ભારતનાં આ હાઇવે રોડ પર રાત્રીનાં સમયે દેખાય છે વિચિત્ર આકૃતિઓ, કહેવાય છે ભારતનો ડરામણો રોડ, જોઇ લો અંદરની એક તસવીર

એવા ઘણા ખરા લોકો હોય છે જે ચમત્કાર, ભૂત – પ્રેત કે અલૌકિક ઘટનાઓ પર વિશ્વાસ નથી કરતા.

image source

પરંતુ આજના સમયમાં પણ દુનિયામાં એવી અનેક જગ્યાઓ છે જેના વિશે કહેવાય છે કે ત્યાં ભૂત – પ્રેતનો વાસ છે અને જે તે સ્થળે તેનો પ્રભાવ પણ એવો જોવા મળે છે કે તેને બિલકુલ નકારી પણ શકાય નહીં.

વિશ્વના અનેક દેશોમાં આ પ્રકારના રહસ્યમયી સ્થળો છે પણ સાથે સાથે આપણા ભારત દેશમાં પણ આવા ડરામણા સ્થળોની ભરમાર છે. અને આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને આવા જ એક સ્થળ વિશે વાત કરવાના છીએ જ્યાં રાત્રીના સમયે વિચિત્ર આકૃતિઓ દેખાતી હોવાનું માનવામાં આવે છે. આ સ્થળ કોઈ પ્રાચીન કિલ્લો કે ભૂત બંગલો નહીં પણ હાઇવે રોડ છે.

image source

ભારતના બે રાજ્ય તમિલનાડુ અને પશ્ચિમ બંગાળને જોડતો એક નેશનલ હાઇવે 49 ઇસ્ટ કોસ્ટ રોડ (National Highway-49 East Coast Road) આવેલો છે. આ હાઇવેનો ચેન્નાઇથી પુદુચ્ચેરી જતો રોડ ભારે ડરામણો માનવામાં આવે છે. આ રોડ વિશે અલગ અલગ કેટલીય વાયકાઓ પ્રચલિત છે.

આ ટુ લાઈન હાઇવે રોડ પરથી પસાર થનારા લોકોના કહેવા મુજબ રાત્રીના સમયે આ રોડ સાવ ભેંકાર હોય છે અને અંધારામાં અહીં વિચિત્ર પ્રકારની આકૃતિઓ જોવા મળે છે. વળી આ આકૃતિઓનો આકાર પણ એવો હોય છે સફેદ સાડી પહેરીને કોઈ મહિલા ચાલી રહી હોય.

image source

એટલું જ નહીં પણ અહીં ગાડી લઈને પસાર થતા ડ્રાઇવરો પણ આ આકૃતિઓને જોઈને ગભરાઈ જાય છે. અમુક ડ્રાઇવરોનું એમ પણ કહેવું છે કે આ આકૃતિઓ જોયા પછી તેને એવો અનુભવ થવા લાગે છે જાણે હાઇવે રોડ સંકોચતો ન હોય અને એ સિવાય કરોડરજ્જુમાં દુખાવો થવાની ફરિયાદ પણ બહાર આવી છે.

આ ઘટનાઓ પાછળ એવું કહેવાય છે કે રાત્રીના સમયે અહીં આત્માઓ ભટકતી રહે છે અને તે જ આ રીતે અહીંથી પસાર થતા લોકોને ડરાવે છે.

image source

જો કે હજુ સુધી આવી ઘટનાઓની પૃષ્ટિ સરકારી તંત્ર દ્વારા કરવામાં નથી આવી. પરંતુ એનાથી એ વાત પણ સાબિત નથી થતી કે વિશ્વમાં ક્યાંય ભૂત – પ્રેતનું અસ્તિત્વ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ