તમે બીમાર હોવ તો તે દરમિયાન તો તમારે ટેટુ બીલકુલ ન કરાવવું જોઈએ.

– ટેટૂની પીડાથી ભય લાગતો હોય તો તમારા મોઢામાં કેઈ કેન્ડી રાખો અથવા તો તમે ઇયર ફોન પર તમારી પસંદનું મ્યુઝિક પણ સાંભળી શકો છો.

image source

– ટેટૂ માટે કોઈ એક્સપિરિયન્સ્ડ ટેટુ આર્ટીસ્ટને જ પસંદ કરો. તેમજ તે તમારા ટેટુ માટે ચોખા હાઇજીનવાળા સાધનો વાપરે છે કે નહીં તેની ખાસ તપાસ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ