મોરેક્કન બ્યુટી સિક્રેટ કરો ફોલો, અને ત્વચાને થોડા જ દિવસોમાં બનાવી દો એકદમ રૂપાળી

મોરોક્કન બ્યુટી સિક્રેટ્સઃ આ રહસ્યો દ્વારા તમે તમારા શરીરને નવયૌવન આપી શકો છો

image source

મોરોક્કન સ્ત્રીઓ દુનિયામાં સૌથી સુંદર માનવામા આવે છે. તમે જ્યારે મોરોક્કોની ચર્ચા કરો ત્યારે તમારા માનસપટ પર રંગીન, રહસ્યમયી અને જાણે કોઈ બહારના જગતનું જ દ્રશ્ય ખડું થઈ જાય છે.

ઉત્તર આફ્રિકામાં આવેલું, મોરોક્કો ફરવા માટે એક ખુબ જ સુંદર સ્થળ છે તેના રણના લાલાશ પડતાં રેતીના ટેકરાઓ, સુંદર મજાના મિનારાઓ, તે તમને એક અલગ જ સમયમાં લઈ જાય છે.

image source

મોરોક્કો તેના ઇતિહાસ માટે ખુબ જ જાણીતું છે. અને સાથે સાથે તેના સૈકાઓ જુના બ્યુટી સિક્ર્ટેસ માટે પણ તે ઘણું જાણીતું છે.

શું તમે પણ મોરોક્કન સ્ત્રીઓ જેવી સુંદર બનવા માગો છો તો અમે તમારી માટે લાવ્યા છે મોરોક્કન બ્યુટી સિક્રેટ્સ. આ રહસ્યો ઉજાગર થતાં અને તેને અપનાવતાં જ તમે એક અલગ જ સુંદરતાના માલિક બની જશો.

ત્વચાને શુદ્ધ અને ટોન કરવા માટે ગુલાબ જળનો ઉપયોગ

image source

મોરોક્કોની સ્ત્રીઓ ત્યાં બનતા ગુલાબના ઉત્પાદન પાછળ પાગલ છે. તેઓનું એવું માનવું છે કે ગુલાબ તેમની ત્વચાને તેના જેવો જ એટલે કે ગુલાબી નિખાર અને ચમક આપે છે.

ત્યાંની મોટા ભાગની સ્ત્રીઓ પોતાની ત્વચાને ચોખ્ખી તેમજ ટોન કરવા માટે શુદ્ધ ગુલાબ જળનો ઉપયોગ કરે છે.
પુરાણ કાળમાં તો મોરોક્કોની સ્ત્રીઓ ઘરના બગીચામાંથી ભેગા કરેલા ગુલાબમાંથી જાતે જ ગુલાબના વિવિધ ઉત્પાદનો બનાવતી હતી અને તેનો જ પોતાના સૌંદર્યને વધારવા માટે ઉપયોગ કરતી હતી.

image source

રોઝમેરી – થાઈમ – સેજના તેલનું મિક્સ્ચર તમારા વાળને ઘેરા અને લાંબા બનાવે છે

image source

રોઝમેરી, થાઈમ (એક સુંગંધીદાર પાંદડાવાળો છોડ), સેજ તે પણ એક સુંવાસ ફેલાવતો છોડ છે. આ ત્રણે વસ્તુઓના તેલના મિશ્રણનો જો વાળમાં પ્રયોગ કરવામા આવે તો તે તમારા વાળના ગ્રોથને વધારે છે. તેનાથી તમારા વાળ લાંબા અને સ્વસ્થ બને છે આ ઉપરાંત તેનાથી તમારા વાળને લગતી લગભગ બધી જ સમસ્યાઓ દૂર થાય છે

ડાર્ક સ્પોટ્સને દૂર કરતું પ્રિક્લી પિયર સીડ ઓઇલ (થોરનું એક ફળ છે)

image source

પ્રિક્લી પિયર સીડ એટલે કે થોરનું એક ફળ છે જેની બહાર કાંટા હોય છે અને તે દેખાવે લીલા થી લાલ રંગનું હોય છે. તેના બીયાના તેલના ઉપયોગથી તમારા ચહેરા પરના કાળા ડાઘા, કરચલીઓ, ઉંમર દર્શાવતી પાતળી રેખાઓ તેમજ ચકામાઓ દૂર થાય છે.

તમે જે ત્વચા માટે મોંઘેરા કોસ્મેટિક્સ વાપરો છો તેમાં પણ આ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે જે ઘણી મોંઘી હોય છે.

ત્વચામાંથી ઝેરી તત્ત્વો ને દૂર કરવા માટે ર્હસૌલ ક્લેની ટ્રીટમેન્ટ

image source

આપણે અહીં આપણે મુલતાની માટીનો ઉપયોગ કરીએ છે. પણ મોરોક્કોમાં ર્હસૌલ ક્લેનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો એક માસ્ક તૈયાર કરવામા આવે છે જેને ત્વચા પર લગાવવામાં આવે છે. તે ત્વચા પર એક અનેરો ગ્લો લાવે છે અને સાથે સાથે ત્વચાને પણ ડીટોક્સીફાઈ કરે છે.

તમે તેનો ઉપયોગ માથુ ધોવા માટે પણ કરી શકો છો તે વાળ માટે પણ ગુણકારી છે જો કે તેની અસર ત્વચા પર વધારે સારી જોવા મળે છે.

મોરોક્કન બેલ્દી સોપ અને હમામ

image source

મોરોક્કન બેલ્દી સોપ એટલે કે સાબુ એ મોરોક્કોની સ્પેશિયાલીટી છે અને તે સેંકડો વર્ષોથી ચાલતી આવી છે. આ સાબુ ઓલિવ ઓઇલ અને ઓલિવના ફ્રુટમાંથી બનાવવામાં આવે છે. જે ત્વચાને અઢળક ફાયદા પહોંચાડે છે.

આ સાબુનો રંગ કાળો હોય છે. તે ઓટોમાન સામ્રાજ્યની દેન છે. અને હમામ જેને આપણે ભારતીયો પણ નામથી તો ઓળખીએ જ છે કે તે એક પ્રકારનો બાથ છે.

image source

મોરોક્કન હમામમા સ્ટીમ બાથ, તેમજ નીર્જીવ ત્વચાને કાઢી નાખતો એક્સફોલિએશન મસાજ અને રિલેક્સેશન મસાજનો પણ સમાવેશ થાય છે. બેલદી સોપ એટલે કે ઓલિવમાંથી બનાવવામાં આવેલા કાળા સાબુનો ઉપયોગ આ બધા જ મસાજ થઈ ગયા બાદ કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ